Image Source: IANS
Ex-Captain’s Sly Dig At Shreyas Iyer: ઑસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થતા જ ક્રિકેટર શુભમન ગિલની ચર્ચા વધુ થઈ રહી છે. જણાવી દઈએ કે ટીમના સિલેક્ટર્સે ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે મેચમાં ક્રિકેટર રોહિત શર્માની જગ્યાએ શુભમનને કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે અને વાઇસ કેપ્ટનની જવાબદારી શ્રેયસ અય્યરને સોંપવામાં આવી છે. જણાવી દઈએ કે અય્યરને એશિયા કપમાં પણ ટીમ ઈન્ડિયાના સ્કવોડમાં જગ્યા નહોતી મળી પણ હવે તેને ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે મેચમાં વાઇસ કેપ્ટનની જવાબદારી મળતા ભારતીય ટીમના ભૂતપૂર્વ રાઇટહેન્ડ બેટર અને ટીમના ભૂતપૂર્વ કેપ્ટન પણ રહી ચૂકેલા દિલીપ વેંગસરકરે વાંધો વ્યક્ત કર્યો છે.
શ્રેયસ અય્યરની ફિટનેસ પર સવાલ
શ્રેયસને હાલમાં જ ઑસ્ટ્રેલિયા એ સામે ટેસ્ટ મેચ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, જો કે તેને પહેલી મેચ પછી જ બ્રેક લીધો હતો. શ્રેયસના બ્રેક લેવાના આ નિણર્યને જોતા દિલીપ વેંગસરકરે સવાલ ઉઠાવ્યા હતા. વેંગસરકરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘અય્યરનો એક નિર્ણય મને સમજાયો નહીં, તે કહે છે કે રેડ બોલ ફોર્મેટમાં તે અનફિટ છે, પણ વાઇટ બોલ ક્રિકેટમાં તે ફિટ છે. મને રેડ બોલ અને વાઇટ બોલ વચ્ચેનો અંતર સમજાયો નહીં. મને લાગે છે કે જો તમે વાઇટ બોલ માટે ફિટ છો, તો તમે રેડ બોલ માટે પણ ફિટ હોવા જોઈએ’.
શુભમન ગિલ સારો કેપ્ટન
વેંગસરકરે શુભમન ગિલની કેપ્ટનશિપના ઘણા વખાણ કર્યા. તેણે કહ્યું કે, ‘ગિલ બધા જ ફોર્મેટમાં ખૂબ સારો ખેલાડી છે, જ્યારે તમે સારા કેપ્ટનની પસંદગી કરો છો તેની પહેલા તમે સારી ટીમની પસંદગી કરો છો. મને લાગે છે કે ગિલ વનડે અને ટેસ્ટ મેચોમાં ટીમનું નેતૃત્વ કરવા માટે સૌથી યોગ્ય વ્યક્તિ છે કારણ કે તે T20માં પણ સારો છે.’

Leave a Reply