SPORTS News - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/category/sports/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 26 Apr 2026 10:01:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png SPORTS News - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/category/sports/ 32 32 પંજાબ સરકારે હરભજન સિંહની સિક્યોરિટી પાછી ખેંચી, ઘરની બહારથી જવાનોનો પહેરો હટ્યો https://www.gujaratinside.com/2026/04/26/%e0%aa%aa%e0%aa%82%e0%aa%9c%e0%aa%be%e0%aa%ac-%e0%aa%b8%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%87-%e0%aa%b9%e0%aa%b0%e0%aa%ad%e0%aa%9c%e0%aa%a8-%e0%aa%b8%e0%aa%bf%e0%aa%82%e0%aa%b9%e0%aa%a8/ https://www.gujaratinside.com/2026/04/26/%e0%aa%aa%e0%aa%82%e0%aa%9c%e0%aa%be%e0%aa%ac-%e0%aa%b8%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%87-%e0%aa%b9%e0%aa%b0%e0%aa%ad%e0%aa%9c%e0%aa%a8-%e0%aa%b8%e0%aa%bf%e0%aa%82%e0%aa%b9%e0%aa%a8/#respond Sun, 26 Apr 2026 10:01:35 +0000 https://www.gujaratinside.com/2026/04/26/%e0%aa%aa%e0%aa%82%e0%aa%9c%e0%aa%be%e0%aa%ac-%e0%aa%b8%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%87-%e0%aa%b9%e0%aa%b0%e0%aa%ad%e0%aa%9c%e0%aa%a8-%e0%aa%b8%e0%aa%bf%e0%aa%82%e0%aa%b9%e0%aa%a8/ પંજાબ સરકારે હરભજન સિંહની સિક્યોરિટી પાછી ખેંચી, ઘરની બહારથી જવાનોનો પહેરો હટ્યો Updated: Apr 26th, 2026 GS TEAM Harbhajan Singh Security Withdraws By Punjab Government: આમ આદમી પાર્ટી (AAP)માં મોટા ભંગાણ વચ્ચે પંજાબની ભગવંત માન સરકારે પૂર્વ ક્રિકેટર અને રાજ્યસભા સાંસદ હરભજન સિંહની સિક્યોરિટી પાછી ખેંચી લીધી છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે...

The post પંજાબ સરકારે હરભજન સિંહની સિક્યોરિટી પાછી ખેંચી, ઘરની બહારથી જવાનોનો પહેરો હટ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>

પંજાબ સરકારે હરભજન સિંહની સિક્યોરિટી પાછી ખેંચી, ઘરની બહારથી જવાનોનો પહેરો હટ્યો

Updated: Apr 26th, 2026

GS TEAM

Google News

Google News

પંજાબ સરકારે હરભજન સિંહની સિક્યોરિટી પાછી ખેંચી, ઘરની બહારથી જવાનોનો પહેરો હટ્યો 1 - image

Harbhajan Singh Security Withdraws By Punjab Government: આમ આદમી પાર્ટી (AAP)માં મોટા ભંગાણ વચ્ચે પંજાબની ભગવંત માન સરકારે પૂર્વ ક્રિકેટર અને રાજ્યસભા સાંસદ હરભજન સિંહની સિક્યોરિટી પાછી ખેંચી લીધી છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે એવી ચર્ચાઓ જોર પકડ્યું છે કે ‘ટર્બનેટર’ ટૂંક સમયમાં જ AAPને અલવિદા કહીને કેસરીયો ધારણ કરી શકે છે.

પંજાબ સરકારે હરભજન સિંહની સિક્યોરિટી પાછી ખેંચી

હરભજન સિંહના અંગત સચિવ (PA) મનદીપ સિંહે જણાવ્યું કે, પંજાબ સરકારે અચાનક કાર્યવાહી કરતા તેમની સંપૂર્ણ પોલીસ સિક્યોરિટી પાછી ખેંચી લીધી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે હરભજન સિંહના નિવાસસ્થાનની બહાર તહેનાત અંદાજે 9 થી 10 જવાનોનો પહેરો હટાવી દેવામાં આવ્યા છે અને તેમને ફાળવવામાં આવેલી સરકારી પાયલટ કાર પણ પાછી લઈ લેવામાં આવી છે.

આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ

આ સમગ્ર ઘટનાક્રમનાં મૂળિયા એ દાવામાં છુપાયેલા છે જે તાજેતરમાં જ ભાજપમાં સામેલ થયેલા રાઘવ ચઢ્ઢાએ કર્યા છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીના 10 રાજ્યસભા સાંસદોમાંથી 7 સાંસદો પાર્ટી છોડી રહ્યા છે અને ભાજપના સંપર્કમાં છે. આ 7 સંભવિત ચહેરાઓમાં હરભજન સિંહનું નામ પ્રમુખતાથી લેવામાં આવી રહ્યું છે. જોકે, હરભજન સિંહે આ પક્ષપલટા અંગે અત્યાર સુધી મૌન સાધ્યું છે, પરંતુ સુરક્ષા પરત ખેંચી લેવી એ સરકારની નારાજગીનો સ્પષ્ટ સંકેત માનવામાં આવી રહ્યો છે.

હરભજન સિંહના ઘરની બહાર લખાયું ‘ગદ્દાર’

આ પહેલા શનિવારે હરભજન સિંહના નિવાસસ્થાનની બહાર કાળા રંગથી ‘પંજાબનો ગદ્દાર’ લખવામાં આવ્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થયો છે, જેમાં કેટલાક લોકો બ્લેક સ્પ્રે પેન્ટથી ‘ગદ્દાર’ લખી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે પોલીસ ત્યાં જ હાજર હોવા છતાં તેઓને રોકવાનો કે હટાવવાનો કોઈ ખાસ પ્રયાસ નહોતો કર્યો. 

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન

શનિવારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાર્ટી છોડનારા સાંસદો પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમને ‘ગદ્દાર’ ગણાવ્યા હતા. ચંદીગઢમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘આ નેતાઓએ માત્ર પાર્ટીના જ નહીં, પરંતુ પંજાબના લોકોના વિશ્વાસને પણ ઠેસ પહોંચાડી છે.’

આ પણ વાંચો: પંજાબમાં પક્ષપલટા પર સંગ્રામ: હરભજન સિંહના ઘરની બહાર લખાયું ‘ગદ્દાર’, CM ભગવંત માને ભાજપની ઝાટકણી કાઢી

ભગવંત માનના ભાજપ પર પ્રહાર

ભગવંત માને આરોપ લગાવ્યો છે કે, ‘ભાજપને પંજાબ અને પંજાબીઓ સાથે સમસ્યા છે. ભાજપ પંજાબના લોકોના હિતમાં હોય તેવી કોઈપણ બાબતમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કરે છે. આમ આદમી પાર્ટી કોઈ એક વ્યક્તિ કરતાં મોટી છે અને કેટલાક લોકોના જવાથી પાર્ટી કે પંજાબના રાજકારણ પર કોઈ ખાસ અસર નહીં પડશે.’

The post પંજાબ સરકારે હરભજન સિંહની સિક્યોરિટી પાછી ખેંચી, ઘરની બહારથી જવાનોનો પહેરો હટ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2026/04/26/%e0%aa%aa%e0%aa%82%e0%aa%9c%e0%aa%be%e0%aa%ac-%e0%aa%b8%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%87-%e0%aa%b9%e0%aa%b0%e0%aa%ad%e0%aa%9c%e0%aa%a8-%e0%aa%b8%e0%aa%bf%e0%aa%82%e0%aa%b9%e0%aa%a8/feed/ 0
રાજસ્થાન રોયલ્સને મોટો ઝટકો, વૈભવ સૂર્યવંશી ઈન્જર્ડ, આગામી મેચ રમવા પર સસ્પેન્સ https://www.gujaratinside.com/2026/04/26/%e0%aa%b0%e0%aa%be%e0%aa%9c%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a5%e0%aa%be%e0%aa%a8-%e0%aa%b0%e0%ab%8b%e0%aa%af%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b8%e0%aa%a8%e0%ab%87-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%9f%e0%ab%8b-%e0%aa%9d/ https://www.gujaratinside.com/2026/04/26/%e0%aa%b0%e0%aa%be%e0%aa%9c%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a5%e0%aa%be%e0%aa%a8-%e0%aa%b0%e0%ab%8b%e0%aa%af%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b8%e0%aa%a8%e0%ab%87-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%9f%e0%ab%8b-%e0%aa%9d/#respond Sun, 26 Apr 2026 10:01:34 +0000 https://www.gujaratinside.com/2026/04/26/%e0%aa%b0%e0%aa%be%e0%aa%9c%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a5%e0%aa%be%e0%aa%a8-%e0%aa%b0%e0%ab%8b%e0%aa%af%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b8%e0%aa%a8%e0%ab%87-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%9f%e0%ab%8b-%e0%aa%9d/ રાજસ્થાન રોયલ્સને મોટો ઝટકો, વૈભવ સૂર્યવંશી ઈન્જર્ડ, આગામી મેચ રમવા પર સસ્પેન્સ Updated: Apr 26th, 2026 GS TEAM Vaibhav Suryavanshi Hamstring Injury Update: આઈપીએલ 2026 માં રાજસ્થાન રોયલ્સ (RR) માટે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીની ફિટનેસને લઈને ચિંતાના વાદળો છવાયા છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં તોફાની સદી ફટકાર્યા બાદ, ફિલ્ડિંગ દરમિયાન...

