Updated: Mar 17th, 2026
GS TEAM

IPL 2026, SRH: IPL 2026 પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ના ડ્રેસિંગ રૂમમાં એક મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક વિકેટકીપર-બેટ્સમેન ઇશાન કિશનને કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી શકે છે, કારણ કે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ ક્યારે ટીમમાં જોડાશે તે હજુ સ્પષ્ટ નથી.
અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે SRHનો કેપ્ટન
સૂત્રોના જણાવ્યા પ્રમાણે SRH મેનેજમેન્ટે આ મુદ્દે આંતરિક ચર્ચા કરી છે અને કિશનને સૌથી મજબૂત વિકલ્પ માનવામાં આવ્યો છે. જો કમિન્સ શરૂઆતની મેચો ચૂકી જાય છે, તો કિશન ટીમની કેપ્ટનશીપ સંભાળી શકે છે. રસપ્રદ વાત એ છે કે, આ સિઝનમાં અભિષેક શર્માને વાઈશ-કેપ્ટનની ભૂમિકા સોંપવામાં આવી શકે છે.
27 વર્ષીય કિશન હાલમાં પોતાના કરિયરના શ્રેષ્ઠ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તાજેતરમાં યોજાયેલા T20 વર્લ્ડ કપ 2026માં તેણે શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમ ઈન્ડિયા માટે હીરો તરીકે ઉભરી આવ્યો હતો. ટોપ ઓર્ડરથી લઈને નંબર 3 સુધી, તેણે દરેક ભૂમિકામાં પોતાને સાબિત કર્યો, ખાસ કરીને જ્યારે સંજુ સેમસનની વાપસી પછી બેટિંગ ઓર્ડરમાં ફેરફાર થયો.
IPL રેકોર્ડ
– IPLમાં કિશનનો રેકોર્ડ તેની વિસ્ફોટક બેટિંગનો પુરાવો છે.
– 119 મેચોમાં 2998 રન, એવરેજ: 29.10, સ્ટ્રાઈક રેટ: 137.64
– 1 સદી, 17 અડધી સદી, 288 ચોગ્ગા, 134 છગ્ગા
– વિકેટ પાછળ પણ યોગદાન- 59 કેચ અને 5 સ્ટમ્પિંગ
IPL 2025માં જ્યારે SRHએ તેને 11.25 કરોડમાં ખરીદ્યા, ત્યારે તેણે 14 મેચમાં 354 રન બનાવ્યા, જેમાં એક સદી અને એક અડધી સદી સામેલ હતી. તેનો સ્ટ્રાઈક રેટ 152.58 હતો, જે તેના આક્રમક અંદાજને દર્શાવે છે.
વર્લ્ડ કપ જીતમાં ભજવી મોટી ભૂમિકા
– T20 વર્લ્ડ કપ 2026માં કિશને ભારતની ટાઈટલ જીતમાં મહત્ત્વપૂર્મ ભૂમિકા ભજવી છે.
– 9 ઈનિંગ્સમાં 317 રન, એવરેજ: 35.22, સ્ટ્રાઈક રેટ: 193+
– 3 અડધી સદી (ફાઈનલમાં પણ એક)
– ફાઈનલમાં તેની ઈનિંગ્સે ભારતની જીતનો પાયો નાખ્યો અને તેને ટુર્નામેન્ટના સૌથી વિશ્વસનીય બેટ્સમેનોમાં સામેલ કરી દીધો.
આ પણ વાંચો: IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
જીત બાદ શું બોલ્યો ઈશાન કિશન?
ટાઈટલ જીત્યા બાદ કિશને કહ્યું કે, ‘ટીમની જીત આખા દેશ માટે ખાસ છે. અમે આવી જ રીતે રમતા રહેવા માગીએ છીએ અને જીતતા રહેવા માગીએ છીએ. મારું પ્રદર્શન યુવાઓ માટે પ્રેરણા બને, એ જ પ્રયાસ રહે છે.’
SRH માટે નવી શરૂઆત?
જો કિશનને કેપ્ટનશીપ મળે, તો તે SRH માટે એક એક નવી શરૂઆત સાબિત થઈ શકે છે. તેની આક્રમક બેટિંગ આત્મવિશ્વાસ અને તાજેતરનું ફોર્મ ટીમને એક અલગ ઓળખ આપી શકે છે.
હવે બધાની નજર કમિન્સ ક્યારે ટીમમાં જોડાય છે તેના પર છે, પરંતુ હાલમાં કિશન SRHની કમાન સંભાળવા માટે સંપૂર્ણપણે તૈયાર નજર આવી રહ્યો છે.

Leave a Reply