કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરીથી ફાયરિંગ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી

કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરીથી ફાયરિંગ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી

કેનેડાના સુરે શહેરમાં સ્થિત કપિલ શર્માના કેપ્સ કાફે પર ફરીથી ફાયરિંગની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, કેટલાક અજાણ્યા શખ્સોએ કાફે પર ગોળીબાર કર્યો હતો. ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી ધિલ્લોન ગેંગે પોસ્ટ શેર કરીને આ ફાયરિંગની જવાબદારી જાહેરમાં લીધી છે. આ ઘટનાએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધારી છે.

મુંબઈ પોલીસ અને દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓએ આ દાવાની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે. એટલું જ નહીં, ભારત અને કેનેડાની સુરક્ષા એજન્સીઓ વચ્ચે પણ માહિતીની આપલાપી શરૂ થઇ છે. કપિલ શર્મા હાલ આ ઘટનાને લઈને કોઈ જાહેર નિવેદન આપ્યું નથી, પરંતુ સતત તેમની સુરક્ષા વધારવા અંગે ચર્ચા ચાલી રહી છે.

આ ઘટના પહેલા પણ એક મહિનામાં કપ્સ કાફે પર આવી જ એક ફાયરિંગની ઘટના બની હતી, જે બાદ હવે ફરીથી હુમલો થતાં આ કેસને ગંભીરતાથી જોવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.