The post રાજસ્થાન રોયલ્સને મોટો ઝટકો, વૈભવ સૂર્યવંશી ઈન્જર્ડ, આગામી મેચ રમવા પર સસ્પેન્સ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>

રાજસ્થાન રોયલ્સને મોટો ઝટકો, વૈભવ સૂર્યવંશી ઈન્જર્ડ, આગામી મેચ રમવા પર સસ્પેન્સ

Updated: Apr 26th, 2026

GS TEAM

Google News

Google News

રાજસ્થાન રોયલ્સને મોટો ઝટકો, વૈભવ સૂર્યવંશી ઈન્જર્ડ, આગામી મેચ રમવા પર સસ્પેન્સ 1 - image

Vaibhav Suryavanshi Hamstring Injury Update: આઈપીએલ 2026 માં રાજસ્થાન રોયલ્સ (RR) માટે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીની ફિટનેસને લઈને ચિંતાના વાદળો છવાયા છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં તોફાની સદી ફટકાર્યા બાદ, ફિલ્ડિંગ દરમિયાન વૈભવને હેમસ્ટ્રિંગની તકલીફ થતા તે મેદાનની બહાર જતો રહ્યો હતો.

શું છે ઈજાની સ્થિતિ?

મેચના ત્રીજા ઓવર દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે વૈભવને હેમસ્ટ્રિંગમાં ખેંચાણ અનુભવાયું હતું. તે લંગડાતા ચાલતો જોવા મળ્યો અને ફિઝિયોની મદદથી મેદાનની બહાર જવું પડ્યું હતું. બેટિંગ કોચ વિક્રમ રાઠોરે રાહત આપતા જણાવ્યું કે, વૈભવની ઈજા હાલ ગંભીર જણાતી નથી, પરંતુ તેની સંપૂર્ણ સ્થિતિ આગામી એક-બે દિવસમાં સ્પષ્ટ થશે.

PBKS સામેની મેચમાં રમશે કે નહીં?

રાજસ્થાન માટે ચિંતાની વાત એ છે કે, 28 એપ્રિલે તેમનો સામનો અત્યારે અજેય ફોર્મમાં રહેલી પંજાબ કિંગ્સ (PBKS) સામે છે. પંજાબ સતત 6 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. જો વૈભવ ફિટ નહીં થાય તો રાજસ્થાને પોતાના ઓપનિંગ કોમ્બિનેશનમાં ફેરફાર કરવો પડશે.

આ પણ વાંચો: દિલ્હી એરપોર્ટ પર 232 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા, વિમાનનું લેન્ડિંગ ગિયર ફેલ થતાં આગ

વૈભવની જગ્યાએ કોણ લેશે એન્ટ્રી?

જો વૈભવ સૂર્યવંશી પંજાબ સામેની મેચ ગુમાવે છે, તો ટીમ પાસે બે મુખ્ય વિકલ્પો છે. 

1. અમન રાવ પેરાલા – 21 વર્ષીય અમન રાવ ડેબ્યૂ કરી શકે છે. વિજય હજારે ટ્રોફીમાં બેવડી સદી ફટકારી ચૂકેલા અમન પાસે 162 નો શાનદાર સ્ટ્રાઈક રેટ છે.

2. લુઆન-ડ્રે પ્રિટોરિયસ – જો ટીમ વિદેશી ખેલાડીને ઓપનિંગમાં લાવવા માંગતી હોય, તો પ્રિટોરિયસને મોકો મળી શકે છે, પણ તેના માટે શિમરોન હેટમાયરને ટીમમાંથી બહાર બેસાડવો પડી શકે છે.

વૈભવ ટીમ માટે ખુબ જ મહત્વપુર્ણ

રાજસ્થાન રોયલ્સ માટે આ મેચ જીતવી અનિવાર્ય છે, કારણ કે હૈદરાબાદ સામે 229 રન બનાવ્યા હોવા છતાં ટીમ તેનો બચાવ કરી શકી નહોતી. હવે જોવાનું એ રહેશે કે શું યુવા વૈભવ સમયસર રિકવર થઈને મેદાનમાં પરત ફરે છે કે નહીં.

The post રાજસ્થાન રોયલ્સને મોટો ઝટકો, વૈભવ સૂર્યવંશી ઈન્જર્ડ, આગામી મેચ રમવા પર સસ્પેન્સ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2026/04/26/%e0%aa%b0%e0%aa%be%e0%aa%9c%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a5%e0%aa%be%e0%aa%a8-%e0%aa%b0%e0%ab%8b%e0%aa%af%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b8%e0%aa%a8%e0%ab%87-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%9f%e0%ab%8b-%e0%aa%9d/feed/ 0
VIDEO : તોફાની સદી ફટકાર્યા બાદ વૈભવ સૂર્યવંશીની સેલિબ્રેશન સ્ટાઈલે લોકોને કર્યા આકર્ષિત https://www.gujaratinside.com/2026/04/26/video-%e0%aa%a4%e0%ab%8b%e0%aa%ab%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b8%e0%aa%a6%e0%ab%80-%e0%aa%ab%e0%aa%9f%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%af%e0%aa%be-%e0%aa%ac%e0%aa%be%e0%aa%a6/ https://www.gujaratinside.com/2026/04/26/video-%e0%aa%a4%e0%ab%8b%e0%aa%ab%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b8%e0%aa%a6%e0%ab%80-%e0%aa%ab%e0%aa%9f%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%af%e0%aa%be-%e0%aa%ac%e0%aa%be%e0%aa%a6/#respond Sun, 26 Apr 2026 10:01:33 +0000 https://www.gujaratinside.com/2026/04/26/video-%e0%aa%a4%e0%ab%8b%e0%aa%ab%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b8%e0%aa%a6%e0%ab%80-%e0%aa%ab%e0%aa%9f%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%af%e0%aa%be-%e0%aa%ac%e0%aa%be%e0%aa%a6/ Updated: Apr 26th, 2026 GS TEAM Vaibhav Suryavanshi IPL 2026 Century: ક્રિકેટના મેદાન પર જ્યારે હુનર અને હોસલો ભેગા થાય છે, ત્યારે માત્ર રન નથી બનતા, ઇતિહાસ રચાય છે. આઈપીએલ 2026માં શનિવારનો દિવસ વૈભવ સૂર્યવંશીના નામે રહ્યો. પોતાની વિસ્ફોટક બેટિંગથી સદી ફટકાર્યા બાદ વૈભવે જે રીતે ઉજવણી કરી, તેણે કરોડો ક્રિકેટ પ્રેમીઓના દિલ જીતી લીધા...

The post VIDEO : તોફાની સદી ફટકાર્યા બાદ વૈભવ સૂર્યવંશીની સેલિબ્રેશન સ્ટાઈલે લોકોને કર્યા આકર્ષિત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>

Updated: Apr 26th, 2026

GS TEAM

Google News

Google News

VIDEO : તોફાની સદી ફટકાર્યા બાદ વૈભવ સૂર્યવંશીની સેલિબ્રેશન સ્ટાઈલે લોકોને કર્યા આકર્ષિત 1 - image

Vaibhav Suryavanshi IPL 2026 Century: ક્રિકેટના મેદાન પર જ્યારે હુનર અને હોસલો ભેગા થાય છે, ત્યારે માત્ર રન નથી બનતા, ઇતિહાસ રચાય છે. આઈપીએલ 2026માં શનિવારનો દિવસ વૈભવ સૂર્યવંશીના નામે રહ્યો. પોતાની વિસ્ફોટક બેટિંગથી સદી ફટકાર્યા બાદ વૈભવે જે રીતે ઉજવણી કરી, તેણે કરોડો ક્રિકેટ પ્રેમીઓના દિલ જીતી લીધા છે. સોશિયલ મીડિયા પર અત્યારે તેના હાર્ટ અને સેલ્યુટ સેલિબ્રેશનની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે.

પહેલા જ બોલથી આક્રમક અંદાજ

મેચની શરૂઆતથી જ વૈભવના ઈરાદા સ્પષ્ટ હતા. મેદાનની ચારેબાજુ આકર્ષક શોટ્સ ફટકારીને તેણે સાબિત કરી દીધું કે, શા માટે તેને ભારતીય ક્રિકેટનો આગામી સુપરસ્ટાર માનવામાં આવે છે. જ્યાં અનુભવી બેટ્સમેનો સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યાં વૈભવે નીડરતાથી બોલરો પર પ્રભુત્વ જમાવ્યું હતું.

સદી સાથે આપ્યો ખાસ સંદેશ

એક સુંદર કવર ડ્રાઈવ સાથે જ્યારે વૈભવે પોતાની સદી પૂરી કરી, ત્યારે આખું સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું હતું. આ માત્ર 100 રન નહોતા, પણ તેની સખત મહેનત અને મોટા મંચ પર પોતાને સાબિત કરવાનો પુરાવો હતો.

આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજની ચૂંટણી LIVE : 1 કલાકમાં સરેરાશ 5% મતદાન, ગોધરામાં મતદાન મથકે આગ, અનેક જગ્યાએ EVM ખોટકાયાં

દિલ જીતી લેનારું હાર્ટ સેલિબ્રેશન

સદી પૂરી કર્યા બાદ વૈભવે હેલ્મેટ ઉતાર્યું અને બંને હાથે હવામાં હાર્ટ બનાવ્યું. આ ઈશારો તેના એ ફેન્સ માટે હતો જેમણે દરેક મુશ્કેલ સમયમાં તેને સપોર્ટ કર્યો છે. આ સેલિબ્રેશન દર્શાવે છે કે વૈભવ માત્ર પોતાના માટે નહીં, પણ તેને ચાહનારા લોકોના પ્રેમ માટે રમે છે.

