Asia Cup 2025 Controversy: યુદ્ધના મેદાનમાં હાર્યા બાદ પાકિસ્તાન ક્રિકેટના મેદાનમાં પણ પોતાનો રંગ બતાવે છે. એશિયા કપમાં ભારત વિરુદ્ધ એક પણ મેચ જીતી ના શક્યા, હવે ટ્રોફી પણ પચાવી પાડી. જોકે હવે BCCIએ પાકિસ્તાનને અંતિમ ચેતવણી આપતો ઈમેલ પાઠવ્યો છે.
હાલમાં જ ભારતીય ટીમે એશિયા કપ 2025 જીત્યો હતો. જોકે ભારતીય ટીમે ACC ચીફ મોહસિન નકવીના હાથે ટ્રોફી લેવાનો ઈનકાર કરી દીધો કારણ કે નકવી પાકિસ્તના ક્રિકેટ બોર્ડનો પણ પ્રમુખ છે. જે બાદ નકવી ભડક્યો અને ટ્રોફી લઈને જ ચાલ્યો ગયો. બાદમાં તેણે કહ્યું હતું કે ભારતને ટ્રોફી જોઈતી હોય તો સૂર્યકુમાર યાદવ ACCની ઓફિસે આવે અને લઈ જાય.
BCCIએ હવે નકવીને ઈમેલ પાઠવી કહ્યું છે કે વિજેતા ટીમને ટ્રોફી સોંપવામાં આવે. જો કોઈ પ્રતિક્રિયા નહીં આવે તો અમે ICCમાં જઈશું અને કડક એક્શન લઈશું.
નોંધનીય છે કે એશિયા કપમાં જેટલી મેચ થઈ તેમાં ભારતીય ટીમે પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો નહોતો. આટલું જ નહીં ફાઈનલ મેચ પહેલા જ ભારતીય ટીમે સ્પષ્ટ કરી દીધું હતું કે જો અમે જીત્યા તો નકવીના હાથે ટ્રોફી લઈશું નહીં. જોકે નકવીએ આ શરત માનવાનો ઈનકાર કર્યો.

Leave a Reply