Rohit and Kohli Hug To Shubman Gill: ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરુઆત રવિવાર, 19 ઓક્ટોબરે થવા જઈ રહી છે. સ્ટાર બેટર વિરાટ કોહલી અને રોહિત શર્મા આ પ્રવાસ માટે દિલ્હી આવી પહોંચ્યા છે અને ટીમ સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. ફ્લાઇટમાં બેસતા પહેલા ટીમના તમામ સભ્યોએ એક બેઠક યોજી હતી. ટીમ ઇન્ડિયાના નવા ODI કેપ્ટન શુભમન ગિલ રોહિત શર્મા સાથે મુલાકાત કરી હતી. રોહિત ગિલને જોઈને ગળે લાગ્યો હતો. વિરાટ કોહલી અને ગિલ વચ્ચે ખાસ બંધન પણ જોવા મળ્યું હતું.
આ પણ વાંચો: ‘ભારતીય ખેલાડીઓ ડરે છે…’, અજિંક્ય રહાણેએ BCCIના પસંદગીકારો સામે સવાલ ઊઠાવ્યાં
ગિલ રોહિત શર્માને ગળે લગાવે છે
ભારતીય ટીમના તમામ ખેલાડીઓ એક સાથે બસમાં બેસીને દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ ટીમ ઇન્ડિયાના ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થવાનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં રોહિત પોતાના બેગ પેક કરતો જોવા મળી રહ્યો છે, જ્યારે શુભમન ગિલ પાછળથી આવે છે. ગિલને જોઈને રોહિત ખુશીથી પૂછે છે, ‘કેમ છો ભાઈ?’ ત્યારે ગિલ તરત જ તેને ભેટી પડે છે.
આ પણ વાંચો: રણજી ટ્રોફીની નવા સિઝનની શરૂઆતમાં વિવાદ, સરફરાઝ-મુશીર સાથે BCCI નું બ્લંડર
વિરાટ કોહલી સાથે ‘હેન્ડશેક’
શુભમન ગિલનો વિરાટ કોહલી સાથેનો સંબંધ પણ અનોખા અંદાજમાં જોવા મળ્યો હતો. ગિલે બસમાં ચઢતા જ આગળની હરોળમાં બેઠેલા વિરાટ કોહલી સાથે હાથ મિલાવ્યો હતો. ત્યારબાદ કોહલીએ તેની પીઠ થપથપાવી અને તેની પ્રશંસા કરી હતી. એ પછી ગિલે ભારતની ODI ટીમના ઉપ-કપ્તાન શ્રેયસ ઐયર સાથે હાથ મિલાવ્યો હતો. ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ બસ દ્વારા એરપોર્ટ પર એકસાથે પહોંચ્યા હતા. બધા ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા સામે ભારતની ODI શ્રેણી માટે ફ્લાઇટમાં રવાના થયા છે.

Leave a Reply