સેલ્યુટમાં દેખાયા સંસ્કાર અને સન્માન

હાર્ટ સેલિબ્રેશન બાદ વૈભવે ગર્વ સાથે સેલ્યુટ કરી હતી. આ સલામી તેના માતા-પિતા, કોચ અને તે તમામ લોકો માટે હતી જેમણે તેને આ મુકામ સુધી પહોંચાડવામાં મદદ કરી છે. મેદાન પર હાજર સિનિયર ખેલાડીઓએ પણ વૈભવની આ વિનમ્રતા અને શિસ્તના વખાણ કર્યા હતા.

દિગ્ગજો પણ થયા પ્રભાવિત

કમેન્ટ્રી બોક્સમાં બેઠેલા નિષ્ણાતોએ જણાવ્યું કે, આટલી નાની ઉંમરે આવો સંયમ અને ભાવનાત્મક સંતુલન બહુ ઓછા ખેલાડીઓમાં જોવા મળે છે. વિરોધી ટીમના ખેલાડીઓએ પણ આગળ આવીને વૈભવની પીઠ થાબડી હતી. આજના આક્રમક સેલિબ્રેશનના યુગમાં, વૈભવ સૂર્યવંશીનું આ સાદગીભર્યું હાર્ટ અને સેલ્યુટ સેલિબ્રેશન રમતગમત જગતમાં એક ઊંડો સંદેશ આપી ગયું છે.

The post VIDEO : તોફાની સદી ફટકાર્યા બાદ વૈભવ સૂર્યવંશીની સેલિબ્રેશન સ્ટાઈલે લોકોને કર્યા આકર્ષિત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2026/04/26/video-%e0%aa%a4%e0%ab%8b%e0%aa%ab%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b8%e0%aa%a6%e0%ab%80-%e0%aa%ab%e0%aa%9f%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%af%e0%aa%be-%e0%aa%ac%e0%aa%be%e0%aa%a6/feed/ 0
પંજાબે દિલ્હીએ બનાવેલો સૌથી મોટો સ્કોર ચેજ કરી ઈતિહાસ રચ્યો, કેએલ રાહુલના 152 રન એળે ગયા https://www.gujaratinside.com/2026/04/25/%e0%aa%aa%e0%aa%82%e0%aa%9c%e0%aa%be%e0%aa%ac%e0%ab%87-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b9%e0%ab%80%e0%aa%8f-%e0%aa%ac%e0%aa%a8%e0%aa%be%e0%aa%b5%e0%ab%87%e0%aa%b2%e0%ab%8b-%e0%aa%b8/ https://www.gujaratinside.com/2026/04/25/%e0%aa%aa%e0%aa%82%e0%aa%9c%e0%aa%be%e0%aa%ac%e0%ab%87-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b9%e0%ab%80%e0%aa%8f-%e0%aa%ac%e0%aa%a8%e0%aa%be%e0%aa%b5%e0%ab%87%e0%aa%b2%e0%ab%8b-%e0%aa%b8/#respond Sat, 25 Apr 2026 17:04:10 +0000 https://www.gujaratinside.com/2026/04/25/%e0%aa%aa%e0%aa%82%e0%aa%9c%e0%aa%be%e0%aa%ac%e0%ab%87-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b9%e0%ab%80%e0%aa%8f-%e0%aa%ac%e0%aa%a8%e0%aa%be%e0%aa%b5%e0%ab%87%e0%aa%b2%e0%ab%8b-%e0%aa%b8/ DC vs PBKS : આઈપીએલ 2026નો 35મો મુકાબલો શનિવારે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયો હતો. આ મુકાબલામાં પંજાબની ટીમે ઈતિહાસ રચતા આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો રન ચેઝ કર્યો હતો. દિલ્હીએ પહેલા બેટિંગ કરતા કેએલ રાહુલની સદીના દમ પર 264 રન બનાવ્યા હતા. પરંતુ પંજાબે આ મેચ એક ઓવર બાકી હતી ત્યારે જ જીતી લીધી...

The post પંજાબે દિલ્હીએ બનાવેલો સૌથી મોટો સ્કોર ચેજ કરી ઈતિહાસ રચ્યો, કેએલ રાહુલના 152 રન એળે ગયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>

DC vs PBKS : આઈપીએલ 2026નો 35મો મુકાબલો શનિવારે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયો હતો. આ મુકાબલામાં પંજાબની ટીમે ઈતિહાસ રચતા આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો રન ચેઝ કર્યો હતો. દિલ્હીએ પહેલા બેટિંગ કરતા કેએલ રાહુલની સદીના દમ પર 264 રન બનાવ્યા હતા. પરંતુ પંજાબે આ મેચ એક ઓવર બાકી હતી ત્યારે જ જીતી લીધી હતી. આ મુકાબલો નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયો હતો, જ્યાં ટોસ જીતીને દિલ્હીની ટીમે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કેએલ રાહુલની તોફાની 152 રનની ઈનિંગના દમ પર દિલ્હીએ 264 રન બનાવ્યા હતા, પરંતુ પંજાબે તેને પણ ચેઝ કરી લીધો હતો.

પંજાબનો ઐતિહાસિક રન ચેઝ

265 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબની શરૂઆત ખૂબ જ શાનદાર રહી હતી. પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહે તાબડતોડ બેટિંગ કરી હતી. 7મી ઓવરમાં જ્યારે પ્રિયાંશની વિકેટ પડી ત્યારે પંજાબનો સ્કોર 126 રન થઈ ગયો હતો. પ્રિયાંશએ 17 બોલમાં 43 રન બનાવ્યા હતા. બીજી તરફ પ્રભસિમરનનું તોફાન ચાલુ રહ્યું હતું. ત્યારબાદ 8મી ઓવરમાં પ્રભસિમરન સિંહ પોતાની વિકેટ ગુમાવી બેઠા હતા. પ્રભસિમરન સિંહના બેટથી 26 બોલમાં 76 રન આવ્યા હતા. પોતાની ઈનિંગમાં પ્રભસિમરન સિંહે 9 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.

પંજાબ પોઈન્ટ ટેબલમાં ટોપ પર

ત્યારબાદ નેહાલ વઢેરા અને શ્રેયસ અય્યર વચ્ચે 56 રનની સારી ભાગીદારી થઈ હતી. પરંતુ 15મી ઓવરમાં નેહાલ પોતાની વિકેટ ગુમાવી બેઠા હતા, તેમણે 15 બોલમાં 25 રન બનાવ્યા હતા. ત્યારબાદ શ્રેયસ અય્યરે મોરચો સંભાળ્યો અને 36 બોલમાં અણનમ 71 રનની ઈનિંગ રમી હતી. પોતાની ઈનિંગમાં અય્યરે 7 છગ્ગા અને 3 ચોગ્ગા લગાવ્યા હતા. જેના દમ પર પંજાબે આ મેચ 7 બોલ બાકી હતા ત્યારે જ જીતી લીધી હતી. પંજાબ આ ટુર્નામેન્ટમાં અજેય રહી છે અને પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.

દિલ્હીની બેટિંગમાં કેએલ રાહુલનું તોફાન

પહેલા બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી માટે ઈનિંગની શરૂઆત કેએલ રાહુલ અને પથુમ નિસાંકાએ કરી હતી. પરંતુ આ મેચમાં પણ નિસાંકા ફ્લોપ રહ્યો અને માત્ર 11 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જોકે, ત્યારબાદ કેએલ રાહુલ અને નીતીશ રાણાએ તોફાની બેટિંગ કરી હતી. બંનેએ છગ્ગા-ચોગ્ગાનો વરસાદ કર્યો હતો. કેએલ રાહુલે 15મી ઓવરમાં માત્ર 47 બોલમાં સદી ફટકારી હતી.

રાણા-રાહુલ વચ્ચે 220 રનની ભાગીદારી

નીતીશ રાણા અને કેએલ રાહુલ વચ્ચે 95 બોલમાં 220 રનની ભાગીદારી થઈ હતી. રાણાએ 44 બોલમાં 91 રન બનાવ્યા હતા. પોતાની ઈનિંગમાં નીતીશ રાણાએ 11 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. પરંતુ કેએલ રાહુલ એક છેડે ટકી રહ્યો હતો. કેએલ રાહુલે 67 બોલમાં અણનમ 152 રનની ઈનિંગ રમી હતી, જેના દમ પર દિલ્હીએ 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 264 રન બનાવ્યા હતા. પોતાની ઈનિંગમાં કેએલ રાહુલે 16 ચોગ્ગા અને 9 છગ્ગા ઝીંક્યા હતા.

મેચમાં ઈતિહાસ રચાવાની સાથે અનેક રેકોર્ડ સર્જાયા

આઈપીએલ-2026માં આજે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં ઈતિહાસ રચાવાની સાથે અનેક રેકોર્ડ સર્જાયા છે. દિલ્હીએ 20 ઓવરમાં બે વિકેટે 264 રન નોંધાવ્યા હતા, જે આ આઈપીએલ સિઝનનો સૌથી મોટો સ્કોર હતો, ત્યારે પંજાબે આ સ્કોર ચેજ કરીને રેકોર્ડ નોંધાવ્યો છે. પંજાબે 18.5 ઓવરમાં પાંચ વિકેટે 265 રન કરીને ભવ્ય વિજય મેળવ્યો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, દિલ્હી કેપિટલ્સનો પોતાનો આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર હતો. 

