દિલ્હી-NCRના લોકોને ટ્રાફિક જામ અને લાંબી મુસાફરીથી રાહત આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 ઑગસ્ટના રોજ 11,000 કરોડ રૂપિયા જેટલાં ખર્ચથી બનેલા બે મહત્ત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ દ્વારકા એક્સપ્રેસવે (દિલ્હી સેક્શન) અને અર્બન એક્સટેન્શન રોડ-2 (UER-2) રાષ્ટ્રીય જનતા સમર્પિત કર્યા.
આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની પણ ઉપસ્થિત રહ્યા. ઉદ્ઘાટન પહેલાં પીએમ મોદીએ માર્ગ કામમાં જોડાયેલા શ્રમિકો સાથે વાતચીત કરી અને તેમનો આભાર માન્યો. ત્યારબાદ તેમણે રોડ શો પણ યોજ્યો, જેમાં હજારો લોકો ઉમટ્યા હતા.

UER-2 કોરિડોરને ‘ગેમ ચેન્જર’ ગણાવતાં રેખા ગુપ્તાએ જણાવ્યું કે હવે સિંઘુ બોર્ડરથી IGI એરપોર્ટ સુધીની મુસાફરી ફક્ત 40 મિનિટમાં થશે, જયારે અગાઉ આ માટે બે કલાક લાગતા હતા. આ કોરિડોર અલીપુરથી શરૂ થઈ મુંડકા, બક્કરવાલા, નજફગઢ અને દ્વારકા પરથી પસાર થઈ મહિપાલપુર સુધી જશે.
આ નવી લિંકોમાં મુખ્ય હાઈવે જેમ કે NH-44, NH-9 અને NH-48 જોડાશે, જેના કારણે મુકરબા ચોક, પીરાગઢી અને ધૌલાકુઆન જેવા વ્યસ્ત વિસ્તારોમાં ટ્રાફિકના ભારમાંથી લોકોને રાહત મળશે.
Leave a Reply