બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે વધ્યો વિવાદ! સીરિઝ ગુમાવ્યા બાદ પાકિસ્તાને નોંધાવી ફરિયાદ

Home » Latest Update » બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે વધ્યો વિવાદ! સીરિઝ ગુમાવ્યા બાદ પાકિસ્તાને નોંધાવી ફરિયાદ
બાંગ્લાદેશ-અને-પાકિસ્તાન-વચ્ચે-વધ્યો-વિવાદ!-સીરિઝ-ગુમાવ્યા-બાદ-પાકિસ્તાને-નોંધાવી-ફરિયાદ

બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે વધ્યો વિવાદ! સીરિઝ ગુમાવ્યા બાદ પાકિસ્તાને નોંધાવી ફરિયાદ

Updated: Mar 16th, 2026

GS TEAM

Google News

Google News

બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે વધ્યો વિવાદ! સીરિઝ ગુમાવ્યા બાદ પાકિસ્તાને નોંધાવી ફરિયાદ 1 - image

Bangladesh vs Pakistan Match: પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝનો છેલ્લો મુકાબલો મીરપુર (ઢાકા)ના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયો હતો. રવિવાર, 15 માર્ચના રોજ રમાયેલી આ હાઈ-વોલ્ટેજ મેચમાં બાંગ્લાદેશે પાકિસ્તાનને 11 રનથી હરાવીને સીરિઝ 2-1થી પોતાના નામે કરી લીધી હતી. 

સીરિઝ ગુમાવ્યા બાદ પાકિસ્તાને નોંધાવી ફરિયાદ 

બાંગ્લાદેશે 11 વર્ષ બાદ પાકિસ્તાન સામે વનડે સીરિઝ જીતી, પરંતુ મેચની અંતિમ ઓવરમાં થયેલા DRSને લઈને વિવાદ ઉભો થયો છે. એક અહેવાલ પ્રમાણે હાર બાદ પાકિસ્તાની ટીમે આ મામલે ICCના મેચ રેફરી નિયામુર રશીદ સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. આ પહેલા વનડે સીરિઝની પ્રથમ મેચમાં સલમાન અલી આગાને બાંગ્લાદેશી કેપ્ટન મેહદી હસન મિરાઝે રન આઉટ કર્યો હતો, જેના કારણે ખૂબ હોબાળો મચ્યો હતો. 

પાકિસ્તાની ટીમનો આરોપ છે કે, ત્રીજી વનડે દરમિયાન છેલ્લી ઓવરમાં બાંગ્લાદેશને ખોટી રીતે રિવ્યૂ લેવાની મંજૂરી આપવામાં આવી હતી. આ ઘટના પાકિસ્તાનની ઈનિંગ્સની છેલ્લી ઓવરના પાંચમા બોલ પર બની હતી. તે સમયે બાંગ્લાદેશી સ્પિનર ​​રિશાદ હુસૈન બોલિંગ કરી રહ્યો હતો અને પાકિસ્તાની કેપ્ટન શાહીન શાહ આફ્રિદી તેની સામે હતો. શ્રીલંકાના અમ્પાયર કુમાર ધર્મસેનાએ આ બોલને વાઈડ ગણાવ્યો હતો, પરંતુ બાંગ્લાદેશના વિકેટકીપર લિટન દાસ અને બોલરને લાગ્યું કે બેટ્સમેન LBW થવાની શક્યતા છે.

વાઈડના નિર્ણય પર રિવ્યૂ ન લઈ શકાય

ત્યારબાદ બાંગ્લાદેશે રિવ્યૂ લીધો, જેને અમ્પાયરે સ્વીકારી લીધો. પાકિસ્તાની ટીમનું કહેવું છે કે, વાઈડના નિર્ણય પર રિવ્યૂ ન લઈ શકાય અને બાંગ્લાદેશે જાયન્ટ સ્ક્રીન પર રિપ્લે જોયા બાદ રિવ્યૂ લીધો. પાકિસ્તાની ટીમ એ વાતથી પણ નારાજ છે કે રિવ્યૂ લેવા માટે 15 સેકન્ડની સમય મર્યાદા પણ પસાર થઈ ગઈ હતી. જોકે, ટીવી પ્રસારણ પર કોઈ ટાઈમર નહોતું દેખાયું, તેથી રિવ્યૂ સમયસર લેવામાં આવ્યો હતો કે નહીં તેની પુષ્ટિ થઈ શકી નથી.

આ પણ વાંચો: યૌન શોષણની પીડિત બાળકીઓને વારંવાર કોર્ટમાં ન બોલાવો..’, ટ્રાયલ કોર્ટને દિલ્હી હાઈકોર્ટની ફટકાર

મામલો થર્ડ અમ્પાયર પાસે ગયો

જ્યારે મામલો થર્ડ અમ્પાયર પાસે ગયો, ત્યારે અલ્ટ્રાએજ સ્પષ્ટ દેખાયું કે બોલ બેટને સ્પર્શીને નીકળી ગયો હતો. ત્યારબાદ વાઈડનો નિર્ણય પલટી નાખવામાં આવ્યો. આ દરમિયાન શાહીન શાહ આફ્રિદી અમ્પાયરો સાથે દલીલ કરતો જોવા મળ્યો, પરંતુ તેનાથી કંઈ ફરક નહોતો પડવાનો, કારણ કે, વાઈડનો નિર્ણય પલટી નાખવામાં આવ્યો હતો. જોકે, સમગ્ર વિવાદની મેચના પરિણામ પર વધુ અસર ન પડી. શાહીન છેલ્લા બોલ પર આઉટ થઈ ગયો, અને બાંગ્લાદેશે મેચ અને સીરિઝ પોતાના નામે કરી લીધી. 

Leave a Reply

Your email address will not be published.