દિલ્હી કેપિટલ્સની ઈનિંગ

પંજાબે દિલ્હીએ બનાવેલો સૌથી મોટો સ્કોર ચેજ કરી ઈતિહાસ રચ્યો, કેએલ રાહુલના 152 રન એળે ગયા 2 - image

પંજાબ કિંગ્સની પ્લેઈંગ 11

પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, કૂપર કોનોલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો જેનસન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશાખ, અર્શદીપ સિંહ, યુજવેન્દ્ર ચહલ

દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ 11

કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, સમીર રિઝવી, અક્ષર પટેલ (કેપ્ટન), નીતીશ રાણા, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, લુંગી એનગીડી, કુલદીપ યાદવ, ટી. નટરાજન, મુકેશ કુમાર

The post પંજાબે દિલ્હીએ બનાવેલો સૌથી મોટો સ્કોર ચેજ કરી ઈતિહાસ રચ્યો, કેએલ રાહુલના 152 રન એળે ગયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2026/04/25/%e0%aa%aa%e0%aa%82%e0%aa%9c%e0%aa%be%e0%aa%ac%e0%ab%87-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b9%e0%ab%80%e0%aa%8f-%e0%aa%ac%e0%aa%a8%e0%aa%be%e0%aa%b5%e0%ab%87%e0%aa%b2%e0%ab%8b-%e0%aa%b8/feed/ 0
IPL મેચમાં દુર્ઘટના, દિલ્હીનો સ્ટાર બોલર એન્ગિડી ગંભીર રીતે ઈજાગ્રસ્ત, એમ્બ્યુલન્સ મેદાનમાં બોલાવવી પડી https://www.gujaratinside.com/2026/04/25/ipl-%e0%aa%ae%e0%ab%87%e0%aa%9a%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%a6%e0%ab%81%e0%aa%b0%e0%ab%8d%e0%aa%98%e0%aa%9f%e0%aa%a8%e0%aa%be-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b9%e0%ab%80%e0%aa%a8/ https://www.gujaratinside.com/2026/04/25/ipl-%e0%aa%ae%e0%ab%87%e0%aa%9a%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%a6%e0%ab%81%e0%aa%b0%e0%ab%8d%e0%aa%98%e0%aa%9f%e0%aa%a8%e0%aa%be-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b9%e0%ab%80%e0%aa%a8/#respond Sat, 25 Apr 2026 17:04:09 +0000 https://www.gujaratinside.com/2026/04/25/ipl-%e0%aa%ae%e0%ab%87%e0%aa%9a%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%a6%e0%ab%81%e0%aa%b0%e0%ab%8d%e0%aa%98%e0%aa%9f%e0%aa%a8%e0%aa%be-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b9%e0%ab%80%e0%aa%a8/ Image Source: IANS IPL 2026: નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આજે (શનિવાર, 25 એપ્રિલ) દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહેલી મેચ દરમિયાન એક દુર્ઘટના બની છે. દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર લુન્ગી એન્ગિડીને ગંભીર ઈજા પહોંચી છે. તેને ઈજા પહોંચતા એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે લઈ જવાયો છે. આ ઘટના પંજાબ કિંગ્સની ઇનિંગની શરૂઆતમાં બની...

The post IPL મેચમાં દુર્ઘટના, દિલ્હીનો સ્ટાર બોલર એન્ગિડી ગંભીર રીતે ઈજાગ્રસ્ત, એમ્બ્યુલન્સ મેદાનમાં બોલાવવી પડી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>

Image Source: IANS

IPL 2026: નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આજે (શનિવાર, 25 એપ્રિલ) દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહેલી મેચ દરમિયાન એક દુર્ઘટના બની છે. દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર લુન્ગી એન્ગિડીને ગંભીર ઈજા પહોંચી છે. તેને ઈજા પહોંચતા એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે લઈ જવાયો છે. આ ઘટના પંજાબ કિંગ્સની ઇનિંગની શરૂઆતમાં બની હતી, જ્યારે કેચ પકડવા જતા સમયે ભયાનક રીતે નીચે પડકાયો હતો અને તેને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારે તે તેઓ મેદાન પર જ પડી રહ્યો હતો.

ઘટના બાદ તરત જ બંને ટીમના ખેલાડીઓએ મેડિકલ સહાય માટે ઈશારો કર્યો હતો. સ્ટેડિયમમાં હાજર હજારો પ્રેક્ષકો વચ્ચે અચાનક સન્નાટો છવાઈ ગયો હતો અને મેચ થોડા સમય માટે રોકવી પડી હતી. જે મેચ સામાન્ય ઉત્સાહ સાથે આગળ વધી રહી હતી, તે ક્ષણભરમાં ચિંતાના વાતાવરણમાં ફેરવાઈ ગઈ હતી.

મેડિકલ ટીમે તાત્કાલિક મેદાન પર પહોંચીને એન્ગિડીની તપાસ કરી હતી. તેમની સ્થિતિ જોતા પહેલા સ્ટ્રેચર મંગાવવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં એમ્બ્યુલન્સને સીધી મેદાનની અંદર બોલાવવી પડી હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

The post IPL મેચમાં દુર્ઘટના, દિલ્હીનો સ્ટાર બોલર એન્ગિડી ગંભીર રીતે ઈજાગ્રસ્ત, એમ્બ્યુલન્સ મેદાનમાં બોલાવવી પડી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2026/04/25/ipl-%e0%aa%ae%e0%ab%87%e0%aa%9a%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%a6%e0%ab%81%e0%aa%b0%e0%ab%8d%e0%aa%98%e0%aa%9f%e0%aa%a8%e0%aa%be-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b9%e0%ab%80%e0%aa%a8/feed/ 0
DC vs PBKS: 16 ચોગ્ગા, 9 છગ્ગા અને અણનમ 152 રન… કેએલ રાહુલે IPLમાં અનેક દિગ્ગજોના રેકોર્ડ તોડ્યા https://www.gujaratinside.com/2026/04/25/dc-vs-pbks-16-%e0%aa%9a%e0%ab%8b%e0%aa%97%e0%ab%8d%e0%aa%97%e0%aa%be-9-%e0%aa%9b%e0%aa%97%e0%ab%8d%e0%aa%97%e0%aa%be-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%85%e0%aa%a3%e0%aa%a8%e0%aa%ae-152-%e0%aa%b0/ https://www.gujaratinside.com/2026/04/25/dc-vs-pbks-16-%e0%aa%9a%e0%ab%8b%e0%aa%97%e0%ab%8d%e0%aa%97%e0%aa%be-9-%e0%aa%9b%e0%aa%97%e0%ab%8d%e0%aa%97%e0%aa%be-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%85%e0%aa%a3%e0%aa%a8%e0%aa%ae-152-%e0%aa%b0/#respond Sat, 25 Apr 2026 17:04:08 +0000 https://www.gujaratinside.com/2026/04/25/dc-vs-pbks-16-%e0%aa%9a%e0%ab%8b%e0%aa%97%e0%ab%8d%e0%aa%97%e0%aa%be-9-%e0%aa%9b%e0%aa%97%e0%ab%8d%e0%aa%97%e0%aa%be-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%85%e0%aa%a3%e0%aa%a8%e0%aa%ae-152-%e0%aa%b0/ DC vs PBKS: શનિવારે પંજાબ કિંગ્સ સામે દિલ્હી કેપિટલ્સ તરફથી કેએલ રાહુલે ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. તેણે ફક્ત 47 બોલમાં પોતાની છઠ્ઠી IPL સદી પૂરી કરી છે. આ સદી સાથે રાહુલ આ અઠવાડિયે IPLમાં સદીની હેટ્રિક સાથે સૌથી વધુ રન બનાવનારો 5મો ખેલાડી બન્યો છે. તેનું આ પ્રદર્શન વર્તમાન ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝનની સૌથી યાદગાર...

The post DC vs PBKS: 16 ચોગ્ગા, 9 છગ્ગા અને અણનમ 152 રન… કેએલ રાહુલે IPLમાં અનેક દિગ્ગજોના રેકોર્ડ તોડ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>

DC vs PBKS: શનિવારે પંજાબ કિંગ્સ સામે દિલ્હી કેપિટલ્સ તરફથી કેએલ રાહુલે ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. તેણે ફક્ત 47 બોલમાં પોતાની છઠ્ઠી IPL સદી પૂરી કરી છે. આ સદી સાથે રાહુલ આ અઠવાડિયે IPLમાં સદીની હેટ્રિક સાથે સૌથી વધુ રન બનાવનારો 5મો ખેલાડી બન્યો છે. તેનું આ પ્રદર્શન વર્તમાન ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝનની સૌથી યાદગાર ક્ષણોમાં સામેલ થઈ ગયું. દિલ્હી માટે કેએલ રાહુલે 67 બોલમાં 152 રનની અણનમ ઈનિંગ રમી. આ આઈપીએલમાં કોઈપણ ભારતીયનો સૌથી મોટો સ્કોર છે. રાહુલે 16 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા.

કેએલ રાહુલે કરી કમાલ

• IPLમાં ભારતીયનો બેસ્ટ સ્કોર – 152*
• DC માટે IPLમાં સૌથી ઝડપી સદી – 47 બોલ
• રાહુલની આ આઈપીએલ કરિયરની છઠ્ઠી સદી 
• IPLમાં સૌથી વધુ રન બનાવનારો 5મો ખેલાડી બન્યો
• રાહુલ IPLમાં 150+ રન કરનારો પહેલો ભારતીય ખેલાડી

IPLના ઈતિહાસની સૌથી મોટી ઈનિંગ

રાહુલના આ 152* રન આઈપીએલ ઈતિહાસની સૌથી મોટી ઈનિંગ્સમાં સામેલ થઈ ગયા છે. તેમની આગળ માત્ર ક્રિસ ગેલ (175*) અને બ્રેંડન મૈકુલમ (158*) છે. એટલે રાહુલ આ ખાસ લિસ્ટમાં ત્રીજા નંબર પર પહોંચી ગયો છે. પરંતુ કેએલ રાહુલ આઈપીએલન સૌથી મોટી ઈનિંગ રમનારા ભારતીય બેટરોમાં ટોપ પર પહોંચી ગયો છે.

