બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!

Home » Latest Update » બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
બુમરાહને-2-કરોડનો-ફટકો,-સવાલોના-ઘેરામાં-bcciની-કોન્ટ્રાક્ટ-સિસ્ટમ,-હવે-ભરપાઈ-કરવાનો-વારો!

Updated: Mar 18th, 2026

GS TEAM

Google News

Google News

બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો! 1 - image

Image Source: Twitter

BCCI: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એક નિર્ણયના કારણે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને 2 કરોડનો ફટકો લાગ્યો છે. BCCI એ ફેબ્રુઆરીમાં આ નિર્ણય લીધો હતો. આ નિર્ણય સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સાથે સંબંધિત છે, કારણ કે BCCIએ 2025-26ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનું એલાન કર્યું હતું તો તેમાં જસપ્રીત બુમરાહને ડિમોટ કરવામાં આવ્યો હતો. આમ BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ સવાલોના ઘેરામાં આવી ગઈ છે. 

A+ કેટેગરીમાં 4 ખેલાડીઓ સામેલ હતા

જસપ્રીત બુમરાહ ગત વખતે A+ કેટેગરીનો હિસ્સો હતો, પરંતુ નવા કોન્ટ્રાક્ટમાં તેને A કેટેગરીમાં નાખી દેવામાં આવ્યો છે. તેની પાછળનું કારણ એ હતું કે બોર્ડે A+ કેટેગરીને ખતમ કરી દીધી હતી. અગાઉના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ચાર ખેલાડીઓ A+ કેટેગરીમાં હતા. તેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહનું નામ સામેલ હતું. 

બુમરાહને 2 કરોડનો ફટકો

વિરાટ, રોહિત અને જાડેજાનું ડિમોશન તો વાજબી છે, કારણ કે વિરાટ અને રોહિત માત્ર એક જ ફોર્મેટમાં રમે છે, જ્યારે જાડેજા બે ફોર્મેટમાં ખેલાડી છે, પરંતુ જસપ્રીત બુમરાહ તો ત્રણેય ફોર્મેટમાં એક્ટિવ છે અને સતત રમી રહ્યો છે. આવી સ્થિતિમાં મોટો સવાલ એ છે કે શું આ ખેલાડી સાથે અન્યાય થયો છે અને તેને 2 કરોડ રૂપિયાનો ફટકો પણ લાગ્યો છે, કારણ કે A+ કેટેગરીમાં વાર્ષિક કોન્ટ્રાક્ટની રકમ 7 કરોડ હતી, જ્યારે A કેટેગરીમાં 5 કરોડ રૂપિયા છે. આમ, બુમરાહને 2 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, પરંતુ BCCIના એક અધિકારીએ જણાવ્યું છે કે, કોઈને કોઈ રીતે તેના આ નુકસાનની ભરપાઈ કરવામાં આવશે.

આ પણ વાંચો: ‘અમારી દીકરી પરત આપો…’, ચૌધરી સમાજનું મહા સંમેલન, પ્રેમ લગ્નને લઈને સર્જાયો વિવાદ

BCCI હવે નુકસાનનું વળતર ચૂકવવા અંગે વિચારણા કરી રહ્યું છે 

એક અહેવાલ પ્રમાણે BCCI હવે એ દિશામાં વિચારી રહ્યું છે કે બુમરાહને થયેલા નુકસાનનું વળતર કઈ રીતે ચૂકવી શકાય. તે સમજી શકાય કે તેની ફી 7 કરોડથી ઘટાડીને 5 કરોડ કરવી એ કેટલું ખોટું છે. અન્ય ખેલાડીઓ પણ છે જેમણે સારું પ્રદર્શન કરવા છતાં એક ગ્રેડ નીચે સરકી ગયા છે. કોન્ટ્રાક્ટની વેલ્યૂએશનમાં ફેરફાર થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.