વર્લ્ડકપ 2025: ભારતની દીકરીઓએ પાકિસ્તાનને ધૂળ ચટાડી, 88 રને શાનદાર વિજય

Home » Latest Update » વર્લ્ડકપ 2025: ભારતની દીકરીઓએ પાકિસ્તાનને ધૂળ ચટાડી, 88 રને શાનદાર વિજય
વર્લ્ડકપ-2025:-ભારતની-દીકરીઓએ-પાકિસ્તાનને-ધૂળ-ચટાડી,-88-રને-શાનદાર-વિજય

ICC Women’s World Cup 2025 : આઇસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડકપ 2025માં પાકિસ્તાની ટીમનો ભારત સામે શરમજનક પરાજય થયો છે. આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલંબોના આર. પ્રેમડાસા સ્ટેડિયમમાં મેચ યોજાઇ હતી. ભારતે પ્રથમ બેટિંગ કરી પાકિસ્તાનને 248 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે ભારતીય બોલર્સની સામે પાકિસ્તાનની ખેલાડીઓ ટકી ના શકી અને એક બાદ એક વિકેટ પડતી ગઈ. પાકિસ્તાનની ટીમ 43 ઓવરમાં માત્ર 159 રન ફટકારી સમેટાઈ ગઈ હતી, ભારતીય ટીમનો 88 રનથી ભવ્ય વિજય થયો. 

પાકિસ્તાની ટીમની બેટિંગની શરૂઆત જ સારી નહોતી થઈ. મુનિબા માત્ર 2 એન, સદફ 6 રન જ્યારે આલિયા રિયાઝ માત્ર બે રન ફટકારી આઉટ થઈ ગઈ હતી. શરૂઆતના 26 રનમાં જ પાકિસ્તાને ત્રણ વિકેટ ગુમાવી હતી. 

વર્લ્ડકપ 2025: ભારતની દીકરીઓએ પાકિસ્તાનને ધૂળ ચટાડી, 88 રને શાનદાર વિજય 2 - image

ભારતની બેટિંગ કેવી રહી? 

ભારતીય ટીમની ખેલાડીઓએ 50 ઓવરમાં 247 રન ફટકાર્યા હતા. સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલે સારી શરૂઆત આપી અને 48 રનની પાર્ટનરશીપ કરી. પ્રતિકાએ 31 ફટકાર્યા. કેપ્ટન હરમનપ્રીત કૌરે 19 રન ફરકાર્યા હતા. જે બાદ હરલિન દેઓલ અને જેમિમાએ બાજી સંભાળી અને 45 રનની પાર્ટનરશીપ કરી. 

પ્રતિકા રાવલ : 31 રન

સ્મૃતિ મંધાના : 23 રન

હરલિન દેઓલ : 46 રન

હરમનપ્રીત કૌર : 19 રન

જેમિમા : 32 રન

દિપ્તી શર્મા : 25 રન

સ્નેહ રાણા: 20 રન

રિચા ઘોષ: 35 રન

Leave a Reply

Your email address will not be published.