IND vs ENG: પહેલી ઇનિંગમાં 224 રનમાં જ ભારતીય ટીમ ઓલઆઉટ, કરૂણ નાયરની ફિફ્ટી

Home » Latest Update » IND vs ENG: પહેલી ઇનિંગમાં 224 રનમાં જ ભારતીય ટીમ ઓલઆઉટ, કરૂણ નાયરની ફિફ્ટી
ind-vs-eng:-પહેલી-ઇનિંગમાં-224-રનમાં-જ-ભારતીય-ટીમ-ઓલઆઉટ,-કરૂણ-નાયરની-ફિફ્ટી

IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની પાંચમી અને અંતિમ મેચ લંડનના ઓવલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આજે (1 ઓગસ્ટ) આ મેચનો બીજો દિવસ છે. પહેલી ઈનિંગમાં ભારતીય ટીમ 224 રન બનાવીને ઓલઆઉટ થઈ છે. આ મુકાબલો ‘કરો યા મરો’ જેવો છે. શુભમન ગિલની આગેવાનીમાં ભારતીય ટીમ પાંચ મેચોની સીરિઝમાં ત્યારે જ બરાબરી કરી શકશે, જ્યારે આ મેચ જીતશે. આ મેચ ડ્રો રહેશે અથવા તો યજમાન ઇંગ્લેડને જીત મેળવી તો ટીમ ઈન્ડિયા સીરિઝ ગુમાવી દેશે.

કરૂણ નાયરની અર્ધસદી

ઓવલ ટેસ્ટ મેચમાં ટોસ હાર્યા બાદ પહેલી ઈનિંગ ભારતીય ખેલાડી માટે અત્યંત કપરી રહી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલ બે રનમાં આઉટ થયો હતો. જો કે, કરૂણ નાયરે બાજી સંભાળી હતી. તેણે 109 બોલમાં 57 રન ફટકારી ટીમ ઈન્ડિયાને 200નો આંકડો ક્રોસ કરાવવામાં મદદ કરી હતી. ટીમ ઈન્ડિયા 69.4 ઓવરમાં 224 રન બનાવી ઓલ આઉટ થઈ હતી.

ગસ એટકિન્સને પાંચ વિકેટ ઝડપી

પહેલી ઈનિંગમાં ઈંગ્લેન્ડના ગસ એટકિન્સે ઉમદા બોલિંગ કરી બેટરને રન માટે હંફાવ્યા હતા. તેણે 21.4 ઓવરમાં પાંચ વિકેટ ઝડપી હતી. યશસ્વી જયસ્વાલની પહેલી વિકેટ પણ ગસ એટકિન્સે લીધી હતી. આ સિવાય જોસ ટંગે ત્રણ વિકેટ અને ક્રિસ વોક્સે એક વિકેટ ઝડપી હતી. જ્યારે શુભમન ગિલ 35 બોલમાં 21 રન બનાવી રનઆઉટ થયો હતો.

ઈંગ્લેન્ડે ત્રણ ઓવરમાં 18 રન બનાવ્યા

ટીમ ઈન્ડિયા ઓલ આઉટ થયા બાદ ઈંગ્લેન્ડની ટીમ બેટિંગ કરવા પીચ પર ઉતરી છે. સમાચાર લખાયા ત્યાં સુધીમાં ત્રણ ઓવરમાં ઈંગ્લેન્ડે 18 રન બનાવ્યા છે. જેમાં બેન ડકેટે પાંચ અને ઝેક ક્રાઉલીએ 12 રનની ભાગીદારી નોંધાવી છે. 

ટીમ ઈન્ડિયા સ્કોર કાર્ડ

બેટર રન
યશસ્વી જયસ્વાલ 2
કેએલ રાહુલ 14
સાઈ સુદર્શન 38
શુભમન ગિલ 21
કરૂણ નાયર 57
રવીન્દ્ર જાડેજા 9
ધ્રુવ જુરેલ 19
વોશિંગટન સુંદર 26
આકાશદીપ 0
મોહમ્મદ સિરાજ 0
પ્રસિધ કૃષ્ણા 0

IND vs ENG: પહેલી ઇનિંગમાં 224 રનમાં જ ભારતીય ટીમ ઓલઆઉટ, કરૂણ નાયરની ફિફ્ટી 2 - image

Leave a Reply

Your email address will not be published.