મિચેલ સ્ટાર્ક જેવી જ દમદાર ખેલાડી છે તેની પત્ની, વુમન ટીમ ઇન્ડિયા માટે માથાનો દુઃખાવો બની

Home » Latest Update » મિચેલ સ્ટાર્ક જેવી જ દમદાર ખેલાડી છે તેની પત્ની, વુમન ટીમ ઇન્ડિયા માટે માથાનો દુઃખાવો બની
મિચેલ-સ્ટાર્ક-જેવી-જ-દમદાર-ખેલાડી-છે-તેની-પત્ની,-વુમન-ટીમ-ઇન્ડિયા-માટે-માથાનો-દુઃખાવો-બની

મિચેલ સ્ટાર્ક જેવી જ દમદાર ખેલાડી છે તેની પત્ની, વુમન ટીમ ઇન્ડિયા માટે માથાનો દુઃખાવો બની

Updated: Oct 13th, 2025

GS TEAM

Google News

Google News

Mitchell Starc and his Wife Alyssa Healy

Mitchell Starc and his Wife Alyssa Healy: ભારતીય ટીમ સામે ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની મેચમાં 12 ઑક્ટોબર(રવિવાર)ના રોજ  ઓસ્ટ્રેલિયાની કૅપ્ટન એલિસા હિલીએ બેટિંગ કરીને ધમાકેદાર પ્રદર્શન કર્યું. એલિસાએ 107 બોલમાં 142 રન બનાવ્યા, જેમાં 21 ફોર અને 3 સિક્સ સામેલ હતા. એલિસાની તોફાની ઇનિંગ્સના દમ પર કાંગારુ ટીમે 331 રનનો લક્ષ્યાંક એક ઓવર બાકી રહેતા જ હાંસલ કરી લીધો.

8 ICC ટાઇટલ સાથે ઓસ્ટ્રેલિયાની શ્રેષ્ઠ વિકેટકીપર બેટર

એલિસા હિલી ભારતીય ટીમ માટે પ્રથમ વખત સમસ્યા બની નથી. વિમેન્સ T20 વર્લ્ડ કપ 2020ની ફાઇનલ યાદ કરો, જ્યાં એલિસાએ 75 રનની આક્રમક ઇનિંગ રમીને ભારતની ચેમ્પિયન બનવાની આશા તોડી નાખી હતી. ઓસ્ટ્રેલિયાની બેસ્ટ વિકેટકીપર બેટર ગણાતી એલિસાએ અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ સાથે 2 વનડે વર્લ્ડ કપ અને 6 T20 વર્લ્ડ કપ ટાઇટલ જીત્યા છે.

ભારત સામે એલિસાનો દબદબો: ODIમાં 2 સેન્ચુરી સહિત 752 રન

જમણેરી બેટર એલિસા હિલીએ ભારત સામે 2 ટેસ્ટ મેચમાં 105 રન બનાવ્યા છે. જ્યારે ભારતીય ટીમ સામે 20 વિમેન્સ વનડે ઇન્ટરનેશનલમાં એલિસાના નામે 752 રન નોંધાયેલા છે. એલિસાએ ભારત વિરુદ્ધ વિમેન્સ ODIમાં 2 સેન્ચુરી અને 3 ફિફ્ટી ફટકારી છે. વિમેન્સ T20Iમાં એલિસાએ ભારતીય ટીમ સામે 29 મેચમાં 578 રન બનાવ્યા છે, જેમાં 5 ફિફ્ટી સામેલ છે.

એલિસા હિલીનો આવો છે ઇન્ટરનેશનલ રૅકોર્ડ

તોફાની બેટિંગ માટે જાણીતી એલિસા હિલીએ ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ માટે 10 ટેસ્ટ, 121 ODI અને 162 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે.

તેના આંતરરાષ્ટ્રીય રૅકોર્ડમાં નીચે મુજબના આંકડા સામેલ છે:

– ટેસ્ટ: 489 રન (3 ફિફ્ટી).

– ODI: 3445 રન (35.15ની સરેરાશ સાથે 6 સેન્ચુરી અને 18 ફિફ્ટી).

– T20I: 3054 રન (25.45ની સરેરાશ સાથે 1 સેન્ચુરી અને 17 ફિફ્ટી).

35 વર્ષની એલિસા હિલી ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કની પત્ની છે. સ્ટાર્ક પોતે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બોલર તરીકે પોતાનો દબદબો બનાવી ચૂક્યા છે. 35 વર્ષીય સ્ટાર્ક પણ ઓસ્ટ્રેલિયન પુરુષ ટીમ સાથે ચાર ICC ટાઇટલ જીતી ચૂક્યા છે. જેમાં બે ODI વર્લ્ડ કપ, એક T20 વર્લ્ડ કપ અને એક વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટાઇટલનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: વર્લ્ડકપ સુધી તેંડુલકરનો 100 સેન્ચુરીનો રેકોર્ડ તોડવા કોહલીએ કેટલી મહેનત કરવી પડશે? જાણો સમીકરણ

મિચેલ સ્ટાર્કના નામે કેટલી વિકેટ?

મિચેલ સ્ટાર્કે ઓસ્ટ્રેલિયા માટે 100 ટેસ્ટ, 127 ODI અને 65 T20I (જ્યાંથી તાજેતરમાં સંન્યાસ લીધો) રમી છે. તેના વિકેટ રૅકોર્ડની વાત કરીએ તો તેણે ટેસ્ટમાં 402 વિકેટ (16 પાંચ વિકેટ હોલ સાથે, ODIમાં 244 વિકેટ અને T20Iમાં 79 વિકેટ લીધી છે. 

સ્ટાર્કે 12 ફિફ્ટી સહિત 2997 રન પણ બનાવ્યા છે. ભારત સામે ત્રણેય ફોર્મેટની કુલ 47 મેચમાં તેમણે 103 વિકેટ ઝડપી છે, જે ઇંગ્લેન્ડ (146 વિકેટ) પછી કોઈ એક ટીમ સામે લીધેલી સૌથી વધુ વિકેટ છે.

મિચેલ સ્ટાર્કે ઓસ્ટ્રેલિયા માટે 100 ટેસ્ટ, 127 ODI અને 65 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં સ્ટાર્કે 402 વિકેટ ઝડપી છે, જેમાં 16 વખત પાંચ વિકેટ લેવાનો પરાક્રમ સામેલ છે. જ્યારે વનડે ઇન્ટરનેશનલમાં સ્ટાર્કે 244 વિકેટ પોતાના નામે કરી છે. તાજેતરમાં સ્ટાર્કે T20 ઇન્ટરનેશનલમાંથી સંન્યાસ લીધો હતો. સ્ટાર્કે 65 ઇન્ટરનેશનલ મેચોમાં 79 વિકેટ ઝડપી છે.

મિચેલ સ્ટાર્કે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 12 ફિફ્ટીની મદદથી 2997 રન પણ બનાવ્યા છે. જોવામાં આવે તો સ્ટાર્કે ભારત સામે ત્રણેય ફોર્મેટમાં કુલ 47 મેચ રમી છે, જેમાં તેણે 103 વિકેટ ઝડપી છે. પોતાના કરિયરમાં સ્ટાર્કે આનાથી વધુ વિકેટ (146) માત્ર ઇંગ્લૅન્ડ સામે લીધી છે.

મિચેલ સ્ટાર્ક જેવી જ દમદાર ખેલાડી છે તેની પત્ની, વુમન ટીમ ઇન્ડિયા માટે માથાનો દુઃખાવો બની 2 - image

Leave a Reply

Your email address will not be published.