7 ખેલાડી જેમની ઈજાએ IPL રમનારી ટીમોનું ટેન્શન વધાર્યું, 4 તો ટુર્નામેન્ટ બહાર થઈ ગયા

Home » Latest Update » 7 ખેલાડી જેમની ઈજાએ IPL રમનારી ટીમોનું ટેન્શન વધાર્યું, 4 તો ટુર્નામેન્ટ બહાર થઈ ગયા
7-ખેલાડી-જેમની-ઈજાએ-ipl-રમનારી-ટીમોનું-ટેન્શન-વધાર્યું,-4-તો-ટુર્નામેન્ટ-બહાર-થઈ-ગયા

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News

Google News

7 ખેલાડી જેમની ઈજાએ IPL રમનારી ટીમોનું ટેન્શન વધાર્યું, 4 તો ટુર્નામેન્ટ બહાર થઈ ગયા 1 - image

Cricket News : IPL 2026 શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ક્રિકેટ રસિકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ ઇજાગ્રસ્ત ખેલાડીઓની યાદી સતત વધતી જઇ રહી છે. અત્યાર સુધીમાં કુલ 7 ખેલાડીઓ ઇજાગ્રસ્ત હોવાના અહેવાલો સામે આવ્યા છે, જેમાંથી 4 ખેલાડીઓ તો આખી સીઝનમાંથી બહાર થઈ ગયા છે.

4 ખેલાડીઓ આખી સીઝન નહીં રમી શકે

હર્ષિત રાણા (KKR): કોલકાતા નાઇટ રાઇડર્સના આ સ્ટાર બોલરને દક્ષિણ આફ્રિકા સામેના T20 વર્લ્ડ કપ 2026 ના વોર્મ-અપ મેચ દરમિયાન ઇજા થઈ હતી. BCCI ના વાર્ષિક એવોર્ડ્સ (Naman Awards) માં તેઓ લાકડીનો ટેકો લઇને ચાલતો જોવા મળ્યો હતો, જે દર્શાવે છે કે તેઓ આખી સીઝન રમી શકશે નહીં.

નાથન એલિસ (CSK): ચેન્નાઈ સુપર કિંગ્સના CEO કાશી વિશ્વનાથને પુષ્ટિ કરી છે કે હેમસ્ટ્રિંગની ઇજાને કારણે એલિસ IPL 2026 માં જોવા મળશે નહીં.

સેમ કરન (RR): રાજસ્થાન રોયલ્સ માટે આ મોટો ફટકો છે. ગ્રોઈન ઇજાને કારણે ઇંગ્લેન્ડનો આ ઓલરાઉન્ડર આ વર્ષે મેદાન પર ઉતરી શકશે નહીં.

જેક એડવર્ડ્સ (SRH): સનરાઇઝર્સ હૈદરાબાદે જેને 3 કરોડમાં ખરીદ્યો હતો તે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર પણ અજ્ઞાત ઇજાને કારણે આખી સીઝન રમી શકે તેમ નથી.

આ પણ વાંચો : અમદાવાદમાં 40 કિમી/પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન, 16 વૃક્ષો ધરાશાયી, વાતાવરણમાં પ્રસરી ઠંડક

શરૂઆતની મેચોમાં નહીં જોવા મળે આ ખેલાડી

પેટ કમિન્સ (SRH): ઓસ્ટ્રેલિયાનો આ દિગ્ગજ કેપ્ટન શરૂઆતની મેચોમાં જોવા નહી મળે. તેની ગેરહાજરીમાં ઈશાન કિશનને સનરાઇઝર્સ હૈદરાબાદનો કેપ્ટન બનાવાયો છે. 

જોશ હેઝલવુડ (RCB): રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને પ્રથમ ટાઇટલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર હેઝલવુડ ઇજામાંથી રિકવર થઈ રહ્યો છે. જો કે તે શરૂઆતની મેચોમાં જોવા નહી મળે. 

લોકી ફર્ગ્યુસન (PBKS): ન્યુઝીલેન્ડનો આ ફાસ્ટ બોલર ઇજા નહીં પરંતુ પારિવારિક કારણોસર પ્રથમ સાત મેચો માટે ઉપલબ્ધ રહેશે નહીં.

ફ્રેન્ચાઇઝીઓ માટે મુશ્કેલી

ખાસ કરીને સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ માટે પ્લેઇંગ-11 સેટ કરવામાં મોટી મુશ્કેલી પેદા થઇ છે. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ મહત્વના બોલરો અને ઓલરાઉન્ડરો ગુમાવવા એ કોઈપણ ટીમ માટે રણનીતિક રીતે મોટું નુકસાન છે.

Leave a Reply

Your email address will not be published.