ઓસ્ટ્રેલિયા સામેની T20 મેચમાં ટીમ ઈન્ડિયા નિષ્ફળ, જીતવા માટે આપ્યો 126 રનનો ટાર્ગેટ, અભિષેકની ફિફ્ટી

Home » Latest Update » ઓસ્ટ્રેલિયા સામેની T20 મેચમાં ટીમ ઈન્ડિયા નિષ્ફળ, જીતવા માટે આપ્યો 126 રનનો ટાર્ગેટ, અભિષેકની ફિફ્ટી
ઓસ્ટ્રેલિયા-સામેની-t20-મેચમાં-ટીમ-ઈન્ડિયા-નિષ્ફળ,-જીતવા-માટે-આપ્યો-126-રનનો-ટાર્ગેટ,-અભિષેકની-ફિફ્ટી

IND vs AUD T20 Match : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ભારતીય બેટિંગ લાઈન-અપ ઓસ્ટ્રેલિયન બોલરો સામે સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર રમાઈ રહેલી આ મેચમાં ભારતીય ટીમ 18.4 ઓવરમાં માત્ર 125 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી અને ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 126 રનનો આસાન લક્ષ્યાંક આપ્યો છે.

હેઝલવુડની ઘાતક બોલિંગ

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિશેલ માર્શે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેચમાં અનુભવી બોલર હેઝલવુડે ચાર ઓવરમાં માત્ર 13 રન આપીને ત્રણ મહત્વની વિકેટો ઝડપી હતી, જ્યારે નાથન એલિસ અને ઝેવિયર બાર્ટલેટે પણ 2-2 વિકેટ લીધી હતી.

ઓસ્ટ્રેલિયા સામેની T20 મેચમાં ટીમ ઈન્ડિયા નિષ્ફળ, જીતવા માટે આપ્યો 126 રનનો ટાર્ગેટ, અભિષેકની ફિફ્ટી 2 - image

અભિષેક શર્માનો એકમાત્ર સંઘર્ષ

ભારત તરફથી યુવા ઓપનર અભિષેક શર્માએ સંઘર્ષ કરતા આક્રમક બેટિંગ કરી હતી. તેણે માત્ર 37 બોલમાં 68 રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. એક સમયે ભારતનો સ્કોર 69 રનમાં પાંચ વિકેટ હતો, ત્યારે અભિષેકે ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અન્ય કોઈ બેટ્સમેન લાંબો સમય ટકી શક્યો ન હતો.

આ પણ વાંચો : ભારતની મહિલા ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો, ઓસ્ટ્રેલિયાને હરાવીને પહોંચી વર્લ્ડકપ ફાઇનલમાં

હર્ષિત રાણાનું પણ મહત્ત્વનું યોગદાન

કેપ્ટન સૂર્યકુમાર યાદવ (1), શુભમન ગિલ (5), અને તિલક વર્મા (0) સહિત ટોચના ક્રમના બેટ્સમેનો નિરાશ કર્યા હતા. અંતમાં, હર્ષિત રાણાએ 33 બોલમાં 35 રનનું યોગદાન આપીને ટીમને 125ના સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. 

આ પણ વાંચો : ઐતિહાસિક જીતની ભાવુક ઉજવણી: ધ્રુસકે ધ્રુસકે રડી પડી જેમિમા, મેચ બાદ કહ્યું- માનસિક રીતે પરેશાન હતી

Leave a Reply

Your email address will not be published.