રાહુલ IPLમાં 150+ રન કરનારો પહેલો ભારતીય ખેલાડી

T20 ક્રિકેટમાં 150+ સ્કોર બનાવવા સરળ નથી હોતા. રાહુલ આ ક્લબમાં સામેલ થનારો બીજો ભારતીય બેટર બની ગયો છે. તેના પહેલા તિલક વર્માએ આ સિદ્ધિ હાંસલ કરી હતી. પરંતુ તિલકની એ ઈનિંગ ડોમેસ્ટિક મેચમાં હતી. પરંતુ આઈપીએલમાં 150નો આંકડો કરનારા રાહુલ પહેલો ભારતીય છે.

IPLના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનારા બેટર

વિરાટ કોહલી : 8989
રોહિત શર્મા : 7183
શિખર ધવન : 6769
ડેવિડ વૉર્નર : 6565
સુરેશ રૈના : 5528
કેએલ રાહુલ : 5457*
એમએસ ધોની: 5439

ધોનીના 2 રેકોર્ડ તોડ્યા

દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચમાં બધાની નજર દિલ્હીના વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલ પર હતી. મેદાનમાં ઉતરતા પહેલા રાહુલને IPLમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં એમએસ ધોનીને પાછળ છોડી દેવા માટે માત્ર 13 રનની જરૂર હતી. રાહુલે માત્ર આ આંકડાને જ પાર નહીં કર્યો પરંતુ તેને ખૂબ જ શાનદાર અંદાજમાં એક કડક ચોગ્ગા સાથે આ સિદ્ધિ હાંસલ કરીને ઈતિહાસના પાનામાં પોતાનું નામ છઠ્ઠા સ્થાને નોંધાવી લીધું. 

એમએસ ધોનીને IPLનો સૌથી મોટો લીજેન્ડ માનવામાં આવે છે. તેના નામે 278 મેચોમાં 242 ઈનિંગ્સમાં 5,439 રન છે. ધોનીએ 38.30ની એવરેજ અને 37.45ના સ્ટ્રાઈક રેટથી આ રન બનાવ્યા છે, જેમાં 24 અડધી સદી સામેલ છે. પરંતુ કેએલ રાહુલે પોતાની સાતત્ય અને ક્લાસના દમ પર ઘણી ઓછી મેચોમાં આ મોટા સીમાચિહ્નને હાંસલ કર્યું. પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન રાહુલે પોતાની ઈનિંગ્સમાં 13 રન બનાવતાની સાથે જ ધોનીને પાછળ છોડી દીધો. રાહુલે અત્યાર સુધી રમાયેલી 152 મેચોમાં 5,462થી વધુ રન બનાવ્યા છે. આ સિદ્ધિ એટલા માટે પણ ખાસ છે કારણ કે તેણે ધોની કરતા લગભગ 125 મેચ ઓછી રમીને આ જાદુઈ આંકડો સ્પર્શ કર્યો છે. રાહુલનું બેટ આ સિઝનમાં ધૂમ મચાવી રહ્યું છે. આ મેચ પહેલા તેણે 6 ઇનિંગ્સમાં 166.67ના જબરદસ્ત સ્ટ્રાઈક રેટથી 205 રન બનાવ્યા હતા, જેમાં 92નો શ્રેષ્ઠ સ્કોર અને બે અડધી સદી સામેલ હતી.  

રેકોર્ડબ્રેક ભાગીદારી

આ મેચમાં રાહુલે નીતિશ રાણાની સાથે મળીને 22 રનની જબરદસ્ત ભાગીદારી કરી. આ આઈપીએલના ઈતિહાસની સૌથી મોટી પાર્ટનરશિપ છે. આ યાદીમાં ટોપ પર એબી ડિવિલિયર્સ અને વિરાટ કોહલીની 229 રનની ભાગીદારી છે.

સદીની રેસમાં બરાબરી

રાહુલની આ આઈપીએલ કરિયરની છઠ્ઠી સદી છે. આ મામલે તેઓ ક્રિસ ગેલની બરાબરી પર પહોંચી ગયા છે. સૌથી વધુ 8 સદી હજુ પણ વિરાટ કોહલીના નામે છે. દિલ્હી માટે રાહુલની આ બીજી સદી છે, અને તેની સાથે જ તેઓ શિખર ધવન અને ડેવિડ વૉર્નરની સાથે ટીમ માટે સૌથી વધુ સદી ફટકારનારા બેટર બની ગયા છે.

વિકેટ કીપર તરીકે નવો ‘કિંગ’

કેએલ રાહુલે માત્ર રનની બાબતમાં જ ધોનીને પાછળ નથી છોડ્યો, પરંતુ એક મહત્વપૂર્ણ રેકોર્ડમાં પણ તેને પાછળ છોડી દીધો છે. IPLના ઈતિહાસમાં એક ડેજિગ્નેટેડ-વિકેટકીપર-બેટ્સમેન તરીકે સૌથી વધુ 50 પ્લસ સ્કોર બનાવવાનો રેકોર્ડ હવે કેએલ રાહુલના નામે છે. રાહુલે 31 વખત 50 પ્લસ રન બનાવ્યા છે. જ્યારે એમએસ ધોનીએ પોતાના કરિયરમાં વિકેટકીપર તરીકે 24 વખત 50થી વધુનો સ્કોર બનાવ્યો છે. આ આંકડા દર્શાવે છે કે રાહુલ આધુનિક ક્રિકેટમાં વિકેટકીપિંગની જવાબદારી સાથે સાથે પોતાની બેટિંગને નવી ઊંચાઈઓ પર કેવી રીતે લઈ જઈ રહ્યો છે.

એક અઠવાડિયામાં 5 સદી

આ અઠવાડિયે IPLમાં બેટ્સમેનોનો દબદબો સ્પષ્ટ નજર આવ્યો, જ્યાં સતત 5 દિવસમાં 5 અલગ અલગ ખેલાડીઓએ સદી ફટકારીને ટુર્નામેન્ટના રોમાંચને ચરમ પર પહોંચાડી દીધો. 

1. આ શાનદાર સિલસિલો સોમવાર (20 એપ્રિલ) ના રોજ શરૂ થયો, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા તિલક વર્માએ અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ સામે અણનમ 101 રન બનાવ્યા. તેની ઈનિંગ્સમાં સંયમ અને આક્રમકતાનું સંપૂર્ણ સંતુલન જોવા મળ્યું, જેણે ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી. 

2. તેના બીજા જ દિવસે સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા અભિષેક શર્માએ ધમાકેદાર પ્રદર્શન કર્યું. તેણે દિલ્હી કેપિટલ્સ સામે માત્ર 68 બોલમાં અણનમ 135 રન ફટકાર્યા હતા. તેની આ ઈનિંગમાં મોટા-મોટા છગ્ગા અને ચોગ્ગા જોવા મળ્યા, જે સિઝનની સૌથી આક્રમક ઈનિંગ્સમાંની એક રહી.

3. ગુરુવાર (23 એપ્રિલ)ના રોજ વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સંજુ સેમસને શાનદાર બેટિંગ કરી. તેણે 54 બોલમાં 101 રન બનાવીને પોતાની ટીમની જીતનો પાયો નાખ્યો. તેની ઈનિંગમાં ક્લાસિકલ શોટ્સ અને આક્રમક બેટિંગનું શાનદાર મિશ્રણ જોવા મળ્યું.

4. ત્યારબાદ શુક્રવાર (24 એપ્રિલ) ના રોજ સાઈ સુદર્શને ગુજરાત ટાઈટન્સ માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે સદી ફટકારી. તેણે પોતાની ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી, જોકે,  તેની આ શાનદાર ઈનિંગ્સ છતાં ટીમને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. 

5. અંતે શનિવારે દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા કેએલ રાહુલે પંજાબ કિંગ્સ સામે વિસ્ફોટક અંદાજમાં સદી ફટકારી અને અઠવાડિયાનો પાંચમો સદી ફટકારનાર ખેલાડી બન્યો.

