Irfan Pathan On Rohit Sharma: રોહિત શર્માએ T20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. રોહિતે T20 ફોર્મેટમાંથી ત્યારે સંન્યાસ લીધો હતો જ્યારે ટીમ ઈન્ડિયાએ તેની કપ્તાનીમાં 2024નો T20 વર્લ્ડ કપ જીત્યો હતો. પરંતુ, આ ભારતીય ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત ત્યારે કરી જ્યારે ભારત ઓસ્ટ્રેલિયા સામેની 2024-25 બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હારી ગયું. ટીમ ઈન્ડિયાની આ ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ રોહિત શર્માની કપ્તાની પર સતત સવાલો ઉઠી રહ્યા હતા. આ મામલે ભારતના દિગ્ગજ ખેલાડી ઈરફાન પઠાણે પણ હિટમેન પર આકરા પ્રહારો કર્યા.
રોહિત શર્મા માટે પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા નથી
પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે એક ઇન્ટરવ્યૂમાં ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝ પર વાત કરતા કહ્યું કે, ‘રોહિત શર્મા વ્હાઇટ બોલમાં શાનદાર ખેલાડી છે, પણ તે વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં તેની એવરેજ 6ની હતી. એટલા માટે અમે કહ્યું કે જો તે કેપ્ટન ન હોત, તો ટીમમાં તેની જગ્યા ન બની હોત અને આ સાચું છે.’
ઈરફાન પઠાણે વધુમાં કહ્યું કે, ‘લોકો કહે છે કે અમે રોહિત શર્માને જરૂર કરતાં વધારે સપોર્ટ કર્યો. પરંતુ એ સ્વાભાવિક છે કે જો કોઈ તમારા બ્રોડકાસ્ટિંગ ચેનલ પર ઇન્ટરવ્યૂ આપવા આવે, તો તમે તેની સાથે ગેરવર્તન નહીં કરો. તમે તેને આમંત્રિત કર્યો છે, તો તમે શિષ્ટાચાર જાળવશો. જ્યારે રોહિત શર્મા ઇન્ટરવ્યૂ આપવા આવ્યો, ત્યારે સ્વાભાવિક છે કે તમારે શિષ્ટાચાર જાળવવો પડે, કારણ કે તે તમારો મહેમાન છે અને આ વાતનો લોકોએ એવો અર્થ કાઢ્યો કે અમે તેને સપોર્ટ કરી રહ્યા છીએ.’
આ પણ વાંચો: સચિન તેંડુલકરના દીકરા અર્જુનની થઈ સગાઈ, મુંબઈના મોટા બિઝનેસમેનની દીકરી બનશે દુલ્હન
ઓસ્ટ્રેલિયા સામેની હાર પર શું કહ્યું?
વાતચીતમાં ઓસ્ટ્રેલિયા સામેની હાર પર ઈરફાન પઠાણે કહ્યું કે, ‘અમે જ કહ્યું હતું કે રોહિતે ઓસ્ટ્રેલિયા સામે લડવું જોઈએ. પણ એ પણ કહ્યું હતું કે જો તે ટીમનો કેપ્ટન ન હોત, તો પ્લેઈંગ ઈલેવનમાં તેની જગ્યા ન બની હોત.’ ભારત, રોહિત શર્માની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયા સામે આ ટેસ્ટ સિરીઝ 3-1થી હાર્યું હતું.

Leave a Reply