બ્રિટનમાં જાતિવાદી હુમલાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં ત્રણ કિશોરોએ વૉલ્વરહૈમ્પ્ટન ખાતે બે વૃદ્ધ શીખોને નિર્દયી રીતે માર્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં હુમલાખોરો વૃદ્ધોને લાતો-ફેંટો મારતા તેમજ તેમને જમીન પર પટકતા જોવા મળી રહ્યા છે. હુમલા દરમિયાન એક શીખની પાઘડી પણ ઉતારી દેવામાં આવી હતી, જેને કારણે શીખ સમુદાયમાં ભારે રોષ ફેલાયો...
Tag: #WorldNews
અમેરિકાની વચ્ચે તણાવ છતાં ચીનનો ભારતને મોટો પ્રસ્તાવ, ખાતર-ખનિજ અને ટનલ મશીનો પૂરી પાડવાની ખાતરી
અમેરિકાથી તણાવ વચ્ચે ચીનએ ભારતને મોટો પ્રસ્તાવ આપ્યો છે. ચાઈનીઝ વિદેશ મંત્રી વાંગ યીએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી અને ભારતની ત્રણ મોટી ચિંતાઓ દૂર કરવાની ખાતરી આપી. સૂત્રો અનુસાર, ચીને ભારતને ખાતર (ફર્ટિલાઇઝર), મહત્વના ખનિજ અને ટનલ ખોદવાની મશીનોની જરૂરીયાત પૂરી કરવાની ખાતરી આપી છે. આ ખાતરી એવા સમયે આવી છે...
ઝેલેન્સ્કીનો ડ્રેસ કોડ ચર્ચામાં: ટ્રમ્પ સાથે મુલાકાત પહેલાં સૂટ પહેરશે કે નહીં?
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત માટે અમેરિકા પહોંચી ગયા છે. જોકે બેઠક પહેલાં તેમના ડ્રેસને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. એક્સિયોસના રિપોર્ટ મુજબ, વ્હાઇટ હાઉસે પૂછ્યું છે કે ઓવલ ઓફિસમાં યોજાનાર આ બેઠકમાં ઝેલેન્સ્કી સૂટ પહેરશે કે નહીં. બેઠકમાં યુરોપના ટોચના નેતાઓ પણ હાજર રહેશે. અગાઉ માર્ચમાં વ્હાઇટ હાઉસમાં...
પુતિન વિના યુક્રેન યુદ્ધનો ઉકેલ શક્ય નથી : ટ્રમ્પના વિદેશ મંત્રીનું નિવેદન
ન્યૂયોર્ક : અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ સ્પષ્ટ કર્યું છે કે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ઘણા સમયથી વૈશ્વિક સ્તરના અગત્યના નેતા છે અને યુક્રેન યુદ્ધનો ઉકેલ લાવવા માટે અમેરિકા પાસે તેમના સાથે વાતચીત કરવી એ જ એકમાત્ર વિકલ્પ છે. એબીસી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં રૂબિયોએ જણાવ્યું કે પુતિન પાસે વિશાળ પરમાણુ શસ્ત્ર ભંડાર (અંદાજે 5,580) છે...
વિદેશી સહાય ઘટતાં અફઘાનિસ્તાનની આરોગ્ય વ્યવસ્થા તૂટવાની કગાર પર
કાબુલ: સૂકા અને પર્વતીય અફઘાનિસ્તાનમાં આરોગ્ય સેવાઓ તૂટવાની કગાર પર પહોંચી ગઈ છે. તાલિબાન સરકાર સત્તામાં આવ્યા બાદથી વિદેશી સહાય લગભગ બંધ થઈ ગઈ છે, જેના કારણે દેશની આરોગ્ય વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. અફઘાનિસ્તાનની 2 કરોડ 30 લાખ જેટલી વસ્તીમાં અડધાથી વધારે લોકો આરોગ્ય સેવા, ખાદ્ય પદાર્થો અને શુદ્ધ પાણીના અભાવે જીવતા થયા છે. વર્લ્ડ...
વ્હાઇટ હાઉસ બેઠક પહેલા રશિયાનો યુક્રેન પર ઘાતક હુમલો, ઝેલેન્સ્કીનો કડક આરોપ
વોશિંગ્ટનમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી વચ્ચે બેઠક થવાની પૂર્વસંધ્યાએ રશિયાએ ફરી એકવાર યુક્રેન પર ત્રાટક્યું છે. ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને જણાવ્યું કે રશિયાએ જાણીતાપણે ખાર્કિવ, જાપોરિજ્જિયા, સૂમી અને ઓડેસા જેવા શહેરોને નિશાન બનાવી હુમલો કર્યો છે. તેમણે આ હુમલાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે...
પુતિનના ‘પૂ બ્રીફકેસ’નો રહસ્ય : શા માટે રશિયા પરત લઈ જવાય છે મળ અને મૂત્ર?
વિશ્વના શક્તિશાળી નેતાઓની સુરક્ષા વ્યવસ્થામાં અનેક અજાણી બાબતોનો સમાવેશ થાય છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના વિદેશ પ્રવાસો દરમિયાન એક અનોખી પ્રક્રિયા અમલમાં લેવામાં આવે છે, જેને આંતરરાષ્ટ્રીય મીડિયા ‘પૂ બ્રીફકેસ’ કહે છે. અહેવાલ મુજબ, પુતિન વિદેશમાં હોય ત્યારે તેમનો સુરક્ષા સ્ટાફ તેમના મળ અને પેશાબને ખાસ સીલબંદ પાઉચમાં ભેગા કરે છે અને રશિયા પરત લઈ...
અમેરિકામાં EVM પર પ્રતિબંધ લગાવવાની તૈયારી, ટ્રમ્પે જાહેર કર્યું મોટું પગલું
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અને મેઇલ દ્વારા થતું મતદાન બંધ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરી જણાવ્યું કે તેઓ ટૂંક સમયમાં એક્ઝિક્યુટિવ આદેશ જારી કરશે. આ આદેશ પછી 2026ની ચૂંટણીમાં વોટિંગ મશીન અને ઈ-મેઈલ દ્વારા મતદાન પર પ્રતિબંધ રહેશે. ટ્રમ્પનું કહેવું છે કે...
ઇન્ડોનેશિયામાં 5.7 તીવ્રતાનો ભૂકંપ, અફઘાનિસ્તાન અને જાપાનમાં પણ ધરતી ધ્રૂજી
ઇન્ડોનેશિયાના સુલાવેસી વિસ્તારમાં રવિવારે (17 ઓગસ્ટ) 5.7ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. જર્મન ભૂગર્ભીય સંશોધન કેન્દ્ર (GFZ) મુજબ, ભૂકંપનું કેન્દ્ર જમીનથી આશરે 10 કિ.મી. (6.21 માઇલ) ઊંડે હતું. અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટાપાયે નુકસાનના અહેવાલ નથી. અધિકારીઓએ જણાવ્યું છે કે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આ અઠવાડિયામાં ઇન્ડોનેશિયામાં આ બીજી ભૂકંપની ઘટના...
ટ્રમ્પનું દ્વિચરિત્રઃ રશિયા પર ટેરિફનો દબાણ અને પાછળથી વધી રહેલો વેપાર
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની અલાસ્કામાં થયેલી બેઠક બાદ ચોંકાવનારી હકીકત બહાર આવી છે. બેઠક દરમિયાન ટ્રેડ ડીલ અને યુક્રેન યુદ્ધના સીઝફાયર પર કોઈ સમજૂતી થઈ નહીં, પરંતુ મીડિયા સાથે વાતચીતમાં પુતિને જણાવ્યું કે ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી અમેરિકા અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે. પુતિનના જણાવ્યા મુજબ...








