અમદાવાદ ટેસ્ટમાં જાડેજાનો તરખાટ, વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 54/5, ટીમ ઈન્ડિયા જીત તરફ અગ્રેસર

Home » Latest Update » અમદાવાદ ટેસ્ટમાં જાડેજાનો તરખાટ, વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 54/5, ટીમ ઈન્ડિયા જીત તરફ અગ્રેસર
અમદાવાદ-ટેસ્ટમાં-જાડેજાનો-તરખાટ,-વેસ્ટ-ઈન્ડિઝનો-સ્કોર-54/5,-ટીમ-ઈન્ડિયા-જીત-તરફ-અગ્રેસર

Ind vs West Indies Test: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન સાથે જીત તરફ ઝડપથી આગળ વધી રહી છે. ભારત દ્વારા આપવામાં આવેલા 260 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝની બીજી ઇનિંગમાં શરૂઆતમાં જ 5 વિકેટો પડી જતાં કેરેબિયન ટીમ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે.

IND vs WI Ahmedabad 1st Test LIVE UPDATES : 

જાડેજાનો તરખાટ, વેસ્ટ ઈન્ડિઝની 5મી વિકેટ પડી 

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં રવિન્દ્ર જાડેજાએ બેટ બાદ હવે બોલથી કમાલ બતાવવાની શરૂઆત કરતાં વેસ્ટ ઈન્ડિઝની પાંચમી અને જાડેજાની પોતાની ત્રીજી વિકેટ ઝડપી હતી. જાડેજાએ શાઈ હોપને પોતાનો ત્રીજો સ્કોર બનાવતા તેને 1 રન પર ચાલતી પકડાવી હતી. હાલમાં વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 5 વિકેટે 53 રને પહોંચ્યો છે. 

વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 43/4

જાડેજાએ બ્રેન્ડન કિંગને 5 અને પછી કુલદીપ યાદવે રોસ્ટન ચેઝને 1 રને આઉટ કરતાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ દબાણમાં આવી ગઇ હતી. માત્ર 43 રનમાં જ 4 વિકેટો પડી ગઇ છે. 

વિશાળ લીડ બાદ વેસ્ટ ઈન્ડિઝ મુશ્કેલીમાં

વેસ્ટ ઈન્ડિઝની ટીમ પહેલી ઇનિંગમાં માત્ર 162 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં ભારતીય ટીમે વિરાટ અને રોહિતના શતકના આધારે પાંચ વિકેટે 448 રનનો વિશાળ સ્કોર ખડકીને ઈનિંગ ડિક્લેર કરી હતી, અને વેસ્ટ ઈન્ડિઝને 260 રનની જંગી લીડ આપી હતી.

ત્રીજા દિવસની રમત શરૂ: બંને ઓપનર્સ આઉટ

પહેલા બે દિવસની રમત બાદ શનિવારે (ચોથી ઓક્ટોબર) ત્રીજા દિવસની રમત શરૂ થતાની સાથે જ ભારતીય બોલરોએ તરખાટ મચાવ્યો હતો અને વેસ્ટ ઈન્ડિઝની બંને ઓપનિંગ જોડીને સસ્તામાં આઉટ કરી હતી. પહેલી ઇનિંગમાં સારું પ્રદર્શન કરનાર મોહમ્મદ સિરાજે શરૂઆતમાં જ ચંદ્રપોલને (8 રન) આઉટ કર્યો હતો. ચંદ્રપોલ રેડ્ડીને કેચ થમાવી બેઠા હતા. ત્યારબાદ રવીન્દ્ર જાડેજાએ વેસ્ટ ઈન્ડિઝના બીજા ઓપનર જોન કેમ્પબેલને (14 રન) આઉટ કર્યો હતો. જાડેજાએ તેને સાઈ સુદર્શનના હાથમાં કેચ આઉટ કરાવ્યો હતો. આ ઝડપી વિકેટોને કારણે વેસ્ટ ઈન્ડિઝની ટીમ બીજી ઇનિંગમાં મોટા દબાણ હેઠળ આવી ગઈ છે અને ટીમ ઇન્ડિયાએ ટેસ્ટમાં પોતાની પકડ મજબૂત કરી છે.

આ પણ વાંચ: ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની આજે થશે જાહેરાત, રોહિત શર્મા અને કોહલીની વાપસી નક્કી!

Leave a Reply

Your email address will not be published.