આ પણ વાંચો: દિલ્હીએ બનાવ્યો આ સીઝનનો સૌથી મોટો સ્કોર, પંજાબને આપ્યો 265નો ટાર્ગેટ, કેએલ રાહુલે રચ્યો ઈતિહાસ

The post DC vs PBKS: 16 ચોગ્ગા, 9 છગ્ગા અને અણનમ 152 રન… કેએલ રાહુલે IPLમાં અનેક દિગ્ગજોના રેકોર્ડ તોડ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2026/04/25/dc-vs-pbks-16-%e0%aa%9a%e0%ab%8b%e0%aa%97%e0%ab%8d%e0%aa%97%e0%aa%be-9-%e0%aa%9b%e0%aa%97%e0%ab%8d%e0%aa%97%e0%aa%be-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%85%e0%aa%a3%e0%aa%a8%e0%aa%ae-152-%e0%aa%b0/feed/ 0
કોકેઈનનું સેવન કર્યા બાદ ડ્રગ્સ ટેસ્ટમાં ફસાયો ન્યૂઝીલેન્ડનો ક્રિકેટર, નિવૃત્તિ જાહેર કરવા છતાં બૅન લાગ્યો https://www.gujaratinside.com/2026/04/25/%e0%aa%95%e0%ab%8b%e0%aa%95%e0%ab%87%e0%aa%88%e0%aa%a8%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%b8%e0%ab%87%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8d%e0%aa%af%e0%aa%be-%e0%aa%ac%e0%aa%be%e0%aa%a6/ https://www.gujaratinside.com/2026/04/25/%e0%aa%95%e0%ab%8b%e0%aa%95%e0%ab%87%e0%aa%88%e0%aa%a8%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%b8%e0%ab%87%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8d%e0%aa%af%e0%aa%be-%e0%aa%ac%e0%aa%be%e0%aa%a6/#respond Sat, 25 Apr 2026 17:04:07 +0000 https://www.gujaratinside.com/2026/04/25/%e0%aa%95%e0%ab%8b%e0%aa%95%e0%ab%87%e0%aa%88%e0%aa%a8%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%b8%e0%ab%87%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8d%e0%aa%af%e0%aa%be-%e0%aa%ac%e0%aa%be%e0%aa%a6/ કોકેઈનનું સેવન કર્યા બાદ ડ્રગ્સ ટેસ્ટમાં ફસાયો ન્યૂઝીલેન્ડનો ક્રિકેટર, નિવૃત્તિ જાહેર કરવા છતાં બૅન લાગ્યો Updated: Apr 25th, 2026 GS TEAM Image Source: Twitter New Zealand’s Cricketer Doug Bracewell: ન્યુઝીલેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર ડગ બ્રેસવેલ (Doug Bracewell) ફરી એકવાર વિવાદમાં ફસાયો છે. સપ્ટેમ્બર 2025માં થયેલા રુટીન ડ્રગ ટેસ્ટમાં ફેલ થયા બાદ હવે તેના પર બે વર્ષનો...

The post કોકેઈનનું સેવન કર્યા બાદ ડ્રગ્સ ટેસ્ટમાં ફસાયો ન્યૂઝીલેન્ડનો ક્રિકેટર, નિવૃત્તિ જાહેર કરવા છતાં બૅન લાગ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>

કોકેઈનનું સેવન કર્યા બાદ ડ્રગ્સ ટેસ્ટમાં ફસાયો ન્યૂઝીલેન્ડનો ક્રિકેટર, નિવૃત્તિ જાહેર કરવા છતાં બૅન લાગ્યો

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News

Google News

કોકેઈનનું સેવન કર્યા બાદ ડ્રગ્સ ટેસ્ટમાં ફસાયો ન્યૂઝીલેન્ડનો ક્રિકેટર, નિવૃત્તિ જાહેર કરવા છતાં બૅન લાગ્યો 1 - image

Image Source: Twitter

New Zealand’s Cricketer Doug Bracewell: ન્યુઝીલેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર ડગ બ્રેસવેલ (Doug Bracewell) ફરી એકવાર વિવાદમાં ફસાયો છે. સપ્ટેમ્બર 2025માં થયેલા રુટીન ડ્રગ ટેસ્ટમાં ફેલ થયા બાદ હવે તેના પર બે વર્ષનો બૅન લગાવી દેવામાં આવ્યો છે. આ સસ્પેન્શન 24 નવેમ્બર, 2025થી અમલમાં માનવામાં આવે છે અને 23 નવેમ્બર, 2027 સુધી ચાલુ રહેશે.

કોકેઈનનું સેવન કર્યું હોવાની કબૂલાત 

બ્રેસવેલે ડિસેમ્બર 2025માં ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, પરંતુ તે પહેલા જ તેનો કેસ સામે આવી ચૂક્યો હતો. તેણે ચેમ્સફોર્ડમાં એસેક્સ અને સમરસેટ વચ્ચે રમાયેલી એસેક્સ માટે કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચ દરમિયાન કોકેઈનનું સેવન કર્યું હોવાની કબૂલાત કરી હતી.

મેચના થોડા કલાકો પહેલા પ્રતિબંધિત પદાર્થનું સેવન

પ્રાપ્ત માહિતી પ્રમાણે બ્રેસવેલે પ્રથમ દિવસની રમત પછી અને બીજા દિવસની રમતના થોડા કલાકો પહેલા પ્રતિબંધિત પદાર્થનું સેવન કર્યું હતું. આમ છતાં તેણે મેચમાં ભાગ લીધો હતો. પ્રથમ ઈનિંગમાં બે વિકેટ લીધી, બેટિંગમાં 18 બોલ સુધી ખાતું નહોતો ખોલી શક્યો અને બીજી ઈનિંગમાં એક વિકેટ ઝડપી. આ મેચમાં એસેક્સે 7 વિકેટથી જીત હાંસલ કરી હતી. 

ઈંગ્લેન્ડના ક્રિકેટ નિયમનકારે આ બાબતને ગંભીરતાથી લીધી અને બ્રેસવેલ પર બે વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. એસેક્સે પણ એક સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું કે, ક્લબ આ નિર્ણયને સમર્થન કરે છે.

ક્લબે સ્પષ્ટ કર્યું કે તમામ ખેલાડીઓ પાસેથી પ્રોફેશનલ આચરણના ઉચ્ચતમ ધોરણોની અપેક્ષા રાખવામાં આવે છે, જોકે તેઓએ એમ પણ કહ્યું કે, ‘અમે બ્રેસવેલને રિહેબિલિટેશનમાં સપોર્ટ કરીશું.’

અગાઉ પણ વિવાદોમાં રહ્યો છે બ્રેસવેલ

બ્રેસવેલનો આ પહેલો વિવાદ નથી. આ પહેલા પણ તેનો રેકોર્ડ વિવાદોથી ભરેલો રહ્યો છે. 2014માં તેણે ન્યુઝીલેન્ડની T20 ઈવેન્ટ સુપર સ્મેશ દરમિયાન કોકેઈન ટેસ્ટમાં ફેલ થવા બદલ એક મહિનાનો પ્રતિબંધ ભોગવી ચૂક્યો છે. તેને 2017માં ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને ત્યાં તેને 100 કલાકની કમ્યુનિટી સર્વિસની સજા મળી હતી. તે સમયે તેની કારમાં દારૂનું પ્રમાણ માન્ય મર્યાદા કરતા ત્રણ ગણું હતું. 2012માં નેપિયર બારમાં ઝઘડાના કારણે તેને એક મેચનો પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે તેની સાથે જેસી રાયડર પણ હાજર હતો.

આ પણ વાંચો: મરજીથી ત્યાં ગયા હતા…, રશિયામાં ભારતના 10 યુવાનોના મોત મામલે સુપ્રીમ કોર્ટમાં સરકારનો જવાબ

બ્રેસવેલનું કરિયર જ્યાં મેદાન પરના પ્રદર્શન માટે યાદ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ મેદાનની ઓફ-ફીલ્ડ વિવાદોએ પણ તેને સતત હેડલાઈન્સમાં રાખ્યો છે. હવે આ નવો પ્રતિબંધ તેના કરિયરના અંત પર વધુ એક મોટો ડાઘ બનીને સામે આવ્યો છે. 

The post કોકેઈનનું સેવન કર્યા બાદ ડ્રગ્સ ટેસ્ટમાં ફસાયો ન્યૂઝીલેન્ડનો ક્રિકેટર, નિવૃત્તિ જાહેર કરવા છતાં બૅન લાગ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2026/04/25/%e0%aa%95%e0%ab%8b%e0%aa%95%e0%ab%87%e0%aa%88%e0%aa%a8%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%b8%e0%ab%87%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8d%e0%aa%af%e0%aa%be-%e0%aa%ac%e0%aa%be%e0%aa%a6/feed/ 0
IPLમાં ધૂરંધર બોલર મિચેલ સ્ટાર્કની એન્ટ્રી, દિલ્હી કેપિટલ્સ થઈ મજબૂત, શું PBKS સામે રમશે? https://www.gujaratinside.com/2026/04/25/ipl%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%a7%e0%ab%82%e0%aa%b0%e0%aa%82%e0%aa%a7%e0%aa%b0-%e0%aa%ac%e0%ab%8b%e0%aa%b2%e0%aa%b0-%e0%aa%ae%e0%aa%bf%e0%aa%9a%e0%ab%87%e0%aa%b2-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f/ https://www.gujaratinside.com/2026/04/25/ipl%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%a7%e0%ab%82%e0%aa%b0%e0%aa%82%e0%aa%a7%e0%aa%b0-%e0%aa%ac%e0%ab%8b%e0%aa%b2%e0%aa%b0-%e0%aa%ae%e0%aa%bf%e0%aa%9a%e0%ab%87%e0%aa%b2-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f/#respond Sat, 25 Apr 2026 17:04:06 +0000 https://www.gujaratinside.com/2026/04/25/ipl%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%a7%e0%ab%82%e0%aa%b0%e0%aa%82%e0%aa%a7%e0%aa%b0-%e0%aa%ac%e0%ab%8b%e0%aa%b2%e0%aa%b0-%e0%aa%ae%e0%aa%bf%e0%aa%9a%e0%ab%87%e0%aa%b2-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f/ Updated: Apr 25th, 2026 GS TEAM Image Source: Twitter IPL 2026: દિલ્હી કેપિટલ્સને IPL 2026 વચ્ચે એક મોટી રાહત મળી છે. ટીમના સ્ટાર ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક આખરે દિલ્હી કેમ્પમાં જોડાઈ ગયો છે. ઈજાને કારણે ભલે તેની વાપસીમાં વિલંબ થયો, પરંતુ હવે ફ્રેન્ચાઈઝીને સીઝનના મહત્વપૂર્ણ તબક્કા પહેલા મોટી મજબૂતી મળી છે.  મિચેલ સ્ટાર્ક ખભા...

