6 છગ્ગા અને 11 ચોગ્ગા… યુવરાજે રચ્યો ઈતિહાસ, વર્લ્ડ કપમાં સદી ફટકારનારો સૌથી યુવાન ખેલાડી બન્યો

Home » Latest Update » 6 છગ્ગા અને 11 ચોગ્ગા… યુવરાજે રચ્યો ઈતિહાસ, વર્લ્ડ કપમાં સદી ફટકારનારો સૌથી યુવાન ખેલાડી બન્યો
6-છગ્ગા-અને-11-ચોગ્ગા…-યુવરાજે-રચ્યો-ઈતિહાસ,-વર્લ્ડ-કપમાં-સદી-ફટકારનારો-સૌથી-યુવાન-ખેલાડી-બન્યો

T20 World Cup : ટી20 વર્લ્ડ કપ 2026માં કેનેડાના ઓપનિંગ બેટ્સમેન યુવરાજ સામરાએ ઐતિહાસિક સદી ફટકારી છે. ન્યૂઝીલેન્ડ સામેના ‘કરો અથવા મરો’ સમાન મુકાબલામાં તેણે માત્ર 65 બોલમાં 110 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેમાં 6 છગ્ગા અને 11 ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે જ યુવરાજ સામરા ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બની ગયો છે. રસપ્રદ વાત એ છે કે, યુવરાજ સામરાના પિતાએ તેનું નામ ભારતના દિગ્ગજ ક્રિકેટર યુવરાજ સિંહના નામ પરથી રાખ્યું હતું.

કેનેડાની મજબૂત શરૂઆત

ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં કેનેડાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. યુવરાજ સામરા અને કેપ્ટન દિલપ્રીત બાજવા વચ્ચે પ્રથમ વિકેટ માટે સદીની ભાગીદારી થઈ હતી. ટીમની પ્રથમ વિકેટ 116 રનના સ્કોર પર કેપ્ટનની પડી હતી. જેણે 39 બોલમાં 36 રન કર્યા હતા. ત્યારબાદ યુવરાજે પોતાની આક્રમક બેટિંગ ચાલુ રાખી સદી પૂર્ણ કરી હતી.

આ પણ વાંચો : પોલીસ તંત્રને કામે લગાડવાનો કારસો? ગુજરાતમાં એક બાદ એક 4 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ટી20 વર્લ્ડ કપ 2026નો સર્વોચ્ચ સ્કોર

ગઈકાલે રાત્રે પથુમ નિસાંકા આ વર્લ્ડ કપમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. આજે યુવરાજ સામરાએ પણ સદી ફટકારીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. તે એસોસિએટ નેશન તરફથી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ સાથે જ તે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીની સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગ રમનાર ખેલાડી પણ બની ગયો છે. કેનેડાએ નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા હતા.

કોણ છે યુવરાજ સામરા?

યુવરાજ સામરાનો જન્મ 29 સપ્ટેમ્બર, 2006ના રોજ થયો હતો. તે ડાબોડી બેટ્સમેન છે, જે કેનેડાની નેશનલ ટીમ માટે અત્યાર સુધી 8 વનડે અને 18 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. આ ઉપરાંત તેણે 10 લિસ્ટ-એ મેચોમાં 267 રન બનાવ્યા છે. તેના પિતાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમણે ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહની બેટિંગથી પ્રભાવિત થઈને પોતાના પુત્રનું નામ ‘યુવરાજ’ રાખ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.