Day: August 17, 2025

એશિયા-કપ-માટે-પાકિસ્તાને-ટીમ-કરી-જાહેર,-બાબર-રિઝવાન-બહાર-ફેંકાયા,-જુઓ-કોણ-કેપ્ટન
Post

એશિયા કપ માટે પાકિસ્તાને ટીમ કરી જાહેર, બાબર-રિઝવાન બહાર ફેંકાયા, જુઓ કોણ કેપ્ટન

Image Source: Twitter Pakistan Squad Announced for Asia Cup 2025: એશિયા કપ 2025 માટે પાકિસ્તાની ક્રિકેટ ટીમનું એલાન થઈ ગયું છે. આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ટીમની કેપ્ટન્સી સલમાન અલી આગા કરશે. પણ આ સાથે પીસીબીએ ચોંકાવનારો નિર્ણય લેતા સ્ટાર ખેલાડીઓ બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને 17 સભ્યોની પાકિસ્તાની ટીમમાં સ્થાન નથી આપ્યું.  અગાઉ પણ બાબર અને...

bcciનો-મોટો-નિર્ણય,-ગંભીર-ઈજા-થતાં-મળશે-સબ્સ્ટિટ્યૂટ-ખેલાડી,-ઘરેલુ-ક્રિકેટમાં-નિયમ-લાગુ
Post

BCCIનો મોટો નિર્ણય, ગંભીર ઈજા થતાં મળશે સબ્સ્ટિટ્યૂટ ખેલાડી, ઘરેલુ ક્રિકેટમાં નિયમ લાગુ

BCCI’s Big Decision: ભારતીય ક્રિકેટ બોર્ડે ઘરેલૂ ક્રિકેટ માટે એક નવો નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ નવા નિયમમાં ટીમોને કોઈ ખેલાડીને મેદાનમાં ગંભીર ઈજા પહોંચતા પ્લેઈંગ 11માં તેને રિપ્લેસમેન્ટ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. ઈજાના રિપ્લેસમેન્ટ તરીકે લાગુ કરાયેલા નવા નિયમમાં જો કોઈ ખેલાડીને રિપ્લેસમાં કરવામાં આવે, તો  તે આગળ આ મેચમાં ભાગ...

ઝુંઝુનૂની નરહડ દરગાહમાં જન્માષ્ટમીની અનોખી ઉજવણી, હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક
Post

ઝુંઝુનૂની નરહડ દરગાહમાં જન્માષ્ટમીની અનોખી ઉજવણી, હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક

દેશભરમાં મંદિરોમાં શનિવારે રાત્રે જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવાયો, પરંતુ રાજસ્થાનના ઝુંઝુનૂ જિલ્લામાં આવેલી નરહડ દરગાહમાં પણ આ તહેવારની ભવ્ય ઉજવણી થઈ. 14મી સદીની હઝરત હજીબ શકરબારની આ દરગાહ હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક માનવામાં આવે છે. સદીઓથી અહીં લાડલા બાલગોપાલનો જન્મોત્સવ ઉજવાતો આવ્યો છે, જેમાં હિન્દુ અને મુસ્લિમ ભક્તો એકસાથે ભાગ લે છે. આ વર્ષે પણ ત્રણ...

ભચાઉમાં જન્માષ્ટમીની ઉજવણી દુર્ઘટનામાં ફેરવાઈ, મટકી ફોડ દરમિયાન થાંભલો પડતાં સગીરનું કરુણ મોત
Post

ભચાઉમાં જન્માષ્ટમીની ઉજવણી દુર્ઘટનામાં ફેરવાઈ, મટકી ફોડ દરમિયાન થાંભલો પડતાં સગીરનું કરુણ મોત

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામમાં જન્માષ્ટમીની ઉજવણી દરમ્યાન બનેલી એક દુર્ઘટનાએ આનંદના માહોલને શોકમાં ફેરવી દીધો. મટકી ફોડ કાર્યક્રમ દરમ્યાન થાંભલો પડતાં એક સગીરનું કરુણ મોત થયું અને બે લોકો ઘાયલ થયા. માહિતી મુજબ, ગામમાં જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. મટકી ફોડતી વખતે દોરડું...

બુમરાહને-લઇને-ટીમ-ઈન્ડિયા-માટે-ગુડ-ન્યૂઝ,-એશિયા-કપ-પહેલા-bcciને-મળી-લેટેસ્ટ-અપડેટ
Post

બુમરાહને લઇને ટીમ ઈન્ડિયા માટે ગુડ ન્યૂઝ, એશિયા કપ પહેલા BCCIને મળી લેટેસ્ટ અપડેટ

Asia Cup 2025: અજીત અગરકરની આગેવાની હેઠળની સિલેક્શન સમિતિ 19 ઓગસ્ટના રોજ એશિયા કપ 2025 માટે ટીમની પસંદગી માટે બેઠક કરશે. આ બેઠકમાં અનેક ખેલાડીઓની કિસ્મતનો નિર્ણય થશે અને અંતે માત્ર 15 પ્લેયર્સને જ આ ટુર્નામેન્ટમાં તક મળશે. આ 15 ખેલાડી આગામી વર્લ્ડ કપ 2026ના પણ પ્રમુખ દાવેદાર હશે. આ મીટિંગ પહેલા ભારતના નંબર વન...

