IPLથી નિવૃત્તિ બાદ ટીમ ઈન્ડિયાનો હેડ કોચ બનશે ધોની? ગૌતમ ગંભીરે વ્યક્ત કરી ઈચ્છા

Home » Latest Update » IPLથી નિવૃત્તિ બાદ ટીમ ઈન્ડિયાનો હેડ કોચ બનશે ધોની? ગૌતમ ગંભીરે વ્યક્ત કરી ઈચ્છા
iplથી-નિવૃત્તિ-બાદ-ટીમ-ઈન્ડિયાનો-હેડ-કોચ-બનશે-ધોની?-ગૌતમ-ગંભીરે-વ્યક્ત-કરી-ઈચ્છા

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News

Google News

IPLથી નિવૃત્તિ બાદ ટીમ ઈન્ડિયાનો હેડ કોચ બનશે ધોની? ગૌતમ ગંભીરે વ્યક્ત કરી ઈચ્છા 1 - image

Gambhir Reaction Dhoni’s Comment: T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન ગૌતમ ગંભીરનો સંજીદા અંદાજ ચર્ચામાં રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો કહે છે કે, ભલે ટીમ ઈન્ડિયા જીતે કે હારે ગંભીર હંમેશા ગંભીર જ નજર આવે છે. વર્લ્ડ કપ ટ્રોફી ઉઠાવ્યા બાદ જ્યારે ગંભીરે જ્યારે સ્મિત કર્યું તો તેની ચારેય બાજુ ચર્ચા થઈ છે. અહીં સુધી કે એમએસ ધોનીએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર ગંભીરના સ્મિતનો વિશેષ ઉલ્લેખ કર્યો. ધોની T20 વર્લ્ડ કપની ફાઈનલ જોવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચ્યો હતો. ગંભીર પાસે જ્યારે તેના પર રિએક્શન માગવામાં આવ્યું તો તેણે પોતાની એક ખાસ ઈચ્છા વ્યક્ત કરી. ગંભીરની ઈચ્છા છે કે, એક દિવસ ધોની તેની જગ્યાએ હોય અને તે ધોનીની જગ્યાએ હોય, પછી તે પણ એ જ લખે. 

ગૌતમ ગંભીરે વ્યક્ત કરી ઈચ્છા

ગૌતમ ગંભીરને Revzsports કોન્કલેવ દરમિયાન ધોનીની પોસ્ટને લઈને સવાલ કરવામાં આવ્યો, તો ગંભીરે હંસતા-હંસતા કહ્યું કે, ‘ધોની વર્લ્ડ કપ ફાઈનલ જોવા આવ્યા એ ખૂબ સારું છે. મને હસવા માટે કહ્યું તે પણ સારું છે. હું ઈચ્છું છું કે, એક દિવસ તે મારી જગ્યાએ હોય અને હું તેની જગ્યાએ હોઉં અને હું પણ એ જ લખી શકું અને આશા છે કે તે ડગઆઉટમાંથી હસી શકે.’

તમને જણાવી દઈએ કે, ધોનીની પોસ્ટ અને તેના પર ગંભીરની કોમેન્ટ ખૂબ વાઈરલ થઈ હતી. ચાહકોને બંનેનો મૈત્રીપૂર્ણ અંદાજ ખૂબ પસંદ આવ્યો. છેલ્લા ઘણા વર્ષોથી એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે ગંભીર ધોનીને પસંદ નથી કરતો. પરંતુ આ સોશિયલ મીડિયા કોમેન્ટે આ દાવાને કેટલીક હદ સુધી ફગાવી દીધા. 

ગંભીર કેમ નથી હસતો?

ગૌતમ ગંભીરે થોડા દિવસ પહેલા એક ઈન્ટરવ્યુમાં ન હસવા પાછળનું કારણ જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, ‘જ્યારે કોઈ મોટી જવાબદારી હોય છે, ત્યારે વ્યક્તિ તે મુજબ વર્તે છે. કોચ બનવું પણ મુશ્કેલ છે. તેમને ટ્વીટ કરતા જોઈને આનંદ થયો. મને લાગે છે કે જ્યારે તમે ડગઆઉટમાં હોવ છો, ત્યારે ઘણું બધું દાવ પર લાગેલું હોય છે. ભારતીય ટીમ પાસેથી એટલી બધી અપેક્ષાઓ છે કે તમે ઈચ્છો તો પણ હસી શકતા નથી. આખરે હસવું કોને ન ગમે? તમે ક્યારેક હસી નથી શકતા, ખાસ કરીને જ્યારે તમે વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટ રમો છો.’

આ પણ વાંચો: સલમાનના પિતા સલીમ ખાનને હોસ્પિટલમાંથી રજા, બ્રેઈન હેમરેજ બાદ 1 મહિનો ચાલી સારવાર

ગંભીરે આગળ કહ્યું હતું કે, ‘ભારતમાં કમનસીબે હારનો કોઈ વિકલ્પ નથી. પણ હાર થઈ શકે છે. જો હાર કોઈ ઓપ્શન ન હોત, તો ભારત તમામ વર્લ્ડ કપ જીતી ગયું હોત, પણ એવું નથી થતું. આ ખેલ છે. તમે તમારું આખું જીવન કોઈને કોઈ વસ્તુ પર લગાવી દો છો, પરંતુ રિટર્નની કોઈ ગેરંટી નથી હોતી. આ કોઈ શેર માર્કેટ નથી જ્યાં તમે રોકાણ કરો છો, તમને કેટલું રિટર્ન મળશે? અહીં તમે આખા દોઢ વર્ષ સુધી સખત મહેનત કરો છો, રોકાણ કરો છો. પણ કોઈ ગેરંટી નહોતી કે આપણે આ વર્લ્ડ કપ જીતીશું.’

ગંભીર કોચ બન્યા બાદ ભારતે બે ICC ટ્રોફી જીતી છે. વર્ષ 2025માં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં સફળ રહ્યું હતું. બીજી તરફ આ વર્ષે  ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીત્યો છે.

Leave a Reply

Your email address will not be published.