Ravindra Jadeja Record: ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ શુક્રવારે (ત્રીજી ઓક્ટોબર) વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી ટેસ્ટ મેચ દરમિયાન અડધી સદી ફટકારી હતી. આ ઈનિંગમાં તેણે ચાર છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ તેમણે ટેસ્ટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો એમ.એસ. ધોનીનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. રવિન્દ્ર જાડેજા ટેસ્ટમાં શાનદાર ફોર્મમાં છે, તેણે છેલ્લી નવ ઈનિંગમાં...