78 વર્ષ બાદ PMOનું સરનામું બદલાવા જઈ રહ્યું છે, હવે સાઉથ બ્લોકમાં નહીં રહે પ્રધાનમંત્રી કાર્યાલય
Post

78 વર્ષ બાદ PMOનું સરનામું બદલાવા જઈ રહ્યું છે, હવે સાઉથ બ્લોકમાં નહીં રહે પ્રધાનમંત્રી કાર્યાલય

78 વર્ષ પછી વડાપ્રધાન કાર્યાલય (PMO) પોતાનું સરનામું બદલવા જઈ રહ્યું છે. અત્યાર સુધી PMO નવી દિલ્હીની ઐતિહાસિક સાઉથ બ્લોકમાં કાર્યરત હતું, પરંતુ આગામી મહિનામાં તેનું સ્થાન બદલાઈને એગ્ઝિક્યુટિવ એનક્લેવમાં સ્થાનાંતરિત થશે. આ નવું સ્થાન પીએમના નિવાસસ્થાન નજીક હશે અને તેમાં આધુનિક કોન્ફરન્સિંગ સુવિધાઓ ઉપરાંત કેબિનેટ સચિવાલય અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય પણ સમાવેશ પામશે....

Post

પીએમ મોદીની દિલ્હી-NCRને 11,000 કરોડની ભેટ, દ્વારકા એક્સપ્રેસવે અને UER-2નું લોકાર્પણ

દિલ્હી-NCRના લોકોને ટ્રાફિક જામ અને લાંબી મુસાફરીથી રાહત આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 ઑગસ્ટના રોજ 11,000 કરોડ રૂપિયા જેટલાં ખર્ચથી બનેલા બે મહત્ત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ દ્વારકા એક્સપ્રેસવે (દિલ્હી સેક્શન) અને અર્બન એક્સટેન્શન રોડ-2 (UER-2) રાષ્ટ્રીય જનતા સમર્પિત કર્યા. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, દિલ્હીની મુખ્યમંત્રી રેખા...

“માત્ર આંસુ પુરાવા નહીં બને: હાઈકોર્ટનો દહેજ કેસમાં મહત્વનો નિર્ણય
Post

“માત્ર આંસુ પુરાવા નહીં બને: હાઈકોર્ટનો દહેજ કેસમાં મહત્વનો નિર્ણય

દિલ્હી હાઈકોર્ટે દહેજ ઉત્પીડનના એક ગંભીર કેસમાં સ્પષ્ટ અને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે નોંધ્યું કે, માત્ર પીડિતાના રડવાના આધાર પર કોઈ વ્યક્તિને ગુનેગાર ઠરાવી શકાય નહીં. આ ચુકાદાથી મૃત્યુ પામેલી પરિણીત મહિલાના પિતા દ્વારા દાખલ કરાયેલ અરજી ફગાવવામાં આવી છે અને તેના પતિ તથા સાસરિયાઓને આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની...

Post

5 દિવસથી ફરાર લોકસાહિત્યકાર દેવાયત ખવડની ધરપકડ, ધ્રુવરાજસિંહ પર હિંસક હુમલાનો આરોપ

ચર્ચિત લોકસાહિત્યકાર દેવાયત ખવડ છેલ્લાં પાંચ દિવસથી ફરાર હતા, પરંતુ હવે તેઓ પોલીસના સકંજામાં આવી ગયા છે. જુધઈ ગામ નજીક તેમના ફાર્મહાઉસથી દેવાયત ખવડ સહિત કુલ 6 આરોપીઓને ઝડપવામાં આવ્યા છે. સાથે જ તેમની સ્કોર્પિયો કાર પણ પોલીસે જપ્ત કરી છે. મળતી માહિતી મુજબ, દુધઈ ગામ નજીકના સીસીટીવી ફૂટેજમાં દેવાયત ખવડ દેખાઈ આવ્યા હતા, જે...

ઇન્ડોનેશિયામાં 5.7 તીવ્રતાનો ભૂકંપ, અફઘાનિસ્તાન અને જાપાનમાં પણ ધરતી ધ્રૂજી
Post

ઇન્ડોનેશિયામાં 5.7 તીવ્રતાનો ભૂકંપ, અફઘાનિસ્તાન અને જાપાનમાં પણ ધરતી ધ્રૂજી

ઇન્ડોનેશિયાના સુલાવેસી વિસ્તારમાં રવિવારે (17 ઓગસ્ટ) 5.7ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. જર્મન ભૂગર્ભીય સંશોધન કેન્દ્ર (GFZ) મુજબ, ભૂકંપનું કેન્દ્ર જમીનથી આશરે 10 કિ.મી. (6.21 માઇલ) ઊંડે હતું. અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટાપાયે નુકસાનના અહેવાલ નથી. અધિકારીઓએ જણાવ્યું છે કે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આ અઠવાડિયામાં ઇન્ડોનેશિયામાં આ બીજી ભૂકંપની ઘટના...