DC vs PBKS: શનિવારે પંજાબ કિંગ્સ સામે દિલ્હી કેપિટલ્સ તરફથી કેએલ રાહુલે ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. તેણે ફક્ત 47 બોલમાં પોતાની છઠ્ઠી IPL સદી પૂરી કરી છે. આ સદી સાથે રાહુલ આ અઠવાડિયે IPLમાં સદીની હેટ્રિક સાથે સૌથી વધુ રન બનાવનારો 5મો ખેલાડી બન્યો છે. તેનું આ પ્રદર્શન વર્તમાન ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝનની સૌથી યાદગાર ક્ષણોમાં સામેલ થઈ ગયું. દિલ્હી માટે કેએલ રાહુલે 67 બોલમાં 152 રનની અણનમ ઈનિંગ રમી. આ આઈપીએલમાં કોઈપણ ભારતીયનો સૌથી મોટો સ્કોર છે. રાહુલે 16 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા.
કેએલ રાહુલે કરી કમાલ
• IPLમાં ભારતીયનો બેસ્ટ સ્કોર – 152*
• DC માટે IPLમાં સૌથી ઝડપી સદી – 47 બોલ
• રાહુલની આ આઈપીએલ કરિયરની છઠ્ઠી સદી
• IPLમાં સૌથી વધુ રન બનાવનારો 5મો ખેલાડી બન્યો
• રાહુલ IPLમાં 150+ રન કરનારો પહેલો ભારતીય ખેલાડી
IPLના ઈતિહાસની સૌથી મોટી ઈનિંગ
રાહુલના આ 152* રન આઈપીએલ ઈતિહાસની સૌથી મોટી ઈનિંગ્સમાં સામેલ થઈ ગયા છે. તેમની આગળ માત્ર ક્રિસ ગેલ (175*) અને બ્રેંડન મૈકુલમ (158*) છે. એટલે રાહુલ આ ખાસ લિસ્ટમાં ત્રીજા નંબર પર પહોંચી ગયો છે. પરંતુ કેએલ રાહુલ આઈપીએલન સૌથી મોટી ઈનિંગ રમનારા ભારતીય બેટરોમાં ટોપ પર પહોંચી ગયો છે.
રાહુલ IPLમાં 150+ રન કરનારો પહેલો ભારતીય ખેલાડી
T20 ક્રિકેટમાં 150+ સ્કોર બનાવવા સરળ નથી હોતા. રાહુલ આ ક્લબમાં સામેલ થનારો બીજો ભારતીય બેટર બની ગયો છે. તેના પહેલા તિલક વર્માએ આ સિદ્ધિ હાંસલ કરી હતી. પરંતુ તિલકની એ ઈનિંગ ડોમેસ્ટિક મેચમાં હતી. પરંતુ આઈપીએલમાં 150નો આંકડો કરનારા રાહુલ પહેલો ભારતીય છે.
IPLના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનારા બેટર
વિરાટ કોહલી : 8989
રોહિત શર્મા : 7183
શિખર ધવન : 6769
ડેવિડ વૉર્નર : 6565
સુરેશ રૈના : 5528
કેએલ રાહુલ : 5457*
એમએસ ધોની: 5439
ધોનીના 2 રેકોર્ડ તોડ્યા
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચમાં બધાની નજર દિલ્હીના વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલ પર હતી. મેદાનમાં ઉતરતા પહેલા રાહુલને IPLમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં એમએસ ધોનીને પાછળ છોડી દેવા માટે માત્ર 13 રનની જરૂર હતી. રાહુલે માત્ર આ આંકડાને જ પાર નહીં કર્યો પરંતુ તેને ખૂબ જ શાનદાર અંદાજમાં એક કડક ચોગ્ગા સાથે આ સિદ્ધિ હાંસલ કરીને ઈતિહાસના પાનામાં પોતાનું નામ છઠ્ઠા સ્થાને નોંધાવી લીધું.
એમએસ ધોનીને IPLનો સૌથી મોટો લીજેન્ડ માનવામાં આવે છે. તેના નામે 278 મેચોમાં 242 ઈનિંગ્સમાં 5,439 રન છે. ધોનીએ 38.30ની એવરેજ અને 37.45ના સ્ટ્રાઈક રેટથી આ રન બનાવ્યા છે, જેમાં 24 અડધી સદી સામેલ છે. પરંતુ કેએલ રાહુલે પોતાની સાતત્ય અને ક્લાસના દમ પર ઘણી ઓછી મેચોમાં આ મોટા સીમાચિહ્નને હાંસલ કર્યું. પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન રાહુલે પોતાની ઈનિંગ્સમાં 13 રન બનાવતાની સાથે જ ધોનીને પાછળ છોડી દીધો. રાહુલે અત્યાર સુધી રમાયેલી 152 મેચોમાં 5,462થી વધુ રન બનાવ્યા છે. આ સિદ્ધિ એટલા માટે પણ ખાસ છે કારણ કે તેણે ધોની કરતા લગભગ 125 મેચ ઓછી રમીને આ જાદુઈ આંકડો સ્પર્શ કર્યો છે. રાહુલનું બેટ આ સિઝનમાં ધૂમ મચાવી રહ્યું છે. આ મેચ પહેલા તેણે 6 ઇનિંગ્સમાં 166.67ના જબરદસ્ત સ્ટ્રાઈક રેટથી 205 રન બનાવ્યા હતા, જેમાં 92નો શ્રેષ્ઠ સ્કોર અને બે અડધી સદી સામેલ હતી.
