સની દેઓલ લાવ્યા બોર્ડર 2 નો પ્રથમ પોસ્ટર, રિલીઝ તારીખ જાહેર

સની દેઓલ લાવ્યા બોર્ડર 2 નો પ્રથમ પોસ્ટર, રિલીઝ તારીખ જાહેર

સની દેઓલની સુપરહિટ ફિલ્મ બોર્ડરને વર્ષો બાદ ફરી મોટી સ્ક્રીન પર જીવંત કરાઈ રહી છે. 15 ઓગસ્ટના ખાસ અવસરે સની દેઓલે ચાહકોને મોટી ખુશખબર આપી. તેમણે જાહેરાત કરી કે બોર્ડર 2 આગામી 22 જાન્યુઆરી, 2026ના રોજ રિલીઝ થશે. સાથે સાથે ફિલ્મનું પહેલું પોસ્ટર પણ શેર કરવામાં આવ્યું, જેમાં સની દેઓલ લશ્કરી યુનિફોર્મમાં દુશ્મન સામે લડવા તૈયાર જોવા મળી રહ્યા છે. પોસ્ટરમાં તેમનો ફાયર લુક ચાહકોને ખુબ ગમી રહ્યો છે.

સની દેઓલે સોશિયલ મીડિયા પર લખ્યું: “આપણે ફરી એકવાર હિન્દુસ્તાન માટે લડીશું.” આ પોસ્ટ બાદ ચાહકોમાં ઉત્સાહનો માહોલ છે અને તેઓ કમેન્ટ્સમાં ફિલ્મ માટે તેમની એક્સાઈટમેન્ટ બતાવી રહ્યા છે. કોઈએ લખ્યું “ફરી તબાહી માટે તૈયાર રહો”, તો કોઈએ કહ્યું “હિન્દુસ્તાન ઝિંદાબાદ.”

ફિલ્મની સ્ટારકાસ્ટમાં સની દેઓલ સાથે વરુણ ધવન, દિલજીત દોસાંઝ, અહાન શેટ્ટી, મેધા રાણા, મોના સિંહ અને સોનમ બાજવા જેવા કલાકારો જોવા મળશે. થોડા દિવસો પહેલા વરુણ ધવનનો મૂછો સાથેનો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જે ચાહકોને ખુબ ગમ્યો. દિલજીત દોસાંઝે પણ તાજેતરમાં શૂટિંગ પૂર્ણ થયાની માહિતી આપી હતી.

બોર્ડર 2નું નિર્દેશન અનુરાગ સિંહ કરી રહ્યા છે અને આ ફિલ્મ જેપી દત્તાની 1997ની સુપરહિટ બોર્ડરની સિક્વલ છે. ફિલ્મનું શૂટિંગ હાલમાં જોરશોરથી ચાલી રહ્યું છે અને ચાહકો માટે આ ફિલ્મ એક ભવ્ય વોર ડ્રામા સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published.