78 વર્ષ પછી વડાપ્રધાન કાર્યાલય (PMO) પોતાનું સરનામું બદલવા જઈ રહ્યું છે. અત્યાર સુધી PMO નવી દિલ્હીની ઐતિહાસિક સાઉથ બ્લોકમાં કાર્યરત હતું, પરંતુ આગામી મહિનામાં તેનું સ્થાન બદલાઈને એગ્ઝિક્યુટિવ એનક્લેવમાં સ્થાનાંતરિત થશે. આ નવું સ્થાન પીએમના નિવાસસ્થાન નજીક હશે અને તેમાં આધુનિક કોન્ફરન્સિંગ સુવિધાઓ ઉપરાંત કેબિનેટ સચિવાલય અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય પણ સમાવેશ પામશે.
સેન્ટ્રલ વિસ્તા પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર થયેલા આ નવા કમ્પ્લેક્સમાં પીએમઓને શિફ્ટ કરવાની પાછળનું મુખ્ય કારણ સાઉથ બ્લોકમાં જગ્યા અને આધુનિક સુવિધાઓની અછત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જણાવ્યું હતું કે બ્રિટિશ યુગની ઈમારતોમાં કાર્ય કરતી સરકાર માટે નવી અને સજ્જ ઈમારતો જરૂરી બની ગઈ છે.
જ્યારે પીએમઓ નવાં સ્થળે જસે, ત્યારે સાઉથ બ્લોકને નમાવિહાર તરીકે રૂપાંતરિત કરવામાં આવશે. યુનેસ્કો મોડલ પર આધારિત ‘યુગે યુગીન ભારત સંગ્રહાલય’ માટે સાઉથ બ્લોક અને નોર્થ બ્લોકનો ઉપયોગ કરવામાં આવશે. આ સંગ્રહાલય ભારતની સંસ્કૃતિ, વારસો અને ભવિષ્યની દિશાને દર્શાવશે.
મળતી માહિતી અનુસાર, પીએમઓના નામમાં પણ ફેરફાર આવી શકે છે અને તેને “સેવાની ભાવના” સાથે સંકળાયેલું નવું નામ આપવામાં આવી શકે છે – જે પીએમ મોદીના “જનતાનું પીએમઓ”ના વિઝન સાથે જોડાયેલું છે.

Leave a Reply