ભારતના નામે વૂમન ક્રિકેટમાં નોંધાયો શરમજનક રેકોર્ડ, સાઉથ આફ્રિકાની ટીમે રચ્યો ઈતિહાસ

Home » Latest Update » ભારતના નામે વૂમન ક્રિકેટમાં નોંધાયો શરમજનક રેકોર્ડ, સાઉથ આફ્રિકાની ટીમે રચ્યો ઈતિહાસ
ભારતના-નામે-વૂમન-ક્રિકેટમાં-નોંધાયો-શરમજનક-રેકોર્ડ,-સાઉથ-આફ્રિકાની-ટીમે-રચ્યો-ઈતિહાસ

India Women Cricket: સાઉથ આફ્રિકા સામે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની 10મી મેચમાં ટીમ ઈન્ડિયાને 3 વિકેટે હાર સ્વીકારવી પડી હતી. આ વર્લ્ડ કપમાં ભારતની પહેલી હાર છે. આ હાર સાથે ભારતનો શરમજનક રેકોર્ડ નોંધાયો છે. આ રેકોર્ડ રનચેઝ દરમિયાન5 વિકેટ મેળવ્યા પછી સૌથી વધુ રન આપ્યા હતા. ભારતે આ મેચમાં દક્ષિણ આફ્રિકા માટે 253 રનનો ટારગેટ મુક્યો હતો. આ સ્કોરનો પીછો કરતા આફ્રિકન ટીમે માત્ર 81 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી. તેમ છતાં પણ સાઉથ આફ્રિકાએ ભારતને હરાવીને ઇતિહાસ રચ્યો.

આ પણ વાંચો : IPL 2026 અંગે લેટેસ્ટ અપડેટ, ઓક્શનની તારીખ નક્કી! 15 નવેમ્બર સુધી ખેલાડી રિટેન કરી શકાશે

દક્ષિણ આફ્રિકાએ આ મેચમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ 171 રન બનાવ્યા હતા. જે મહિલા ક્રિકેટના ઇતિહાસમાં અડધી ટીમ પવેલિયમમાં પરત આવ્યા બાદ કોઈપણ ટીમ દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે. આ પહેલા આ રેકોર્ડ ઇંગ્લેન્ડના નામે હતો, જેમણે ભારત સામે જ 2019 માં 159 રન બનાવ્યા હતા.

સફળ રનચેઝમાં પાંચમી વિકેટ પડ્યા પછી સૌથી વધુ રન (WODIs)

  • 171 – સાઉથ આફ્રિકા વિરુદ્ધ ભારત, વિશાખાપટ્ટનમ, 2025 વર્લ્ડ કપ*
  • 159 – ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારત, વાનખેડે, 2019
  • 151 – ઇંગ્લેન્ડ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, વેલિંગ્ટન, 2024
  • 146 – બાંગ્લાદેશ વિરુદ્ધ આયર્લેન્ડ, લાહોર, 2025

આ પણ વાંચો :IND vs WI : બીજી ટેસ્ટમાં યશસ્વીની શાનદાર સદી, સાંઈ સુદર્શન પણ ફોર્મમાં પાછો ફર્યો

આ સાથે, દક્ષિણ આફ્રિકાએ મહિલા વર્લ્ડ કપના ઇતિહાસમાં પાંચમી અને પોતાનો બીજો સૌથી મોટો ટારગેટનો પીછો કરતાં જીત મેળવી હતી. સાઉથ આફ્રિકાએ આ પહેલા 2022 માં ભારત સામે 275 રનનો રેકોર્ડ બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.