VIDEO: પૃથ્વી શો ચાલુ મેચમાં થયો ગુસ્સે, મુંબઈના ખેલાડીને મેદાનમાં દોડાવ્યો

Home » Latest Update » VIDEO: પૃથ્વી શો ચાલુ મેચમાં થયો ગુસ્સે, મુંબઈના ખેલાડીને મેદાનમાં દોડાવ્યો
video:-પૃથ્વી-શો-ચાલુ-મેચમાં-થયો-ગુસ્સે,-મુંબઈના-ખેલાડીને-મેદાનમાં-દોડાવ્યો

Prithvi Shaw Musheer Khan fight: મુંબઈ અને મહારાષ્ટ્ર વચ્ચે રણજી ટ્રોફી 2025-26 પહેલા પ્રેક્ટિસ મેચ પૂણેમાં મંગળવારે એટલે કે, 7 ઓક્ટોબરથી શરુ થઈ છે. જ્યા મેદાન પર એવો નજારો જોવા મળ્યો કે જેને જોઈને ક્રિકેટના ચાહકો ચાહકો સ્તબ્ધ થઈ ગયા.

આ પણ વાંચો: ભારત-પાકિસ્તાનની ICC ટૂર્નામેન્ટમાં મેચ ન થવી જોઈએ…’, ઈંગ્લેન્ડના દિગ્ગજે કરી માગ

ઘટનાનો વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે

પૃથ્વી શો આઉટ થયા પછી ગુસ્સામાં તેના પૂર્વ સાથી મુશીર ખાન તરફ બેટ લઈને દોડ્યો. આ ઘટનાનો વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. આઠ વર્ષ સુધી મુંબઈ માટે ઘરેલુ ક્રિકેટ રમ્યા બાદ તાજેતરમાં મહારાષ્ટ્રમાં જોડાયેલા શોએ 219 બોલમાં 181 રનની શાનદાર ઇનિંગ રમી. 2025/26  રણજી ટ્રોફી શરૂ થાય તે પહેલા વોર્મ-અપ મેચમાં તેણે મેદાનના દરેક ખૂણા પર શોટ માર્યા હતો.

અમ્પાયર તાત્કાલિક વચ્ચે પડતાં પરિસ્થિતિ કાબૂમાં આવી

25 વર્ષીય પૃથ્વી શોએ 140 બોલનો સામનો કર્યા પછી પોતાની સદી પૂરી કરી. 181 રન બનાવ્યા પછી તે મુશીર ખાન દ્વારા ફાઇન લેગ પર કેચ આઉટ થયો હતો. જ્યારે પૃથ્વી શૉ પરત ફરી રહ્યો હતો, ત્યારે તેનો મુશીર ખાન વચ્ચે ઝઘડો થયો. ગુસ્સામાં શૉએ મુશીર ખાન પર બેટ ફેંકતાં પરિસ્થિતિ વધુ વણસી હતી. પરંતુ અમ્પાયર તાત્કાલિક વચ્ચે પડતા પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ. મુશીર સરફરાઝ ખાનનો નાનો ભાઈ છે.

આ પણ વાંચો: શ્રેયસ અય્યરને વાઈસ કેપ્ટન બનાવાતા દિગ્ગજ ખેલાડી થયો નાખુશ, કહ્યું- ‘આવો મોકો નહોતો આપવાનો’

તે છેલ્લે 2021માં ભારત માટે રમ્યો હતો

શૉએ 2018માં અંડર-19 વર્લ્ડ કપમાં ભારતને જીત અપાવી હતી. ત્યારબાદ એજ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. એક સમયે તેને એક મુખ્ય ભારતીય બેટર માનવામાં આવતો હતો. જોકે, ત્યારબાદ તેનું ફોર્મ બગડ્યું હતું, જેથી અનેક વિવાદો ઉભા થયા. શૉ હાલના વર્ષોમાં ફોર્મ, ફિટનેસ અને શિસ્ત સંબંધિત મુદ્દાઓ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. તે છેલ્લે 2021માં ભારત માટે રમ્યો હતો અને IPL 2025ની હરાજીમાં તેની પસંદગી થઈ ન હતી.

Leave a Reply

Your email address will not be published.