‘થપ્પડ કાંડની જાહેરાત દ્વારા હરભજને કરી કમાણી…’, 18 વર્ષ જૂના વિવાદમાં શ્રીસંતના ગંભીર આરોપ

Home » Latest Update » ‘થપ્પડ કાંડની જાહેરાત દ્વારા હરભજને કરી કમાણી…’, 18 વર્ષ જૂના વિવાદમાં શ્રીસંતના ગંભીર આરોપ
‘થપ્પડ-કાંડની-જાહેરાત-દ્વારા-હરભજને-કરી-કમાણી…’,-18-વર્ષ-જૂના-વિવાદમાં-શ્રીસંતના-ગંભીર-આરોપ

Sreesanth Blocks Harbhajan Singh on Instagram : ક્રિકેટ જગતના સૌથી વિવાદિત પ્રકરણોમાંના એક એવા ‘થપ્પડકાંડ’નો વિવાદ 18 વર્ષ બાદ ફરી વકર્યો છે. એસ. શ્રીસંતે હરભજન સિંહ પર ગંભીર આરોપો લગાવીને સોશિયલ મીડિયા પર તેમને બ્લોક કરી દીધા છે. વર્ષ 2008માં IPLની પ્રથમ સીઝન દરમિયાન બનેલી હરભજન સિંહ અને એસ. શ્રીસંત વચ્ચેની ‘થપ્પડકાંડ’ની ઘટના ફરી એકવાર ચર્ચામાં આવી છે. પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર એસ. શ્રીસંતે હરભજન સિંહ પર આ વિવાદનો આર્થિક ફાયદો ઉઠાવવાનો આરોપ લગાવીને તેમની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે.

જાહેરાતમાંથી કમાણીનો આરોપ

શ્રીસંતે દાવો કર્યો છે કે હરભજન સિંહે 2008ના થપ્પડકાંડ વિવાદ પર આધારિત એક ટીવી એડ (જાહેરાત) થી અંદાજે ₹80 લાખથી ₹1 કરોડ સુધીની કમાણી કરી છે. શ્રીસંતના જણાવ્યા મુજબ, હરભજને તેમને આ એડ સોશિયલ મીડિયા પર પ્રમોટ કરવા માટે કહ્યું હતું, જે વાત શ્રીસંતને ખૂબ જ ખરાબ લાગી હતી.શ્રીસંતે ગુસ્સામાં હરભજન સિંહને ઇન્સ્ટાગ્રામ પર બ્લોક કરી દીધા છે અને જાહેર કર્યું છે કે હવે તેમની સાથે મારો કોઈ સંબંધ નથી.

“માફ કર્યા પણ ભૂલ્યો નથી”

એક ઇન્ટરવ્યુમાં શ્રીસંતે ખુલીને વાત કરતા જણાવ્યું કે, “મેં હંમેશા તેમને માફ કર્યા છે, પરંતુ હું ક્યારેય ભૂલી શક્યો નથી. જો તમે ભૂલી જાવ છો, તો સામેની વ્યક્તિ ફરી એ જ ભૂલ કરે છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે હરભજનની જાહેર છબી અને અસલ વર્તનમાં મોટો તફાવત છે અને ટીવી પર દેખાતી તેમની મિત્રતા માત્ર એક ‘એક્ટ’ છે.

શું હતો 2008નો વિવાદ?

IPL 2008માં મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચેની મેચ બાદ હરભજન સિંહે શ્રીસંતને થપ્પડ મારી દીધી હતી. આ ઘટના બાદ શ્રીસંત મેદાન પર રડતા જોવા મળ્યા હતા. તે સમયે હરભજન પર આખી સીઝન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તાજેતરમાં લલિત મોદીએ આ ઘટનાનો હાઈ-ડેફિનેશન વીડિયો જાહેર કરતા આ જૂની આગ ફરી સળગી છે.

Leave a Reply

Your email address will not be published.