The post IPLમાં ધૂરંધર બોલર મિચેલ સ્ટાર્કની એન્ટ્રી, દિલ્હી કેપિટલ્સ થઈ મજબૂત, શું PBKS સામે રમશે? appeared first on Gujarat Inside - Latest News Today.

]]>

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News

Google News

IPLમાં ધૂરંધર બોલર મિચેલ સ્ટાર્કની એન્ટ્રી, દિલ્હી કેપિટલ્સ થઈ મજબૂત, શું PBKS સામે રમશે? 1 - image

Image Source: Twitter

IPL 2026: દિલ્હી કેપિટલ્સને IPL 2026 વચ્ચે એક મોટી રાહત મળી છે. ટીમના સ્ટાર ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક આખરે દિલ્હી કેમ્પમાં જોડાઈ ગયો છે. ઈજાને કારણે ભલે તેની વાપસીમાં વિલંબ થયો, પરંતુ હવે ફ્રેન્ચાઈઝીને સીઝનના મહત્વપૂર્ણ તબક્કા પહેલા મોટી મજબૂતી મળી છે. 

મિચેલ સ્ટાર્ક ખભા અને કોણીની ઈજાઓથી પીડાઈ રહ્યો હતો

સ્ટાર્ક IPL 2026ની શરૂઆતથી જ ખભા અને કોણીની ઈજાઓથી પીડાઈ રહ્યો હતો. આ સમસ્યા એશિઝ સીરિઝ દરમિયાન વર્કલોડ (153 ઓવરથી વધુ)ના કારણે વધી ગઈ હતી. ત્યારબાદ જાન્યુઆરીના અંતમાં બિગ બેશ લીગમાં કેચ પકડવાનો પ્રયાસ કરતી વખતે પડી જવાથી ઈજા વધુ ગંભીર બની ગઈ. ફેબ્રુઆરીમાં જ્યારે તેણે બોલિંગ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે દુ:ખાવો ચાલુ રહ્યો, જેના કારણે તેને સિડનીમાં લાંબુ રિહેબ કરાવવું પડ્યું.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મિચેલ સ્ટાર્કને ફિટ જાહેર કર્યો

આખરે 23 એપ્રિલ, 2026ના રોજ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેને ફિટ જાહેર કર્યો, ત્યારબાદ તે દિલ્હી કેમ્પમાં જોડાઈ ગયો. તેની ગેરહાજરીમાં મુકેશ કુમાર, ટી નટરાજન અને લુંગી એનગીડીએ  દિલ્હીના પેસ આક્રમણની જવાબદારી સંભાળી છે. ખાસ કરીને એનગીડીએ 6 મેચમાં 7 વિકેટ લઈને ટીમને મજબૂતી આપી છે. 

IPL 2025માં મિચેલ સ્ટાર્કનું પ્રદર્શન

ગત સીઝનની વાત કરીએ તો સ્ટાર્કે IPL 2025માં દિલ્હી કેપિટલ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 11 મેચમાં 14 વિકેટ લેવા ઉપરાંત તેણે વિશાખાપટ્ટનમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે શાનદાર 5/35નો શાનદાર સ્પેલ નાખ્યો હતો. તે દિલ્હી કેપિટલ્સના ઈતિહાસમાં પાંચ વિકેટ લેનાર પ્રથમ વિદેશી ફાસ્ટ બોલર બન્યો હતો. જોકે, તે સીઝન પૂર્ણ કર્યા વિના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની તૈયારી માટે ઓસ્ટ્રેલિયા પરત ફર્યો હતો. 

આ પણ વાંચો: હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર

શું PBKS સામે રમશે? 

હવે સૌથી મોટો સવાલ એ છે કે શું સ્ટાર્ક આજે (25 એપ્રિલ) પંજાબ કિંગ્સ સામે રમશે? જવાબ ના છે. ટીમ મેનેજમેન્ટ તેને ઉતાવળમાં મેદાનમાં ઉતારવાના મૂડમાં નથી. લગભગ ત્રણ મહિનાના બ્રેક બાદ તે પહેલા ટ્રેનિંગ અને મેચ ફિટનેસ પર ધ્યાન આપશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્ટાર્ક 1 મેના રોજ રાજસ્થાન રોયલ્સ સામે IPL 2026 પોતાની પહેલી મેચ રમી શકે છે. જો બધું બરાબર રહ્યું તો તે બાકીની લીગ સ્ટેજ મેચો અને પ્લેઓફ માટે ઉપલબ્ધ રહેશે.

The post IPLમાં ધૂરંધર બોલર મિચેલ સ્ટાર્કની એન્ટ્રી, દિલ્હી કેપિટલ્સ થઈ મજબૂત, શું PBKS સામે રમશે? appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2026/04/25/ipl%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%a7%e0%ab%82%e0%aa%b0%e0%aa%82%e0%aa%a7%e0%aa%b0-%e0%aa%ac%e0%ab%8b%e0%aa%b2%e0%aa%b0-%e0%aa%ae%e0%aa%bf%e0%aa%9a%e0%ab%87%e0%aa%b2-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f/feed/ 0
થપ્પડ કાંડ મામલે હરભજન પર ભડક્યો શ્રીસંત, ગંભીર આરોપો સાથે કહ્યું – હવે મારા કોઈ સંબંધ નથી https://www.gujaratinside.com/2026/04/25/%e0%aa%a5%e0%aa%aa%e0%ab%8d%e0%aa%aa%e0%aa%a1-%e0%aa%95%e0%aa%be%e0%aa%82%e0%aa%a1-%e0%aa%ae%e0%aa%be%e0%aa%ae%e0%aa%b2%e0%ab%87-%e0%aa%b9%e0%aa%b0%e0%aa%ad%e0%aa%9c%e0%aa%a8-%e0%aa%aa%e0%aa%b0/ https://www.gujaratinside.com/2026/04/25/%e0%aa%a5%e0%aa%aa%e0%ab%8d%e0%aa%aa%e0%aa%a1-%e0%aa%95%e0%aa%be%e0%aa%82%e0%aa%a1-%e0%aa%ae%e0%aa%be%e0%aa%ae%e0%aa%b2%e0%ab%87-%e0%aa%b9%e0%aa%b0%e0%aa%ad%e0%aa%9c%e0%aa%a8-%e0%aa%aa%e0%aa%b0/#respond Sat, 25 Apr 2026 08:02:37 +0000 https://www.gujaratinside.com/2026/04/25/%e0%aa%a5%e0%aa%aa%e0%ab%8d%e0%aa%aa%e0%aa%a1-%e0%aa%95%e0%aa%be%e0%aa%82%e0%aa%a1-%e0%aa%ae%e0%aa%be%e0%aa%ae%e0%aa%b2%e0%ab%87-%e0%aa%b9%e0%aa%b0%e0%aa%ad%e0%aa%9c%e0%aa%a8-%e0%aa%aa%e0%aa%b0/ થપ્પડ કાંડ મામલે હરભજન પર ભડક્યો શ્રીસંત, ગંભીર આરોપો સાથે કહ્યું – હવે મારા કોઈ સંબંધ નથી Updated: Apr 25th, 2026 GS TEAM Sreesanth vs Harbhajan Singh: IPL ઈતિહાસનો સૌથી મોટો અને ચર્ચિત વિવાદ ‘થપ્પડકાંડ'(Slapgate) લગભગ 18 વર્ષ બાદ ફરી એકવાર ગરમાયો છે. પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર એસ. શ્રીસંતે હરભજન સિંહ પર ગંભીર આરોપો લગાવીને...

The post થપ્પડ કાંડ મામલે હરભજન પર ભડક્યો શ્રીસંત, ગંભીર આરોપો સાથે કહ્યું – હવે મારા કોઈ સંબંધ નથી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>

થપ્પડ કાંડ મામલે હરભજન પર ભડક્યો શ્રીસંત, ગંભીર આરોપો સાથે કહ્યું – હવે મારા કોઈ સંબંધ નથી

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News

Google News

Sreesanth vs Harbhajan Singh

Sreesanth vs Harbhajan Singh: IPL ઈતિહાસનો સૌથી મોટો અને ચર્ચિત વિવાદ ‘થપ્પડકાંડ'(Slapgate) લગભગ 18 વર્ષ બાદ ફરી એકવાર ગરમાયો છે. પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર એસ. શ્રીસંતે હરભજન સિંહ પર ગંભીર આરોપો લગાવીને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. શ્રીસંતનો દાવો છે કે હરભજન સિંહે આ વિવાદિત ઘટના પર આધારિત એક ટીવી જાહેરાત દ્વારા ₹80 લાખથી ₹1 કરોડ જેટલી મોટી રકમની કમાણી કરી છે. એટલું જ નહીં, શ્રીસંતે એવો પણ ખુલાસો કર્યો કે ભજ્જીએ તેને આ જાહેરાત સોશિયલ મીડિયા પર પ્રમોટ કરવા માટે કહ્યું હતું, જે બાબત તેને જરાય ગમી નહોતી. એક ઇન્ટરવ્યૂમાં શ્રીસંતે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, ‘મેં તેમને હંમેશા માફ કર્યા છે પણ હું એ ઘટના ક્યારેય ભૂલી શક્યો નથી, કારણ કે જો તમે ભૂલી જાઓ તો સામેની વ્યક્તિ ફરી એ જ ભૂલ કરે છે.’

