ઓલ ટાઈમ બેસ્ટ T20 ઇલેવનમાં રોહિત શર્માને બનાવાયો કેપ્ટન, સ્ટારે ઓલરાઉન્ડરની નજરે જુઓ કયા ખેલાડી શ્રેષ્ઠ

Home » Latest Update » ઓલ ટાઈમ બેસ્ટ T20 ઇલેવનમાં રોહિત શર્માને બનાવાયો કેપ્ટન, સ્ટારે ઓલરાઉન્ડરની નજરે જુઓ કયા ખેલાડી શ્રેષ્ઠ
ઓલ-ટાઈમ-બેસ્ટ-t20-ઇલેવનમાં-રોહિત-શર્માને-બનાવાયો-કેપ્ટન,-સ્ટારે-ઓલરાઉન્ડરની-નજરે-જુઓ-કયા-ખેલાડી-શ્રેષ્ઠ

Image Source: IANS 

All-Time T20 XI: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ‘હિટમેન’ રોહિત શર્મા ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. ઝિમ્બાબ્વેના સ્ટાર ઓલરાઉન્ડર સિકંદર રજાએ પોતાની ‘ઓલ ટાઈમ બેસ્ટ T20 ઈલેવન’ જણાવી છે. જેમાં તેણે રોહિત શર્માને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. રજાએ અનેક દિગ્ગજ ક્રિકેટરોને પાછળ રાખીને રોહિત પર વિશ્વાસ વ્યક્ત કર્યો, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેની આ ટીમમાં વિરાટ કોહલી અને એમ.એસ. ધોની જેવા મહાન ખેલાડીઓને સ્થાન મળ્યું નથી.

સિકંદર રજાની T20 ડ્રીમ ટીમ

રજાની ટીમમાં ઓપનિંગની જવાબદારી ક્રિસ ગેલ અને રોહિત શર્મા (કેપ્ટન)ને અપાઈ છે. બંને ખેલાડીઓએ T20 ક્રિકેટમાં ધમાકેદાર પ્રદર્શન કરીને પોતાની ઓળખ બનાવી છે. વિકેટકીપર તરીકે નિકોલસ પૂરનને પસંદ કરવામાં આવ્યો છે, જ્યારે મિડલ ઓર્ડરમાં એબી ડી વિલિયર્સ, હેનરિક ક્લાસેન અને કાયરન પોલાર્ડનો સમાવેશ થયો છે. ઓલરાઉન્ડર તરીકે રવિન્દ્ર જાડેજા અને શાહિદ અફરીદીની પસંદગી કરવામાં આવી છે. બોલિંગ એટેક પણ ખૂબ જ મજબૂત છે, જેમાં રાશિદ ખાન, જસપ્રીત બુમરાહ, મિચેલ સ્ટાર્ક અને શાહીન અફરીદીને સ્થાન આપવામાં આવ્યું છે.

રોહિત શર્મા પર હજી પણ ટકી છે બધાની નજર

ભારતીય ટીમની કેપ્ટનશિપ છીનવાઈ જવા છતાં, રોહિત શર્માનો ફોકસ ફિટનેસ અને ફોર્મ પર યથાવત્ છે. માહિતી મુજબ, છેલ્લા કેટલાક મહિનામાં તેણે લગભગ 15 કિલો વજન ઘટાડ્યું છે અને હવે પહેલાં કરતાં વધુ ફિટ દેખાઈ રહ્યો છે. ઑસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન રોહિત શર્માના પ્રદર્શન પર સૌની નજર રહેશે. ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે જો રોહિત ત્યાં રન બનાવે છે, તો સિલેક્ટર્સ માટે તેમને અવગણવું મુશ્કેલ બની જશે. કેટલાક રિપોર્ટ્સમાં એવું પણ કહેવાઈ રહ્યું છે ઑસ્ટ્રેલિયા સીરિઝ પછી રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય કારકિર્દી અંતિમ ચરણમાં પહોંચી શકે છે.

Leave a Reply

Your email address will not be published.