સૌથી વધુ રન બનાવનારી પાકિસ્તાનની ખેલાડીને ICCનો દંડ, ભારત વિરુદ્ધ મેચમાં પિચ પર કર્યો હતો હોબાળો

Home » Latest Update » સૌથી વધુ રન બનાવનારી પાકિસ્તાનની ખેલાડીને ICCનો દંડ, ભારત વિરુદ્ધ મેચમાં પિચ પર કર્યો હતો હોબાળો
સૌથી-વધુ-રન-બનાવનારી-પાકિસ્તાનની-ખેલાડીને-iccનો-દંડ,-ભારત-વિરુદ્ધ-મેચમાં-પિચ-પર-કર્યો-હતો-હોબાળો

ICC Women’s World Cup: આઈસીસી મહિલા વનડે વર્લ્ડ કપનો રોમાંચ શરૂ થઈ ચૂક્યો છે. ગઈકાલે 5 ઓક્ટોબરે રવિવારે યોજાયેલી ભારત-પાકિસ્તાનની મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને પરાજિત કરી હતી. આ મુકાબલામાં પાકિસ્તાનના ખેલાડીઓનો ડ્રામા વાઈરલ થયા છે.જેમાં પાકિસ્તાનની બેટર સિદરા અમીનને આઈસીસીએ આચાર સંહિતાનો ભંગ કરવા બદલ દંડ પણ ફટકાર્યો છે. 

બેટર સિદરાએ આઈસીસી કોડ ઓફ કંડક્ટના લેવલ-1નું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠેરવાઈ છે. સિદરા 40મી ઓવરમાં આઉટ થતાં ગુસ્સે થઈ હતી, અને તે પોતાનું બેટ જોર-જોરથી પીચ પર પછાડવા લાગી હતી. મેદાન પર હાજર એમ્પાયર્સને તેનો આ વ્યવહાર યોગ્ય  લાગ્યો ન હતો. તેથી તેમણે તેની વિરૂદ્ધ રિપોર્ટ નોંધાવ્યો હતો.

એક ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો

આઈસીસીએ સિદરાને સત્તાવાર રૂપે ફિટકાર લગાવી હતી. તેમજ તેના ડિસિપ્લિન રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ જોડ્યો હતો. આઈસીસી અનુસાર, લેવલ-1ના ઉલ્લંઘન બદલ તેને લઘુત્તમ સજા ફટકારવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. તેમજ મહત્તમ 50 ટકા મેચ ફી કપાત કરવાનો નિર્દેશ આપ્યો છે. સિદરાએ પોતાનો આ ગુનો સ્વીકાર્યો છે.

ભારત સામે છગ્ગો ફટકારનારી પ્રથમ પાક. મહિલા

સિદરાએ ગઈકાલે રમાયેલી ઈનિંગમાં સર્વોત્તમ પર્ફોર્મન્સ આપ્યું હતું. તેણે ધૂંઆધાર બેટિંગ કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતાં. ભારતીય મહિલા ટીમ સામે છગ્ગો ફટકનારી તે પ્રથમ પાકિસ્તાની મહિલા બેટર બની હતી. તેણે ગઈકાલે 106 બોલમાં સૌથી વધુ 81 રન ફટકાર્યા હતા. જો કે, તેની ટીમ 247 રનના ટાર્ગેટ સામે 159 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન મહિલા ટીમ હવે પોતાની આગામી મેચ 8 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા સામે કોલંબોમાં રમશે.

સૌથી વધુ રન બનાવનારી પાકિસ્તાનની ખેલાડીને ICCનો દંડ, ભારત વિરુદ્ધ મેચમાં પિચ પર કર્યો હતો હોબાળો 2 - image

Leave a Reply

Your email address will not be published.