ઓપરેશન સિંદૂરમાં શૌર્ય ચક્રથી વિંગ કમાન્ડર અભિમન્યુ સિંહ સન્માનિત, 52 જવાનોને વીરતા પુરસ્કાર

ઓપરેશન સિંદૂરમાં શૌર્ય ચક્રથી વિંગ કમાન્ડર અભિમન્યુ સિંહ સન્માનિત, 52 જવાનોને વીરતા પુરસ્કાર

79મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ કેન્દ્ર સરકારે વીરતા પુરસ્કારોની જાહેરાત કરી હતી, જેમાં ઓપરેશન સિંદૂર દરમિયાન અસાધારણ બહાદુરી દર્શાવનાર જવાનોને સન્માનિત કરવામાં આવ્યા છે. આ અવસર પર ભારતીય વાયુસેનાના 36 અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના 16 જવાનોને તેમની બહાદુરી અને અતુલ્ય સાહસ માટે વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે.

વિંગ કમાન્ડર અભિમન્યુ સિંહને શૌર્ય ચક્રથી સન્માનિત કરાયા છે, જ્યારે ગ્રુપ કેપ્ટન આર.એસ. સિદ્ધૂ અને મનીષ અરોરા સહિત 9 સૈનિકોને વીર ચક્રથી નવાજવામાં આવ્યા છે. આ ઉપરાંત, BSF ના જવાનોને પાકિસ્તાન અને આતંકવાદ સામેના ઓપરેશન સિંદૂર દરમ્યાન બહાદુરી દર્શાવવા બદલ પુરસ્કાર મળ્યા છે. તેમણે દુશ્મન સર્વેલન્સ કેમેરાનો નાશ કર્યો અને ડ્રોન હુમલાઓને નિષ્ક્રિય કરીને દેશની સુરક્ષા સુનિશ્ચિત કરી.

અર્ધલશ્કરી દળોએ પશ્ચિમ સરહદ પર નિયંત્રણ રેખા (LoC) અને 2,290 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ (IB) પર દૃઢ સંકલ્પ સાથે ફરજ બજાવી. આ સ્વતંત્રતા દિવસે 16 બહાદુર સીમા પ્રહારીઓને તેમના અસાધારણ સાહસ માટે સન્માનિત કરવાનું દેશ માટે ગૌરવની વાત છે.

 

Leave a Reply

Your email address will not be published.