IPL 2008નો વિવાદ: પ્રથમ સીઝનમાં જ સર્જાયો હતો ‘થપ્પડકાંડ’

આ વિવાદ વર્ષ 2008માં IPLની પ્રથમ સીઝન દરમિયાન થયો હતો. મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચેની મેચ બાદ હરભજન સિંહે શ્રીસંતને મેદાન પર જ થપ્પડ મારી દીધી હતી, જેના કારણે શ્રીસંત રડી પડ્યો હતો. આ ઘટના બાદ હરભજન પર આખી સીઝન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તેમની મેચ ફી પણ કાપી લેવામાં આવી હતી. 

શ્રીસંતે સોશિયલ મીડિયા પર ભજ્જી સાથે તોડ્યા સંબંધ

લાંબા સમય સુધી એવું લાગતું હતું કે બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે, પરંતુ હવે શ્રીસંતે સ્પષ્ટ કર્યું છે કે તેમની વચ્ચેના સંબંધો સંપૂર્ણપણે પૂરા થઈ ગયા છે. શ્રીસંતે હરભજનને ઇન્સ્ટાગ્રામ પર બ્લોક કરી દીધો છે અને આરોપ લગાવ્યો છે કે હરભજનની જાહેર છબી અને અસલી વર્તનમાં મોટો તફાવત છે. તેના મતે, ટીવી પર દેખાતી તેમની મિત્રતા માત્ર એક ‘એક્ટ’ એટલે કે દેખાવો હતો.

આ પણ વાંચો: કોહલીનો કેચ 0 પર છોડવો ભારે પડ્યો, 3 ઓવરમાં તો બાઉન્ડ્રી ન ફટકારી, ગિલે જણાવ્યા હારના કારણ

વિવાદનો આર્થિક ફાયદો ઉઠાવ્યાનો શ્રીસંતનો દાવો

તાજેતરમાં પૂર્વ IPL કમિશનર લલિત મોદીએ આ ઘટનાનો હાઈ-ડેફિનેશન વીડિયો જાહેર કરતા આ જૂની આગ ફરી ભભકી ઉઠી છે. જોકે હરભજન સિંહે ભૂતકાળમાં ઘણી વખત આ ઘટના બદલ માફી માંગી છે અને તેને પોતાની મોટી ભૂલ ગણાવી છે, પરંતુ શ્રીસંતનું માનવું છે કે જ્યારે તમે એ જ વિવાદાસ્પદ ઘટનાનો ઉપયોગ આર્થિક ફાયદો મેળવવા માટે કરો છો, ત્યારે માફીનો કોઈ અર્થ રહેતો નથી. આમ, આ નવા ખુલાસાઓએ સ્પષ્ટ કર્યું છે કે IPLના આ સૌથી જૂના વિવાદના ડાઘ હજુ ભૂંસાયા નથી.

થપ્પડ કાંડ મામલે હરભજન પર ભડક્યો શ્રીસંત, ગંભીર આરોપો સાથે કહ્યું - હવે મારા કોઈ સંબંધ નથી 2 - image

The post થપ્પડ કાંડ મામલે હરભજન પર ભડક્યો શ્રીસંત, ગંભીર આરોપો સાથે કહ્યું – હવે મારા કોઈ સંબંધ નથી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2026/04/25/%e0%aa%a5%e0%aa%aa%e0%ab%8d%e0%aa%aa%e0%aa%a1-%e0%aa%95%e0%aa%be%e0%aa%82%e0%aa%a1-%e0%aa%ae%e0%aa%be%e0%aa%ae%e0%aa%b2%e0%ab%87-%e0%aa%b9%e0%aa%b0%e0%aa%ad%e0%aa%9c%e0%aa%a8-%e0%aa%aa%e0%aa%b0/feed/ 0
‘થપ્પડ કાંડની જાહેરાત દ્વારા હરભજને કરી કમાણી…’, 18 વર્ષ જૂના વિવાદમાં શ્રીસંતના ગંભીર આરોપ https://www.gujaratinside.com/2026/04/25/%e0%aa%a5%e0%aa%aa%e0%ab%8d%e0%aa%aa%e0%aa%a1-%e0%aa%95%e0%aa%be%e0%aa%82%e0%aa%a1%e0%aa%a8%e0%ab%80-%e0%aa%9c%e0%aa%be%e0%aa%b9%e0%ab%87%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4-%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b5/ https://www.gujaratinside.com/2026/04/25/%e0%aa%a5%e0%aa%aa%e0%ab%8d%e0%aa%aa%e0%aa%a1-%e0%aa%95%e0%aa%be%e0%aa%82%e0%aa%a1%e0%aa%a8%e0%ab%80-%e0%aa%9c%e0%aa%be%e0%aa%b9%e0%ab%87%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4-%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b5/#respond Sat, 25 Apr 2026 08:02:36 +0000 https://www.gujaratinside.com/2026/04/25/%e0%aa%a5%e0%aa%aa%e0%ab%8d%e0%aa%aa%e0%aa%a1-%e0%aa%95%e0%aa%be%e0%aa%82%e0%aa%a1%e0%aa%a8%e0%ab%80-%e0%aa%9c%e0%aa%be%e0%aa%b9%e0%ab%87%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4-%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b5/ Sreesanth Blocks Harbhajan Singh on Instagram : ક્રિકેટ જગતના સૌથી વિવાદિત પ્રકરણોમાંના એક એવા ‘થપ્પડકાંડ’નો વિવાદ 18 વર્ષ બાદ ફરી વકર્યો છે. એસ. શ્રીસંતે હરભજન સિંહ પર ગંભીર આરોપો લગાવીને સોશિયલ મીડિયા પર તેમને બ્લોક કરી દીધા છે. વર્ષ 2008માં IPLની પ્રથમ સીઝન દરમિયાન બનેલી હરભજન સિંહ અને એસ. શ્રીસંત વચ્ચેની ‘થપ્પડકાંડ’ની ઘટના ફરી એકવાર...

The post ‘થપ્પડ કાંડની જાહેરાત દ્વારા હરભજને કરી કમાણી…’, 18 વર્ષ જૂના વિવાદમાં શ્રીસંતના ગંભીર આરોપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>

Sreesanth Blocks Harbhajan Singh on Instagram : ક્રિકેટ જગતના સૌથી વિવાદિત પ્રકરણોમાંના એક એવા ‘થપ્પડકાંડ’નો વિવાદ 18 વર્ષ બાદ ફરી વકર્યો છે. એસ. શ્રીસંતે હરભજન સિંહ પર ગંભીર આરોપો લગાવીને સોશિયલ મીડિયા પર તેમને બ્લોક કરી દીધા છે. વર્ષ 2008માં IPLની પ્રથમ સીઝન દરમિયાન બનેલી હરભજન સિંહ અને એસ. શ્રીસંત વચ્ચેની ‘થપ્પડકાંડ’ની ઘટના ફરી એકવાર ચર્ચામાં આવી છે. પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર એસ. શ્રીસંતે હરભજન સિંહ પર આ વિવાદનો આર્થિક ફાયદો ઉઠાવવાનો આરોપ લગાવીને તેમની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે.

જાહેરાતમાંથી કમાણીનો આરોપ

શ્રીસંતે દાવો કર્યો છે કે હરભજન સિંહે 2008ના થપ્પડકાંડ વિવાદ પર આધારિત એક ટીવી એડ (જાહેરાત) થી અંદાજે ₹80 લાખથી ₹1 કરોડ સુધીની કમાણી કરી છે. શ્રીસંતના જણાવ્યા મુજબ, હરભજને તેમને આ એડ સોશિયલ મીડિયા પર પ્રમોટ કરવા માટે કહ્યું હતું, જે વાત શ્રીસંતને ખૂબ જ ખરાબ લાગી હતી.શ્રીસંતે ગુસ્સામાં હરભજન સિંહને ઇન્સ્ટાગ્રામ પર બ્લોક કરી દીધા છે અને જાહેર કર્યું છે કે હવે તેમની સાથે મારો કોઈ સંબંધ નથી.

“માફ કર્યા પણ ભૂલ્યો નથી”

એક ઇન્ટરવ્યુમાં શ્રીસંતે ખુલીને વાત કરતા જણાવ્યું કે, “મેં હંમેશા તેમને માફ કર્યા છે, પરંતુ હું ક્યારેય ભૂલી શક્યો નથી. જો તમે ભૂલી જાવ છો, તો સામેની વ્યક્તિ ફરી એ જ ભૂલ કરે છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે હરભજનની જાહેર છબી અને અસલ વર્તનમાં મોટો તફાવત છે અને ટીવી પર દેખાતી તેમની મિત્રતા માત્ર એક ‘એક્ટ’ છે.

શું હતો 2008નો વિવાદ?

IPL 2008માં મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચેની મેચ બાદ હરભજન સિંહે શ્રીસંતને થપ્પડ મારી દીધી હતી. આ ઘટના બાદ શ્રીસંત મેદાન પર રડતા જોવા મળ્યા હતા. તે સમયે હરભજન પર આખી સીઝન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તાજેતરમાં લલિત મોદીએ આ ઘટનાનો હાઈ-ડેફિનેશન વીડિયો જાહેર કરતા આ જૂની આગ ફરી સળગી છે.

The post ‘થપ્પડ કાંડની જાહેરાત દ્વારા હરભજને કરી કમાણી…’, 18 વર્ષ જૂના વિવાદમાં શ્રીસંતના ગંભીર આરોપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2026/04/25/%e0%aa%a5%e0%aa%aa%e0%ab%8d%e0%aa%aa%e0%aa%a1-%e0%aa%95%e0%aa%be%e0%aa%82%e0%aa%a1%e0%aa%a8%e0%ab%80-%e0%aa%9c%e0%aa%be%e0%aa%b9%e0%ab%87%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4-%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b5/feed/ 0