Virat Kohli-Rohit Sharma: ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝની ત્રીજી મેચમાં ભારતીય ટીમે 9 વિકેટની શાનદાર જીત હાસંલ કરી. 25 ઓક્ટોબરના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે ભારતને જીત માટે 237 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ભારતીય ટીમે સરળતાથી ચેઝ કરી લીધો. ભારતીય ટીમની જીતમાં દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. બંને અનુભવી ખેલાડીઓએ પોતાનો ક્લાસ બતાવતા કાંગારૂ બોલરોને ઘૂંટણીએ લાવી દીધા.
સિડનીમાં ROKOની શાનદાર બેટિંગ
ROKOની જોડીએ બીજી વિકેટ માટે 168 રનની પાર્ટનરશિપ કરી. જેનાથી ભારતીય ટીમની જીત ખૂબ જ સરળ થઈ ગઈ. રોહિત શર્મા 121 રન પર અણનમ રહ્યો જ્યારે વિરાટ કોહલી 74 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો. આ જીત સાથે ભારતીય ટીમ ત્રણ મેચની વનડે સીરિઝમાં ક્લીન સ્વીપથી બચવામાં સફળ રહી. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયન ટીમે પર્થ અને એડિલેડ વનડેમાં જીત હાંસલ કરીને સીરિઝ પોતાના નામે કરી લીધી હતી.
સિડની વનડેમાં શાનદાર પ્રદર્શન છતાં રોહિત શર્મા અને વિરાટ કોહલીના વનડે કરિયરને લઈને સવાલ ઉઠી રહ્યા છે. આ બંને દિગ્ગજો T20 ઈન્ટરનેશનલ અને ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી ચૂક્યા છે. આવી સ્થિતિમાં રોહિત-કોહલી (ROKO) માત્ર વનડે ફોર્મેટમાં જ ભારત માટે રમી રહ્યા છે. મેચ પછી કેપ્ટન શુભમન ગિલને રોહિત અને કોહલી વિશે સવાલ કરવામાં આવ્યો, કારણ કે, એક મહિના સુધી ભારતની કોઈ વનડે મેચ નથી અને ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરિઝ પહેલા પણ લાંબો બ્રેક રહેશે.
શુભમન ગિલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘આ અંગે હજુ સુધી ચર્ચા નથી થઈ. પરંતુ દક્ષિણ આફ્રિકા સામેની વનડે સીરિઝ (6 ડિસેમ્બર) સમાપ્ત થયા પછી અને ન્યુઝીલેન્ડ સીરિઝ (11 જાન્યુઆરી, 2026) પહેલા તેમના માટે મોટું અંતર રહેશે. ત્યારે અમે જોઈશું કે આ બંને અનુભવી ખેલાડીઓને કેવી રીતે ટચમાં રાખી શકાય. કદાચ એ જ સમયે કોઈ નિર્ણય લેવામાં આવે.’
આ પણ વાંચો: વનડે વર્લ્ડકપ પછી જ નિવૃત્તિ લેશે રોહિત શર્મા, હિટમેનને લઈને કોણે કરી ભવિષ્યવાણી?
રોહિત શર્મા અને વિરાટ કોહલી હવે દક્ષિણ આફ્રિકા સામેની વનડે સીરિઝમાં ભારત માટે રમી શકે છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 14 નવેમ્બરથી બે મેચની ટેસ્ટ સીરિઝ શરૂ થવાની છે. ત્યારબાદ વનડે સીરિઝનું આયોજન થશે. વનડે 30 સીરિઝની શરૂઆત નવેમ્બરે રાંચીમાં થશે. ત્યારબાદ બીજી મેચ 3 ડિસેમ્બરે રાયપુરમાં રમાશે. છેલ્લી વનડે મેચ 6 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે. આનો અર્થ એ થયો કે કોહલી અને રોહિત હવે ભારત માટે પોતાની આગામી મેચ 30 નવેમ્બરે રમી શકે છે, જેમાં હજું પણ એક મહિનાનો સમય બાકી છે.
ત્યારબાદ ભારતીય ટીમ આવતા વર્ષે 11 જાન્યુઆરીથી ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચની વનડે સીરિઝ પણ રમશે. આ બધા વચ્ચે ઘરેલુ વનડે ટુર્નામેન્ટ (વિજય હજારે ટ્રોફી) 24 ડિસેમ્બરથી શરૂ થશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, રોહિત અને કોહલીપોતપોતાની સ્થાનિક ટીમો માટે કેટલીક મેચ રમતા નજર આવશે, જેથી લય બની રહે.
ભારત VS દક્ષિણ આફ્રિકા શેડ્યૂલ
પહેલી ટેસ્ટ: 14 થી 18 નવેમ્બર, કોલકાતા
બીજી ટેસ્ટ: 22 થી 26 નવેમ્બર, ગુવાહાટી
પહેલી વનડે: 30 નવેમ્બર, રાંચી
બીજી વનડે: 3 ડિસેમ્બર, રાયપુર
ત્રીજી વનડે: 6 ડિસેમ્બર, વિશાખાપટ્ટનમ
પહેલી T20: 9 ડિસેમ્બર, કટક
બીજી T20: 11 ડિસેમ્બર, મુલ્લાનપુર
ત્રીજી T20: 14 ડિસેમ્બર, ધર્મશાલા
ચોથી T20: 17 ડિસેમ્બર, લખનઉ
પાંચમી T20: 19 ડિસેમ્બર, અમદાવાદ
ભારત vs ન્યુઝીલેન્ડ શેડ્યૂલ
11 જાન્યુઆરી – પહેલી વનડે, વડોદરા
14 જાન્યુઆરી – બીજી વનડે, રાજકોટ
18 જાન્યુઆરી – ત્રીજી વનડે, ઈન્દોર
21 જાન્યુઆરી – પહેલી T20, નાગપુર
23 જાન્યુઆરી – બીજી T20, રાયપુર
25 જાન્યુઆરી – ત્રીજી T20, ગુવાહાટી
28 જાન્યુઆરી – ચોથી T20, વિશાખાપટ્ટનમ
31 જાન્યુઆરી – પાંચમી T20, તિરુવનંતપુરમ

Leave a Reply