IPL મેચમાં દુર્ઘટના, દિલ્હીનો સ્ટાર બોલર એન્ગિડી ગંભીર રીતે ઈજાગ્રસ્ત, એમ્બ્યુલન્સ મેદાનમાં બોલાવવી પડી

Home » Latest Update » IPL મેચમાં દુર્ઘટના, દિલ્હીનો સ્ટાર બોલર એન્ગિડી ગંભીર રીતે ઈજાગ્રસ્ત, એમ્બ્યુલન્સ મેદાનમાં બોલાવવી પડી
ipl-મેચમાં-દુર્ઘટના,-દિલ્હીનો-સ્ટાર-બોલર-એન્ગિડી-ગંભીર-રીતે-ઈજાગ્રસ્ત,-એમ્બ્યુલન્સ-મેદાનમાં-બોલાવવી-પડી

Image Source: IANS

IPL 2026: નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આજે (શનિવાર, 25 એપ્રિલ) દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહેલી મેચ દરમિયાન એક દુર્ઘટના બની છે. દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર લુન્ગી એન્ગિડીને ગંભીર ઈજા પહોંચી છે. તેને ઈજા પહોંચતા એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે લઈ જવાયો છે. આ ઘટના પંજાબ કિંગ્સની ઇનિંગની શરૂઆતમાં બની હતી, જ્યારે કેચ પકડવા જતા સમયે ભયાનક રીતે નીચે પડકાયો હતો અને તેને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારે તે તેઓ મેદાન પર જ પડી રહ્યો હતો.

ઘટના બાદ તરત જ બંને ટીમના ખેલાડીઓએ મેડિકલ સહાય માટે ઈશારો કર્યો હતો. સ્ટેડિયમમાં હાજર હજારો પ્રેક્ષકો વચ્ચે અચાનક સન્નાટો છવાઈ ગયો હતો અને મેચ થોડા સમય માટે રોકવી પડી હતી. જે મેચ સામાન્ય ઉત્સાહ સાથે આગળ વધી રહી હતી, તે ક્ષણભરમાં ચિંતાના વાતાવરણમાં ફેરવાઈ ગઈ હતી.

મેડિકલ ટીમે તાત્કાલિક મેદાન પર પહોંચીને એન્ગિડીની તપાસ કરી હતી. તેમની સ્થિતિ જોતા પહેલા સ્ટ્રેચર મંગાવવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં એમ્બ્યુલન્સને સીધી મેદાનની અંદર બોલાવવી પડી હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.