ક્રિકેટના મેદાનમાં લડાઈ બાદ પૃથ્વી શૉએ મુશીર ખાનની માફી માગી, ગળે ભેટી નાનો ભાઈ ગણાવ્યો

Home » Latest Update » ક્રિકેટના મેદાનમાં લડાઈ બાદ પૃથ્વી શૉએ મુશીર ખાનની માફી માગી, ગળે ભેટી નાનો ભાઈ ગણાવ્યો
ક્રિકેટના-મેદાનમાં-લડાઈ-બાદ-પૃથ્વી-શૉએ-મુશીર-ખાનની-માફી-માગી,-ગળે-ભેટી-નાનો-ભાઈ-ગણાવ્યો

ક્રિકેટના મેદાનમાં લડાઈ બાદ પૃથ્વી શૉએ મુશીર ખાનની માફી માગી, ગળે ભેટી નાનો ભાઈ ગણાવ્યો

Updated: Oct 10th, 2025

GS TEAM

Google News

Google News

ક્રિકેટના મેદાનમાં લડાઈ બાદ પૃથ્વી શૉએ મુશીર ખાનની માફી માગી, ગળે ભેટી નાનો ભાઈ ગણાવ્યો 1 - image

Prithvi Shaw : રણજી ટ્રોફી 2025 – 26 ની શરૂઆત પહેલા મહારાષ્ટ્ર અને મુંબઈ વચ્ચે ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ રમાઈ હતી. મહારાષ્ટ્રના ઓપનર પૃથ્વી શૉનો તેની જુની મુંબઈ ટીમના ખેલાડી મુશીર ખાન સાથે મેદાન પર ઝઘડ્યો હતો.

આ પણ વાંચો : IND vs WI : બીજી ટેસ્ટમાં યશસ્વીની શાનદાર સદી, સાંઈ સુદર્શન પણ ફોર્મમાં પાછો ફર્યો

પૃથ્વી શો મુશીર સાથે મળ્યા અને માફી માંગી

જોકે, હવે આ વિવાદનો અંત આવી ગયો છે. TOI ના રિપોર્ટ પ્રમાણે પૃથ્વી શો મુશીર સાથે મળ્યા અને માફી માંગી. ત્યારે ત્રીજા દિવસે મહારાષ્ટ્રની ઈનિંગ ચાલી રહી હતી, તો વિકેટ પડ્યા પછી પૃથ્વી શૉ ખુદ મુશીરની પાસે ગયો હતો. પૃથ્વીએ મુશીરને ગળે લગાવીને કહ્યું તુ મારો નાના ભાઈ જેવો છે. 

મુશીરને ગળે લગાવી કહ્યું, નાના ભાઈ જેવો છે

આ વિવાદ ત્યારે થયો, જ્યારે પૃથ્વી શૉ 181 રનોની શાનદાર ઈનિંગ રમ્યા બાદ મુશીર ખાન દ્વારા આઉટ થયો હતો. ઇરફાન ઉમૈરે તેને કેચ આઉટ કર્યો હતો. મહારાષ્ટ્રની ઇનિંગ દરમિયાન વિકેટ પડ્યા પછી પૃથ્વી શો વ્યક્તિગત રીતે મુશીર પાસે ગયો. પૃથ્વીએ મુશીરને ગળે લગાવ્યો અને કહ્યું કે તે નાના ભાઈ જેવો છે.

અમ્પાયરે પરિસ્થિતિ શાંત કરવા દરમિયાનગીરી કરી હતી

વિકેટ લીધા પછી, મુશીરે તેનો આભાર માન્યો, જેથી પૃથ્વી ગુસ્સે થયો. વીડિયો ફૂટેજમાં શોએ તેનું બેટ ઊંચું કરીને મુશીર તરફ આગળ વધતો જોવા મળ્યો હતો. ત્યારબાદ અમ્પાયરે પરિસ્થિતિ શાંત કરવા માટે દરમિયાનગીરી કરી. રિપોર્ટ પ્રમાણે, મુંબઈના ખેલાડીઓની સતત સ્લેજિંગથી પૃથ્વી શૉ નારાજ હતો. તેથી ગુસ્સામાં આવી તેણે બેટ ઉંચુ કરીને મુશીરનો કોલર પકડવાની કોશિષ કરી હતી. પૃથ્વી શો આ સિઝનમાં મહારાષ્ટ્ર માટે રમી રહ્યો છે. તેણે તે મેચમાં અર્શીન કુલકર્ણી સાથે 305 રનની મોટી ભાગીદારી કરી હતી.

આ પણ વાંચો : ‘6,6,6,6…’, ટીમ ઈન્ડિયાના ધૂરંધરની તોફાની ઇનિંગ, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે તક નથી મળી

ઉલ્લેખનીય છે કે, હાલમાં પૃથ્વી શૉ તેની રમત કરતાં તેના અનુશાસનહીન વ્યવહાર માટે વધુ ચર્ચામાં જોવા મળી રહ્યો છે. જોકે, મુશીરની માફી માંગીને તેણે એક સકારાત્મક સંદેશ આપ્યો છે, કે તે ક્રિકેટ પર ફરી ફોકસ કરવા માંગે છે. 

Leave a Reply

Your email address will not be published.