Dewald Brevis CSK Payment: ભારતીય ટીમના પૂર્વ ખેલાડી રવિચંદ્રન અશ્વિને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના અંડર ધ ટેબલ ડીલ મુદ્દે સનસનીખેજ આરોપ મૂક્યા છે. તેમણે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને લઈને દાવો કર્યો છે કે, ડેવાલ્ડ બ્રેવિસને અંડર ધ ટેબલ પૈસા ચૂકવવામાં આવ્યા હતા. ડેવાલ્ડ બ્રેવિસને ક્રિકેટ જગતમાં બેબી ડી વિલિયર્સ તરીકે ઓળખાય છે.
ડેવાલ્ડ બ્રેવિસ અંગે અશ્વિને મોટા દાવા કર્યા
સીએસકેમાં ઈજાગ્રસ્ત ફાસ્ટ બોલર ગુરજપનિત સિંહના સ્થાને ડેવાલ્ડ બ્રેવિસને રાખવામાં આવ્યો હતો. રવિચંદ્રન અશ્વિને દાવો કર્યો હતો કે, ‘ડેવાલ્ડ બ્રેવિસ 2.2 કરોડ રૂપિયામાં સીએસકે ટીમમાં આવ્યો હતો. ઘણી ટીમ ડેવાલ્ડ બ્રેવિસને રિપ્લેસમેન્ટ તરીકે લેવા માંગતી હતી, પરંતુ સીએસકેએ તેના એજન્ટોને વધુ પૈસા આપીને સાઈન કર્યો હતો.’
સોશિયલ મીડિયા પર રવિચંદ્રન અશ્વિને જણાવ્યું હતું કે, ‘હું તમને ડેવાલ્ડ બ્રેવિસ વિશે કંઈક કહીશ. તેણે IPL 2025માં સીએસકે સાથે સારો સમય વિતાવ્યો હતો. કેટલીક ટીમો તેની સાથે વાત કરી રહી હતી, પરંતુ ઊંચી કિંમતને કારણે તે પાછળ હટી ગઈ. જ્યારે તેને રિપ્લેસમેન્ટ તરીકે લેવાનો હતો, ત્યારે તેને બેઝ પ્રાઈસ પર સાઇન કરવો પડ્યો. પરંતુ શું થાય છે કે તમે એજન્ટ સાથે વાત કરો છો અને ખેલાડી કહે છે, જો તમે મને થોડા વધારાના પૈસા આપો છો, તો હું આવીશ. આવું એટલા માટે થાય છે કારણ કે ખેલાડી જાણે છે કે જો તેને આગામી સિઝનમાં રિલીઝ કરવામાં આવશે, તો તેને હરાજીમાં સારા પૈસા મળશે. હવે ડેવાલ્ડ બ્રેવિસ IPL 2026ની મીની હરાજીમાં 30 કરોડ રૂપિયા મળશે.’
આ પણ વાંચો: ‘મને આનાથી ઘણી નફરત છે…’ ઈજાગ્રસ્ત રિષભ પંતે ફોટો શેર કરી કઈ વાતે દુઃખ વ્યક્ત કર્યું
ડેવાલ્ડ બ્રેવિસને CSKમાં કેવી રીતે એન્ટ્રી મળી
સીએસકેએ IPL 2025 દરમિયાન 18મી એપ્રિલે ડેવાલ્ડ બ્રેવિસને ટીમમાં સ્થાન આપ્યું હતું. આ દરમિયાન ચેન્નઈની બેટિંગ લાઇન-અપ નબળી હતી અને તેમને નવા ખેલાડીઓની સખત જરૂર હતી. ટીમે આયુષ મ્હાત્રે અને ડેવાલ્ડ બ્રેવિસને રિપ્લેસમેન્ટ તરીકે લીધા, જેનો તેમને સિઝનની છેલ્લી કેટલીક મેચોમાં સારો ફાયદો થયો.
ત્યારે IPLએ નિવેદનમાં જણાવ્યું હતું કે- ચેન્નઈ સુપર કિંગ્સે ઈજાગ્રસ્ત ગુરજપનિત સિંહના સ્થાને દક્ષિણ આફ્રિકાના ડેવાલ્ડ બ્રેવિસનો ટીમમાં સામેલ કર્યો છે.’ બ્રેવિસ અગાઉ મુંબઈ ઈન્ડિયન્સમાં રમી ચૂક્યો છે, જ્યાં તેણે 10 મેચ (2022 અને 2024 સીઝન) રમી હતી. તે 2.2 કરોડ રૂપિયામાં CSK સાથે જોડાશે. IPL 2025માં ડેવાલ્ડ બ્રેવિસે માત્ર 6 મેચમાં 225 રન બનાવ્યા હતા, જેમાં 2 અડધી સદીનો સમાવેશ થાય છે. તેનો સ્ટ્રાઈક રેટ 180 હતો.

Leave a Reply