VIDEO: સિડનીમાં વિરાટ કોહલીમાં ચિત્તા જેવી સ્ફૂર્તિ દેખાઈ, જબરદસ્ત કેચ કેમેરામાં કેદ

Home » Latest Update » VIDEO: સિડનીમાં વિરાટ કોહલીમાં ચિત્તા જેવી સ્ફૂર્તિ દેખાઈ, જબરદસ્ત કેચ કેમેરામાં કેદ
video:-સિડનીમાં-વિરાટ-કોહલીમાં-ચિત્તા-જેવી-સ્ફૂર્તિ-દેખાઈ,-જબરદસ્ત-કેચ-કેમેરામાં-કેદ

IND vs AUS: સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે શનિવારે (25મી ઓક્ટોબર) ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી વન-ડે ઇન્ટરનેશનલ (ODI) મેચમાં વિરાટ કોહલીએ ફરી એકવાર પોતાની ફિલ્ડિંગથી સાબિત કરી દીધું કે તે વિશ્વના સૌથી ફિટ ક્રિકેટરોમાંનો એક છે. મેચ દરમિયાન કોહલીએ એક અદ્ભુત અને ઝડપથી કેચ પકડીને ઓસ્ટ્રેલિયાના બેટર મેથ્યુ શોર્ટને પેવેલિયન ભેગો કર્યો હતો.

હવામાં કૂદીને પકડ્યો શાનદાર કેચ

ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સની 23મી ઓવરમાં વોશિંગ્ટન સુંદરની બોલિંગ પર મેથ્યુ શોર્ટે મિડ-વિકેટ તરફ એક ઝડપી શોટ રમ્યો હતો. બોલ એટલી ઝડપથી આવ્યો કે ફિલ્ડિંગ કરી રહેલા કોહલી પાસે પ્રતિક્રિયા આપવા માટે માંડ એક સેકન્ડનો સમય હતો. જોકે, કોહલીએ પોતાની ચપળતા દર્શાવતા તરત જ હવામાં કૂદી પડ્યો અને બોલને પોતાના હાથમાં જકડીને એક અકલ્પનીય કેચ પૂરો કર્યો.

કોહલીના આ કેચથી સ્ટેડિયમમાં હાજર હજારો દર્શકો રોમાંચિત થઈ ગયા હતા અને આખું મેદાન ‘કોહલી… કોહલી…’ ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.

આ પણ વાંચો: ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરની છેડતી, બાઈક પર આવેલા બદમાશોએ કર્યા અડપલાં

ફિલ્ડિંગમાં તોડ્યો રિકી પોન્ટિંગનો રેકોર્ડ

આ કેચ પકડવાની સાથે જ વિરાટ કોહલીએ ODI ક્રિકેટમાં એક મોટી સિદ્ધિ પણ હાંસલ કરી છે. આ મેચમાં કોહલીએ પોતાનો 163મો ODI કેચ પૂરો કરીને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ કેપ્ટન રિકી પોન્ટિંગ (160 કેચ) ને પાછળ છોડી દીધો છે.

ODI ક્રિકેટમાં સૌથી વધુ કેચ પકડનારા ખેલાડીઓની યાદીમાં હવે કોહલી મહેલા જયવર્ધને (218 કેચ)થી જ પાછળ છે. કોહલીની આ શાનદાર ફિલ્ડિંગે સમગ્ર ભારતીય ટીમમાં નવી ઊર્જાનો સંચાર કર્યો છે. કેપ્ટન રોહિત શર્મા પોતે 30 યાર્ડના સર્કલમાં ડાઇવ કરતા જોવા મળ્યા હતા, જેણે ભારતીય ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું.

Leave a Reply

Your email address will not be published.