યુક્રેન સંઘર્ષ વચ્ચે આજે એટલે કે 15 ઓગસ્ટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અલાસ્કામાં મહત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહ્યા છે. આ બેઠક પહેલા ટ્રમ્પે એક ચોંકાવનારો દાવો કર્યો છે. ટ્રમ્પના કહેવા મુજબ, ભારત પર લાગુ કરાયેલા ટેરિફના કારણે પુતિન તેમની સાથે મુલાકાત માટે તૈયાર થયા છે.
ટ્રમ્પે એક શોમાં કહ્યું કે દરેક પગલાની અસર પડે છે. ભારત પર વધુ ટેરિફ લગાવ્યા બાદ ભારતે રશિયાથી તેલ ખરીદવાનું બંધ કર્યું, જ્યારે રશિયા વિશ્વનો મોટો તેલ ઉત્પાદક દેશ છે. ભારત રશિયાનો બીજો મોટો બજાર છે અને પ્રથમ ગ્રાહક ગુમાવવાની ભીતિ વચ્ચે બીજો પણ ગુમાવવાનો ખતરો ઉભો થયો, જેના કારણે રશિયાને વાતચીત માટે તૈયાર થવું પડ્યું.
ટ્રમ્પે ફરી એકવાર ભારત-પાકિસ્તાન સંઘર્ષનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે તેમણે બંને દેશો વચ્ચે પરમાણુ યુદ્ધ થતું અટકાવ્યું હતું. તેમનું કહેવું છે કે જો તેમનો હસ્તક્ષેપ ન હોત તો પરિસ્થિતિ ભયંકર બની શકતી હતી.
બેઠક પહેલા યુક્રેન અને રશિયા વચ્ચે હિંસક યુદ્ધ તેજ બન્યું છે. રશિયાએ હવાઈ હુમલામાં યુક્રેનની મિસાઈલ ફેક્ટરીને નાશ કરી દીધી, જે જર્મનીની મદદથી મધ્યમ અંતરની મિસાઈલો બનાવી રહી હતી. યુક્રેનના દાવા મુજબ, રશિયાએ ડ્રોન હુમલાથી અનેક શહેરોને નિશાન બનાવ્યા, જેના કારણે નાગરિકોને ઇજા પહોંચી છે.

Leave a Reply