રેકોર્ડબ્રેક ભાગીદારી
આ મેચમાં રાહુલે નીતિશ રાણાની સાથે મળીને 22 રનની જબરદસ્ત ભાગીદારી કરી. આ આઈપીએલના ઈતિહાસની સૌથી મોટી પાર્ટનરશિપ છે. આ યાદીમાં ટોપ પર એબી ડિવિલિયર્સ અને વિરાટ કોહલીની 229 રનની ભાગીદારી છે.
સદીની રેસમાં બરાબરી
રાહુલની આ આઈપીએલ કરિયરની છઠ્ઠી સદી છે. આ મામલે તેઓ ક્રિસ ગેલની બરાબરી પર પહોંચી ગયા છે. સૌથી વધુ 8 સદી હજુ પણ વિરાટ કોહલીના નામે છે. દિલ્હી માટે રાહુલની આ બીજી સદી છે, અને તેની સાથે જ તેઓ શિખર ધવન અને ડેવિડ વૉર્નરની સાથે ટીમ માટે સૌથી વધુ સદી ફટકારનારા બેટર બની ગયા છે.
વિકેટ કીપર તરીકે નવો ‘કિંગ’
કેએલ રાહુલે માત્ર રનની બાબતમાં જ ધોનીને પાછળ નથી છોડ્યો, પરંતુ એક મહત્વપૂર્ણ રેકોર્ડમાં પણ તેને પાછળ છોડી દીધો છે. IPLના ઈતિહાસમાં એક ડેજિગ્નેટેડ-વિકેટકીપર-બેટ્સમેન તરીકે સૌથી વધુ 50 પ્લસ સ્કોર બનાવવાનો રેકોર્ડ હવે કેએલ રાહુલના નામે છે. રાહુલે 31 વખત 50 પ્લસ રન બનાવ્યા છે. જ્યારે એમએસ ધોનીએ પોતાના કરિયરમાં વિકેટકીપર તરીકે 24 વખત 50થી વધુનો સ્કોર બનાવ્યો છે. આ આંકડા દર્શાવે છે કે રાહુલ આધુનિક ક્રિકેટમાં વિકેટકીપિંગની જવાબદારી સાથે સાથે પોતાની બેટિંગને નવી ઊંચાઈઓ પર કેવી રીતે લઈ જઈ રહ્યો છે.
એક અઠવાડિયામાં 5 સદી
આ અઠવાડિયે IPLમાં બેટ્સમેનોનો દબદબો સ્પષ્ટ નજર આવ્યો, જ્યાં સતત 5 દિવસમાં 5 અલગ અલગ ખેલાડીઓએ સદી ફટકારીને ટુર્નામેન્ટના રોમાંચને ચરમ પર પહોંચાડી દીધો.
1. આ શાનદાર સિલસિલો સોમવાર (20 એપ્રિલ) ના રોજ શરૂ થયો, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા તિલક વર્માએ અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ સામે અણનમ 101 રન બનાવ્યા. તેની ઈનિંગ્સમાં સંયમ અને આક્રમકતાનું સંપૂર્ણ સંતુલન જોવા મળ્યું, જેણે ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી.
2. તેના બીજા જ દિવસે સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા અભિષેક શર્માએ ધમાકેદાર પ્રદર્શન કર્યું. તેણે દિલ્હી કેપિટલ્સ સામે માત્ર 68 બોલમાં અણનમ 135 રન ફટકાર્યા હતા. તેની આ ઈનિંગમાં મોટા-મોટા છગ્ગા અને ચોગ્ગા જોવા મળ્યા, જે સિઝનની સૌથી આક્રમક ઈનિંગ્સમાંની એક રહી.
3. ગુરુવાર (23 એપ્રિલ)ના રોજ વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સંજુ સેમસને શાનદાર બેટિંગ કરી. તેણે 54 બોલમાં 101 રન બનાવીને પોતાની ટીમની જીતનો પાયો નાખ્યો. તેની ઈનિંગમાં ક્લાસિકલ શોટ્સ અને આક્રમક બેટિંગનું શાનદાર મિશ્રણ જોવા મળ્યું.
4. ત્યારબાદ શુક્રવાર (24 એપ્રિલ) ના રોજ સાઈ સુદર્શને ગુજરાત ટાઈટન્સ માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે સદી ફટકારી. તેણે પોતાની ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી, જોકે, તેની આ શાનદાર ઈનિંગ્સ છતાં ટીમને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
5. અંતે શનિવારે દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા કેએલ રાહુલે પંજાબ કિંગ્સ સામે વિસ્ફોટક અંદાજમાં સદી ફટકારી અને અઠવાડિયાનો પાંચમો સદી ફટકારનાર ખેલાડી બન્યો.
આ પણ વાંચો: દિલ્હીએ બનાવ્યો આ સીઝનનો સૌથી મોટો સ્કોર, પંજાબને આપ્યો 265નો ટાર્ગેટ, કેએલ રાહુલે રચ્યો ઈતિહાસ

Leave a Reply