શ્રેયસ અય્યર ICUમાં દાખલ, ઑસ્ટ્રેલિયા સામેની મેચમાં પાંસળીમાં થઈ હતી ઈજા: રિપોર્ટ

Home » Latest Update » શ્રેયસ અય્યર ICUમાં દાખલ, ઑસ્ટ્રેલિયા સામેની મેચમાં પાંસળીમાં થઈ હતી ઈજા: રિપોર્ટ
શ્રેયસ-અય્યર-icuમાં-દાખલ,-ઑસ્ટ્રેલિયા-સામેની-મેચમાં-પાંસળીમાં-થઈ-હતી-ઈજા:-રિપોર્ટ

Shreyas Iyer Admitted to ICU: ભારતીય ક્રિકેટ ટીમના ODI વાઇસ-કૅપ્ટન શ્રેયસ ઐયરને ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાયેલી ત્રીજી વન-ડે ઇન્ટરનેશનલ(ODI) મેચ દરમિયાન પાંસળીમાં ગંભીર ઈજા પહોંચી હતી. એલેક્સ કેરીનો કેચ પકડતી વખતે ડાબી પાંસળીમાં થયેલી આ ઈજાને કારણે આંતરિક રક્તસ્રાવ(Internal Bleeding) થતાં, તેમને સિડનીની એક હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ(ICU)માં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, આગામી પાંચથી સાત દિવસ સુધી હૉસ્પિટલમાં જ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવે તેવી શક્યતા છે.

કેચ બાદ તરત જ હૉસ્પિટલ ખસેડાયા

અહેવાલો અનુસાર, શ્રેયસ ઐયરને શનિવારે (26મી ઑક્ટોબર) મેચ દરમિયાન ડાબી પાંસળીમાં ઈજા થઈ હતી. એલેક્સ કેરીનો કેચ પકડ્યા બાદ તે પીડામાં હોવાનું જણાતા તેને તરત જ ડ્રેસિંગ રૂમમાં લઈ જવામાં આવ્યો હતો. BCCIની મેડિકલ ટીમે ડ્રેસિંગ રૂમમાં પ્રાથમિક તપાસ બાદ પરિસ્થિતિની ગંભીરતા જોતાં તાત્કાલિક કાર્યવાહી કરી અને ઐયરને હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. 

આ પણ વાંચો: IPL : રોહિત શર્માનો ખાસ મિત્ર બનશે KKRનો હેડ કોચ? ને લઈને અટકળો તેજ

રક્તસ્રાવને કારણે ICUમાં રહેવું જરૂરી!

હૉસ્પિટલમાં રિપોર્ટ આવ્યા બાદ પાંસળીમાં ઇન્ટરનલ બ્લીડિંગ જોવા મળ્યું, જેના કારણે તેમને તાત્કાલિક ICUમાં દાખલ કરવો પડ્યો. સૂત્રોના જણાવ્યાનુસાર, રક્તસ્રાવને કારણે ચેપ ફેલાતો અટકાવવા માટે ઐયરને તેમની રિકવરી પર આધાર રાખીને, બેથી સાત દિવસ સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે. જો કે, તેમની સ્થિતિ હવે સ્થિર છે, તે એક મજબૂત ખેલાડી છે અને ટૂંક સમયમાં સ્વસ્થ થઈ જશે.

જો કે, ઈજાની ગંભીરતા જોતાં, શરુઆતમાં તેમને ત્રણ અઠવાડિયા સુધી રમતથી દૂર રહેવાની અપેક્ષા હતી, પરંતુ હવે તેમનો સ્વસ્થ થવાનો સમયગાળો લાંબો થઈ શકે છે, જેનાથી આગામી દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર પણ અસર પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published.