VIDEO : T20 ક્રિકેટમાં મોટો ઉલટફેર, દ.આફ્રિકા નામબિયા સામે હાર્યું, રચાયો ઈતિહાસ

Home » Latest Update » VIDEO : T20 ક્રિકેટમાં મોટો ઉલટફેર, દ.આફ્રિકા નામબિયા સામે હાર્યું, રચાયો ઈતિહાસ
video-:-t20-ક્રિકેટમાં-મોટો-ઉલટફેર,-દ.આફ્રિકા-નામબિયા-સામે-હાર્યું,-રચાયો-ઈતિહાસ

Updated: Oct 12th, 2025

GS TEAM

Google News

Google News

VIDEO : T20 ક્રિકેટમાં મોટો ઉલટફેર, દ.આફ્રિકા નામબિયા સામે હાર્યું, રચાયો ઈતિહાસ 1 - image

Namibia Creates History: નામિબિયામાં એક મોટા ઉલટફેરમાં 11 ઓક્ટોબરના રોજ વિન્ડહોકમાં રમાયેલી પહેલી T20 ઈન્ટરનેશનલ મેચમાં નામિબિયાએ દક્ષિણ આફ્રિકાને 4 વિકેટે હરાવી દીધું. નામિબિયાની રાજધાની વિન્ડહોકના નવા ક્રિકેટ સ્ટેડિયમમાં આ પ્રથમ  ઈન્ટરનેશનલ મેચ હતી. નામિબિયાએ છેલ્લા બોલ સુધી ચાલેલી આ રોમાંચક મેચમાં 2024 T20 વર્લ્ડ કપના રનર-અપ દક્ષિણ આફ્રિકાને હરાવી દીધું. નામિબિયા એ આ જીત સાથે જ ઈતિહાસ રચી દીધો છે.

નામિબિયાને છેલ્લા બોલ પર એક રનની જરૂર હતી

છેલ્લા બોલ પર એક રનની જરૂર હતી ત્યારે, નામિબિયાના બેટ્સમેન ઝેન ગ્રીને એક શાનદાર શોટ ફટકારીને બોલને બાઉન્ડ્રીની બહાર મોકલી દીધો, આ બોલ બાઉન્ડ્રીની બહાર જતાં જ 4,000 દર્શકોની ક્ષમતા ધરાવતા નામિબિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર ક્રિકેટ ચાહકો ખુશીથી ઝૂમી ઉઠ્યા. દક્ષિણ આફ્રિકાની ટીમના મોટાભાગના સિનિયર ખેલાડીઓ આગામી ટેસ્ટ સીરિઝ માટે પાકિસ્તાનમાં છે. આ મેચમાં ક્વિન્ટન ડી કોકની નિવૃતિ પછી વાપસી થઈ, પરંતુ તેના માટે પરિણામ નિરાશાજનક રહ્યું.

— FanCode (@FanCode) October 11, 2025

ક્વિન્ટન ડી કોકની વાપસી

તમને જણાવી દઈએ કે, ક્વિન્ટન ડી કોકે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલમાં ભારત સામે હાર્યા બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે, હવે તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો છે અને મર્યાદિત ઓવરની ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરવા માટે પોતાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી છે.

ક્વિન્ટન ડી કોક 1 જ રનમાં આઉટ

નામિબિયા સામેની પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનિંગ કરવા આવેલા ડી કોક લાંબા સમય સુધી ક્રીઝ પર ન ટકી શક્યો. નામિબિયાના ફાસ્ટ બોલર ગેરહાર્ડ ઈરાસ્મસે તેને પ્રથમ ઓવરમાં જ માત્ર એક જ રન પર આઉટ કરી દીધો. રીઝા હેન્ડ્રિક્સ પણ પ્રભાવ છોડવામાં નિષ્ફળ ગયો, જેના કારણે પાંચમી ઓવર સુધીમાં દક્ષિણ આફ્રિકાનો સ્કોર 2 વિકેટ પર 25 રન થઈ ગયો.

નામિબિયા માટે ટ્રમ્પેલમેન સૌથી સફળ બોલર રહ્યો

રુબિન હરમન અને લુઆન-ડ્રે પ્રીટોરિયસે દક્ષિણ આફ્રિકાની ઈનિંગ્સ સંભાળઈ. જોકે રુબિન હરમન આક્રમક રહ્યો પરંતુ રુબેન ટ્રમ્પેલમેને આ ભાગીદારીનો અંત કર્યો. પ્રીટોરિયસ પણ તરત જ આઉટ થયો, પરંતુ જેસન સ્મિથે 31 રનની ઇનિંગ રમીને સ્થિતિ સંભાળી. તેને નીચલા ક્રમના બેટ્સમેનોનો સારો સાથ મળ્યો અને દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 8 વિકેટે 134 રન બનાવ્યા. નામિબિયા માટે ટ્રમ્પેલમેન સૌથી સફળ બોલર રહ્યો, તેણે 28 રન આપીને 3 વિકેટ ઝડપી.

નામિબિયાની જીત

નામિબિયાની ટીમ ધીમી ગતિએ ટાર્ગેટનો પીછો કરી રહી હતી અને જાન ફ્રાયલિંક અને લૌરીન સ્ટીનકેમ્પ જલ્દી આઉટ થઈ જવાથી તેઓ બેકફૂટ પર આવી ગયા. કેપ્ટન ઈરાસ્મસે 21 રનની શાનદાર રમત રમી, પરંતુ ફોર્ટુઈને તેને આઉટ કરી દીધો. જેજે સ્મિત અને માલન ક્રુગરના આઉટ થયા પછી નામિબિયાના બેટ્સમેનો માટે બાઉન્ડ્રી લગાવવી મુશ્કેલી થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકા આ ​​ઓછા સ્કોરવાળી મેચમાં જીત તરફ આગળ વધી રહ્યું હતું, પરંતુ ઝેન ગ્રીને તેની આશાઓ પર પાણી ફેરવી દીધું. તેણે શાનદાર  બેટિંગ કરતા 23 બોલમાં અણનમ 30 રન બનાવીને પોતાની ટીમને જીત અપાવી. 

Leave a Reply

Your email address will not be published.