“યુઝરે કહ્યું ઉંમર થઈ ગઈ, રિટાયર થાઓ” – શાહરૂખ ખાને આપ્યો ધમાકેદાર જવાબ

“યુઝરે કહ્યું ઉંમર થઈ ગઈ, રિટાયર થાઓ” – શાહરૂખ ખાને આપ્યો ધમાકેદાર જવાબ

બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન પોતાની અદ્દભુત એક્ટિંગ અને મજેદાર સેન્સ ઓફ હ્યુમર માટે જાણીતો છે. તાજેતરમાં એક્ટરે પોતાના X (પૂર્વે Twitter) હેન્ડલ પર #AskSRK સેશન યોજ્યું, જેમાં તેણે ફેન્સના અનેક સવાલોના જવાબ આપ્યા. આ સેશનમાં કેટલાક યુઝર્સે તેને ટ્રોલ કરવાની પણ કોશિશ કરી, પરંતુ શાહરૂખે હંમેશની જેમ પોતાના સ્ટાