વિદેશી સહાય ઘટતાં અફઘાનિસ્તાનની આરોગ્ય વ્યવસ્થા તૂટવાની કગાર પર

વિદેશી સહાય ઘટતાં અફઘાનિસ્તાનની આરોગ્ય વ્યવસ્થા તૂટવાની કગાર પર

કાબુલ: સૂકા અને પર્વતીય અફઘાનિસ્તાનમાં આરોગ્ય સેવાઓ તૂટવાની કગાર પર પહોંચી ગઈ છે. તાલિબાન સરકાર સત્તામાં આવ્યા બાદથી વિદેશી સહાય લગભગ બંધ થઈ ગઈ છે, જેના કારણે દેશની આરોગ્ય વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. અફઘાનિસ્તાનની 2 કરોડ 30 લાખ જેટલી વસ્તીમાં અડધાથી વધારે લોકો આરોગ્ય સેવા, ખાદ્ય પદાર્થો અને શુદ્ધ પાણીના અભાવે જીવતા થયા છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 425થી વધુ આરોગ્ય કેન્દ્રો બંધ થઈ ગયા છે, જેના કારણે દર્દીઓને નજીકના હોસ્પિટલ સુધી પહોંચવા કલાકોની મુસાફરી કરવી પડે છે. આંતરિક હિંસા, ઘરેલુ અત્યાચાર, છરાબાજી અને માર્ગ અકસ્માતોના કેસોમાં વધારો થયો છે, જેને કારણે આરોગ્ય કેન્દ્રોમાં સારવાર માટે ભારે દબાણ છે.

પરંતુ તબીબી સેવાઓ પૂરતી નથી, કારણ કે દવાઓ અને સારવાર માટે જરૂરી સાધનોની ગંભીર અછત છે. અનેક હોસ્પિટલો પણ બંધ થવાની કગાર પર છે. તબીબો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસે સહાય માગી રહ્યા છે, પણ તાલિબાન સરકારના કઠોર કાયદાઓને કારણે વૈશ્વિક સંગઠનો પણ સહાયમાં મૂંઝવણ અનુભવી રહ્યા છે.

નિરીક્ષકોના જણાવ્યા મુજબ, અફઘાનિસ્તાનની હાલની પરિસ્થિતિ યુદ્ધકાળ જેવી જ છે. દેશ દવાઓ, ખાદ્ય પદાર્થો અને પાણીની ગંભીર અછતનો સામનો કરી રહ્યો છે. એક સમયે બીજાં દેશોને લૂંટીને સમૃદ્ધ થયેલું અફઘાનિસ્તાન આજે પોતાની મૂળભૂત જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહ્યું છે, જે ખરેખર કરૂણ દૃશ્ય છે.

 

Leave a Reply

Your email address will not be published.