શ્રેયસ અય્યરનો પરિવાર નહીં જાય ઓસ્ટ્રેલિયા, પિતાએ ડોક્ટરો પર વિશ્વાસ વ્યક્ત કર્યો

Home » Latest Update » શ્રેયસ અય્યરનો પરિવાર નહીં જાય ઓસ્ટ્રેલિયા, પિતાએ ડોક્ટરો પર વિશ્વાસ વ્યક્ત કર્યો
શ્રેયસ-અય્યરનો-પરિવાર-નહીં-જાય-ઓસ્ટ્રેલિયા,-પિતાએ-ડોક્ટરો-પર-વિશ્વાસ-વ્યક્ત-કર્યો

શ્રેયસ અય્યરનો પરિવાર નહીં જાય ઓસ્ટ્રેલિયા, પિતાએ ડોક્ટરો પર વિશ્વાસ વ્યક્ત કર્યો

Updated: Oct 28th, 2025

GS TEAM

Google News

Google News

શ્રેયસ અય્યરનો પરિવાર નહીં જાય ઓસ્ટ્રેલિયા, પિતાએ ડોક્ટરો પર વિશ્વાસ વ્યક્ત કર્યો 1 - image

Shreyas Iyer family : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રણ મેચોની વનડે સીરિઝની ત્રીજી મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન શ્રેયસ અય્યર ફિલ્ડિંગ દરમિયાન એલેક્સ કેરીનો કેચ પકડતી વખતે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેથી ઐયરને તાત્કાલિક મેદાનમાંથી સિડનીની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને પાંસળીમાં ઈજા અને આંતરિક રક્તસ્રાવ હોવાનું નિદાન થયું હતું. જો તેને હોસ્પિટલમાં લઈ જવામાં વિલંબ થયો હોત તો તે જીવલેણ સાબિત થઈ શકી હોત. 

આ પણ વાંચો: IND vs AUS: હર્ષિત સાથે કુલદીપની એન્ટ્રી, વરુણ અને રેડ્ડી આઉટ, ટી20 ટીમમાં આવી હોઈ શકે ભારતની પ્લેઈંગ-11

‘અમને ડોક્ટરો પર ભરોસો છે’

ઐયરની સ્થિતિને ધ્યાનમાં રાખીને ડોક્ટરે તેને તાત્કાલિક ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેના પછી સમાચાર આવ્યા હતા કે તેનો પરિવાર પણ સિડની ગયો છે. જોકે, હવે શ્રેયસ ઐયરના પિતા સંતોષ ઐયરનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે ઓસ્ટ્રેલિયા ન જવાના નિર્ણયની પુષ્ટિ કરી હતી અને ડોક્ટરો પર ભરોસો વ્યક્ત કર્યો છે.

સિડનીની સર્વશ્રેષ્ઠ ડોક્ટર કરી રહ્યા છે શ્રેયસની સારવાર  

શ્રેયસ અય્યરના પિતા સંતોષ અય્યરે ડેક્કન ક્રોનિકલ સાથે વાત કરતા તેમના પુત્રની ઈજા વિશે જણાવ્યું હતું કે, ‘BCCI સતત તેની સારવાર પર નજર રાખી રહ્યી છે, અને તે હવે સ્વસ્થ થઈ રહ્યો છે. સિડનીમાં શ્રેષ્ઠ ડોકટરો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે, અને અમને આશા છે કે, આ અઠવાડિયાના અંત સુધીમાં તેને રજા આપવામાં આવશે. તે T20 ટીમનો ભાગ નથી, તેથી અમને આશા કરી રહ્યા છીએ કે, તે ટૂંક સમયમાં ઘરે પાછો ફરશે.’ 

આ ઉપરાંત કેટલાક રિપોર્ટ પ્રમાણે ઐયરના પરિવારને સિડનીથી તેના સ્વાસ્થ્ય અંગે નિયમિત અપડેટ મળી રહ્યા છે. આ પહેલા સમાચાર આવ્યા હતા કે, શ્રેયસ ઐયરનો પરિવાર સિડની જવા રવાના થઈ શકે છે, અને BCCI તેમની મુસાફરી માટે તમામ વ્યવસ્થા કરી રહ્યું છે.

આ પણ વાંચો: ગુકેશે જાહેરમાં અપમાન કરનારા નાકામુરા સાથે હિસાબ બરાબર કર્યો, ટુર્નામેન્ટમાં દિગ્ગજોને પછાડ્યા

સૂર્યાએ ઐયરની ઈજા વિશે પણ અપડેટ આપ્યું

ભારતીય ટીમ 29 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં પાંચ મેચની T20 શ્રેણી રમવાની છે, જેમાં સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરતાં જોવા મળશે. તો સીરિઝની પહેલી મેચના એક દિવસ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે સૂર્યાને ઐયરની ઈજાને લઈને સવાલ કરવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે, ‘જ્યારે મને તેની ઈજા વિશે ખબર પડી, ત્યારે મેં ફિઝિયો કમલેશ જૈન પાસે અપડેટ માંગ્યું. હાલમાં મારી ઐયર સાથે વાત થઈ, અને તે ઘણી સારી સ્થિતિમાં છે. ડોકટરો સતત ઐયર પર નજર રાખી રહ્યા છે, અને હજુ થોડા દિવસો સુધી તે ડોક્ટરોની દેખરેખ હેઠળ રહેશે. અમે તેને અમારી સાથે ઘરે લઈ જઈશું.’

Leave a Reply

Your email address will not be published.