‘ટ્રોફી વિવાદને ટાળી શકાયો હોત…’ પાકિસ્તાની મંત્રીના નેતૃત્વ હેઠળની ACCએ માફી માગી

Home » Latest Update » ‘ટ્રોફી વિવાદને ટાળી શકાયો હોત…’ પાકિસ્તાની મંત્રીના નેતૃત્વ હેઠળની ACCએ માફી માગી
‘ટ્રોફી-વિવાદને-ટાળી-શકાયો-હોત…’-પાકિસ્તાની-મંત્રીના-નેતૃત્વ-હેઠળની-accએ-માફી-માગી

Asia Cup 2025 Trophy Controversy: એશિયા કપ 2025ના ટ્રોફી વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. મોહસિન  નકવીના નેતૃત્વ હેઠળના એશિયન ક્રિકેટ કાઉન્સિલે એશિયા કપ 2025 ટ્રોફી વિવાદ મુદ્દે માફી માગી છે. એસીસીએ ટ્રોફી વિવાદ પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, આ પ્રકારનો વિવાદ ટાળી શકાયો હોત.

ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવના પગલે ટીમ ઈન્ડિયાએ એશિયા કપ ફાઈનલમાં પાકિસ્તાન સામે પાંચ વિકેટે જીત મેળવી હતી. જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ એસીસી ચીફ મોહસિન નકવીના હસ્તે ટ્રોફી લેવાનો ઈનકાર કરતાં આ વિવાદ સર્જાયો હતો.

PCB ચીફનો ટ્રોફી આપવાનો ઈનકાર

ટ્રોફી વિવાદ બાદ બીસીસીઆઈ અને પીસીબી વચ્ચે દુબઈમાં બેઠક યોજાઈ હતી. બીસીસીઆઈએ એસીસી અને પીસીબી અધ્યક્ષ મોહસિન નકવીને ટ્રોફી અને મેડલ પાછા આપવા કહ્યું હતું. મોહસિન નકવીએ આ વિવાદ માટે ઔપચારિક માફી માગી નથી. નકવી પોતાના નિર્ણય પર અડગ રહ્યા છે. અને કહ્યું છે કે, દુબઈમાં જે પણ થયુ તે થવુ જોઈએ નહીં. પણ હું મેડલ કે ટ્રોફી આપીશ નહીં. સૂર્યકુમાર યાદવ દુબઈ આવી ટ્રોફી લઈ જાય. 

આ પણ વાંચોઃ ‘ટ્રોફી જોઈતી હોય તો સૂર્યકુમાર યાદવ ACCની ઑફિસે આવે…’, મોહસીન નકવીની નવી નૌટંકી

BCCI-PCB ચીફ વચ્ચે ઉગ્ર બોલાચાલી

આ બેઠકમાં નકવી પોતાના નિર્ણય પર અડગ રહેતાં બીસીસીઆઈ અને પીસીબી ચીફ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બીસીસીઆઈએ નકવીને જવાબ આપ્યો હતો કે, તમે જ્યારે તેમની સામે હતાં, ત્યારે તેઓએ ટ્રોફી સ્વીકારી નહીં, તો તમને શું લાગે છે કે, તે અહીં આવીને ટ્રોફી લઈ જશે.

એશિયા કપ 2025માં ભારતની 5 વિકેટે જીત

ગત 28 સપ્ટેમ્બર, 2025ના રવિવારે યોજાયેલી એશિયા કપ ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થયો હતો. આ મુકાબલામાં પાકિસ્તાન 146 રને ઓલઆઉટ થઈ હતી. ભારતે શરૂઆતના 20 રનમાં જ ત્રણ વિકેટ ગુમાવી હતી. જો કે, તિલક વર્માએ બાજી સંભાળતાં ભારતે પાંચ વિકેટમાં 150 રન ફટકારી વિજય મેળવ્યો હતો. તિલક વર્માએ 69 રન બનાવ્યા હતાં. રિન્કુ સિંહે વિનિંગ સ્ટ્રોક મારતાં ચોગ્ગો ફટકાર્યો હતો. 

'ટ્રોફી વિવાદને ટાળી શકાયો હોત...'   પાકિસ્તાની મંત્રીના નેતૃત્વ હેઠળની ACCએ માફી માગી 2 - image

Leave a Reply

Your email address will not be published.