Updated: Mar 14th, 2026
GS TEAM

BCCI Naman Awards Winners List : ભારતીય ક્રિકેટમાં વર્ષ દરમિયાન શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે BCCI દ્વારા ‘નમન એવોર્ડ્સ 2024-25’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ભારતીય ક્રિકેટના ‘ધ વોલ’ કહેવાતા રાહુલ દ્રવિડ અને પૂર્વ દિગ્ગજ રોઝર બિન્નીને પ્રતિષ્ઠિત ‘કર્નલ સી.કે. નાયડુ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ’ થી નવાજવામાં આવશે.
દ્રવિડ, બિન્ની અને મિતાલી રાજનું સન્માન
રોઝર બિન્ની: 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના હીરો અને BCCI ના પૂર્વ અધ્યક્ષ રોઝર બિન્નીને રમત અને વહીવટમાં તેમના યોગદાન બદલ સન્માનિત કરાશે.
રાહુલ દ્રવિડ: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 24,000 થી વધુ રન બનાવનાર અને ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ જીતાડનાર હેડ કોચ રાહુલ દ્રવિડને ખાસ સન્માન મળશે.
મિતાલી રાજ: મહિલા ક્રિકેટની ઓળખ બદલનાર પૂર્વ કેપ્ટન મિતાલી રાજને ‘BCCI લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ’ આપવામાં આવશે.
આ પણ વાંચો : T20 વર્લ્ડકપ: શુભમન ગિલની પોસ્ટથી વિવાદ! ફેન્સે પૂછ્યું- તને સંજૂથી વાંધો શું છે?
શુભમન ગિલ અને સ્મૃતિ મંધાનાનો દબદબો
યુવા બેટ્સમેન શુભમન ગિલને વર્ષ 2024-25 ના શ્રેષ્ઠ પુરુષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે ‘પોલી ઉમરીગર ટ્રોફી’ એનાયત કરવામાં આવશે. જ્યારે મહિલા વર્ગમાં સ્મૃતિ મંધાના શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જાહેર થઈ છે. હર્ષિત રાણા (પુરુષ) અને શ્રી ચરણી (મહિલા) ને બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યૂનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : T20 વર્લ્ડકપ: શુભમન ગિલની પોસ્ટથી વિવાદ! ફેન્સે પૂછ્યું- તને સંજૂથી વાંધો શું છે?
યુવા અને ઘરેલું પ્રતિભાઓ
જગમોહન દાલમિયા ટ્રોફી: શેફાલી વર્મા (સીનિયર મહિલા વનડે) અને ઈરા જાધવ (જૂનિયર).
માધવરાવ સિંધિયા પુરસ્કાર: રણજી ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ હર્ષ દુબે (એલીટ) અને સૌથી વધુ રન યશ રાઠોડે (એલીટ) નોંધાવી છે.
એમ.એ. ચિદમ્બરમ ટ્રોફી: કૂચ બિહાર અને સી.કે. નાયડુ ટ્રોફીમાં શાનદાર દેખાવ કરનાર વિક્કી ઓસ્તવાલ અને નિત્ય પંડ્યા જેવા ખેલાડીઓનું સન્માન થશે.
આ કાર્યક્રમમાં તાજેતરમાં ICC ટ્રોફી જીતનાર ભારતીય ટીમોનું પણ અભિવાદન કરવામાં આવશે. જોકે, આ વખતે વિજેતા ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલી, રોહિત શર્મા કે સૂર્યકુમાર યાદવના નામ સામેલ નથી.
| એવોર્ડનું નામ | વિજેતા ખેલાડી / એસોસિએશન |
| કર્નલ સી.કે. નાયડુ લાઈફટાઈમ અચીવમેન્ટ | રાહુલ દ્રવિડ અને રોઝર બિન્ની |
| BCCI લાઈફટાઈમ અચીવમેન્ટ (મહિલા) | મિતાલી રાજ |
| પોલી ઉમરીગર એવોર્ડ (શ્રેષ્ઠ પુરુષ ક્રિકેટર) | શુભમન ગિલ |
| શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર (મહિલા) | સ્મૃતિ મંધાના |
| શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ (પુરુષ/મહિલા) | હર્ષિત રાણા / શ્રી ચરણી |
| રણજી ટ્રોફીમાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડર | હર્ષ દુબે (વિદર્ભ) |
| લિમિટેડ ઓવર્સમાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડર | આયુષ મ્હાત્રે (મુંબઈ) |
| શ્રેષ્ઠ અમ્પાયર (ઘરેલું ક્રિકેટ) | ઉલ્હાસ ગાંઢે (વિદર્ભ) |
| શ્રેષ્ઠ ઘરેલું ક્રિકેટ એસોસિએશન | મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) |

Leave a Reply