સ્વતંત્રતા દિવસ 2025ના આ ખાસ અવસરે મુકેશ અંબાણીએ દેશના લોકોને મોટી ખુશખબર આપી છે. Jio Hotstar આજે દરેક યુઝર્સને એક દિવસ માટે સંપૂર્ણ મફત ઍક્સેસ આપી રહ્યું છે. એટલે કે જો તમારી પાસે સબ્સ્ક્રિપ્શન નથી તો પણ આજે તમે હોટસ્ટાર પર મનપસંદ ફિલ્મો અને વેબ શોનો આનંદ મફતમાં માણી શકશો.
હોટસ્ટાર પર હાલમાં “ઓપરેશન ત્રિરંગો” અભિયાન ચાલી રહ્યું છે, જે લોકોને પ્રેરણા અને માહિતી આપતી વાર્તાઓ સાથે જોડવાનું કામ કરે છે. લાંબા સમયથી હોટસ્ટાર પર કન્ટેન્ટ જોવા ઈચ્છતા દર્શકો માટે આ એક સોનાની તક છે, કારણ કે આજે એક પણ રૂપિયો ચૂકવ્યા વગર આખો દિવસ પ્રીમિયમ કન્ટેન્ટ માણી શકાશે.
મફતમાં કન્ટેન્ટ જોવા માટે કોઈ ખાસ પ્રક્રિયા કરવાની નથી. ફક્ત તમારા મોબાઇલ કે ટીવી પર Jio Hotstar એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મોબાઇલ નંબરથી લોગિન કરો. ત્યારબાદ આજે રાત્રે 11:59 સુધી તમે તમામ કન્ટેન્ટ મફતમાં જોઈ શકશો. ત્યારબાદ ફરીથી ઍક્સેસ મેળવવા માટે સબ્સ્ક્રિપ્શન જરૂરી રહેશે.
જો તમને કન્ટેન્ટ ગમે તો તમે Jio Hotstarના પેડ પ્લાન પસંદ કરી શકો છો. મોબાઇલ પ્લાન રૂ.149 (3 મહિના) થી શરૂ થાય છે અને રૂ.499 (1 વર્ષ) સુધી મળે છે. સુપર પ્લાન રૂ.299 (3 મહિના) અને રૂ.899 (1 વર્ષ)નો છે, જ્યારે પ્રીમિયમ પ્લાન રૂ.499 (3 મહિના) અને રૂ.1499 (1 વર્ષ)નો છે. તફાવત માત્ર ડિવાઇસ, સ્ટ્રીમિંગ ક્વોલિટી અને જાહેરાતોમાં છે. પ્રીમિયમ પ્લાનમાં જાહેરાત નહીં હોય, જ્યારે મોબાઇલ અને સુપર પ્લાનમાં જાહેરાતો દેખાશે.

Leave a Reply