અલાસ્કામાં યોજાયેલ ઉચ્ચ-સ્તરીય શિખર સંમેલન દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો લથડાતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 79 વર્ષીય ટ્રમ્પ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કરવા રેડ કાર્પેટ પર ચાલતા હતા ત્યારે તેમના પગલાં લથડતા દેખાયા. આ ઘટનાએ તેમના સ્વાસ્થ્ય અંગેની અટકળોને વધુ બળ આપ્યું છે. બીજી બાજુ, પુતિન ખૂબ ફિટ દેખાતા હતા.
શુક્રવારે યોજાયેલી બેઠકમાં બંને નેતાઓએ યુક્રેન યુદ્ધ પર કોઈ મોટી પ્રગતિ બતાવી નહોતી, છતાં અમુક મુદ્દાઓ પર સહમતિ વ્યક્ત કરી હતી. ટ્રમ્પે જણાવ્યું કે, “આ બેઠક ઘણી સફળ રહી અને ઘણા મુદ્દાઓ પર સહમતિ થઈ છે, જોકે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દા હજુ બાકી છે.”
લાલ કાર્પેટ પર લથડવાના વીડિયોએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. ઘણા યૂઝર્સે કટાક્ષ કર્યો કે જો આવી ઘટના જો બાઇડેન સાથે બની હોત તો મીડિયા મોટા પાયે ચર્ચા કરત. એક યૂઝરે લખ્યું: “જો બાઇડેન હોત, તો આ પર પુસ્તક, ડોક્યુમેન્ટરી અને ફિલ્મો બની ગઈ હોત.”
ઉલ્લેખનીય છે કે, જુલાઈમાં વ્હાઇટ હાઉસે પુષ્ટિ કરી હતી કે ટ્રમ્પને ક્રોનિક વેનસ ઇનસફિશિઅન્સી (Chronic Venous Insufficiency) નામની બીમારી છે. આ સ્થિતિમાં લોહી પગમાંથી હ્રદય સુધી અસરકારક રીતે નથી પહોંચી શકતું, જેના કારણે સોજો અને ચાલવામાં અસ્થિરતા થઈ શકે છે. નિષ્ણાતો માને છે કે આ સ્થિતિ તેમની ચાલ પર અસર કરી રહી છે.
મ્પ લાલ કાર્પેટ પર લથડતા દેખાયા. વીડિયો વાયરલ થતાં તેમના સ્વાસ્થ્ય પર પ્રશ્નો ઊભા થયા. જાણો સમગ્ર વિગત.

Leave a Reply