કોમેડિયન કપિલ શર્માના કેનેડામાં સ્થિત કેફે પર થયેલા હુમલાના કેસમાં હવે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી કાર્યવાહી થઈ છે. આ મામલે ઇન્ટરપોલ જોડાયું છે અને અમેરિકામાં તપાસ દરમિયાન એફબીઆઈએ રણદીપ મલિક નામના શખ્સને ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, રણદીપ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સક્રિય સભ્ય છે.
માહિતી મુજબ, રણદીપ મલિક એક કુખ્યાત ગુનેગાર છે અને દિલ્હીમાં થયેલા હાઈ-પ્રોફાઇલ નાદિર શાહ મર્ડર કેસમાં વોન્ટેડ હતો. તે અમેરિકામાં બેસીને લોરેન્સ બિશ્નોઈ ગેંગ માટે કામ કરતો હતો. હાલ તેની પૂછપરછ યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) કરી રહ્યું છે. તાજેતરમાં કપિલ શર્માના કેફે પર બે વાર ફાયરિંગ થયો હતો અને તેમાં રણદીપની સંડોવણી હોવાની સંભાવના છે.
કપિલ શર્માને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીઓ મળ્યા બાદ તેમની સુરક્ષા વધારવામાં આવી છે. બીજી તરફ, NIA પણ રણદીપ મલિકની શોધમાં હતી, કારણ કે તે અમેરિકામાંથી ગેંગ માટે નવા સભ્યોને જોડવાનું કામ કરતો હતો અને ભારત પર આતંક ફેલાવતો હતો. તપાસ એજન્સીઓને આશા છે કે રણદીપ પાસેથી લોરેન્સના ભારતમાં છુપાયેલા સાગરીતો વિશે મહત્વની માહિતી મળી શકે છે અને ટૂંક સમયમાં ભારતમાં વધુ ધરપકડ થઈ શકે છે.

Leave a Reply