Updated: Oct 21st, 2025
GS TEAM

ACC Chief Mohsin Naqvi Asia Cup-2025 Trophy Controversy : એશિયા કપ-2025ની ફાઈનલ મેચમાં ભારત-પાકિસ્તાનની મેચમાં મોટો વિવાદ ઉભો થયો હતો. ભારતે મેચ જીતી હતી, જોકે મેચ બાદ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પાકિસ્તાની ચેરમેન મોહસિન નકલીએ હદ વટાવી દીધી હતી અને તેઓ મેદાનમાંથી ટ્રોફી ચોરીને ભાગી ગયા હતા. આ વિવાદને એક મહિનો થવા આવ્યો છે, છતાં પાકિસ્તાને હજુ સુધી ચેમ્પિયન ભારતને ટ્રોફી આપી નથી.
BCCIને અફઘાન-શ્રીલંકન ક્રિકેટનું સમર્થન
નફ્ફટાઈની હદ વટાવીને ટ્રોફી ચોરીને ભાગેલા નક્વીને બીસીસીઆઈએ ચેતવણી આપી હતી, જોકે તેમ છતાં નક્વીએ એશિયા કપની ટ્રોફી આપવાનો ઈન્કાર કરી દીધો છે. આ મામલે અફઘાન અને શ્રીલંકન ક્રિકેટ બોર્ડે પણ બીસીસીઆઈના વલણનું સમર્થન કર્યું છે.
નક્વીએ હદ વટાવી, દુબઈ આવીને ટ્રોફી લઈ જવા કહ્યું
ફાઈનલ મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે પરાજય આપ્યો હતો. આ એશિયા કપમાં ભારતે પાકિસ્તાનનો ભરપુર વિરોધ કર્યો હતો અને તેમના દેશના કોઈપણ ખેલાડી કે અન્યો સામે હાથ મિલાવવાનું ટાળ્યું હતું. આ મામલે વિવાદ થયા બાદ ફાઈનલ મેચમાં નક્વીએ મોટો વિવાદ ઉભો કર્યો હતો અને ટ્રોફી ચોરીને ભાગી ગયા હતા. હવે તેઓ કહે છે કે, બીસીસીઆઈનું કોઈ પ્રતિનિધિ દુબઈના એસીસી હેડક્વાર્ટર ખાતે આવીને ટ્રોફી લઈ જાય.
આ પણ વાંચો : હદમાં રહેજો નહીંતર મારા એક ઈશારે ઈઝરાયલ 2 મિનિટમાં પતાવી નાંખશે, કોના પર ભડક્યા ટ્રમ્પ?
BCCI નક્વીની નફ્ટાઈનો આપ્યો જવાબ
બીસીસીઆઈએ પણ નક્વીના નફ્ટાઈનો જવાબ આપ્યો છે. બીસીસીઆઈએ નક્વીના પ્રસ્તાવનો ઈન્કાર કર્યો છે. હવે બીસીસીઆઈ આ મામલે આઈસીસીની બેઠકમાં ઉઠાવશે. બીસીસીઆઈએ 30 સપ્ટેમ્બરના રોજ નક્વીને નોટિસ ફટકારી હતી. જેના જવાબમાં નક્વીએ જાહેર કરી છે કે, ભારતી ટીમ એવોર્ડ સેરેમની પહેલા મારા હાથેથી ટ્રોફી
જુઓ નક્વી શું બોલ્યા ?
એશિયા કપ 2025માં એવોર્ડ વિતરણ સમારોહ દરમિયાન થયેલા વિવાદ અંગે નકવીએ બીસીસીઆઈના 30 સપ્ટેમ્બરના પત્રનો જવાબ આપતાં કહ્યું કે, ‘એવોર્ડ સમારોહ શરૂ થવાના ઠીક પહેલાં જ ભારતીય ટીમે જાહેરાત કરી દીધી કે તેઓ તેમના (નકવી) હાથમાંથી ટ્રોફી સ્વીકારશે નહીં, જેના કારણે 40 મિનિટનો વિલંબ થયો. એશિયા કપની ટ્રોફી ભારતીય ટીમની જ છે અને બીસીસીઆઈના કોઈ અધિકારી કે તેના કોઈ પ્રતિનિધિએ દુબઈ આવીને એશિયન ક્રિકેટ કાઉન્સિલના હેડક્વાર્ટરમાંથી તે લઈ લેવી જોઈએ.’
આ પણ વાંચો : અમેરિકામાં ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં બુલડોઝર કાર્યવાહી, સામે આવ્યું ચોંકાવનારું કારણ

Leave a Reply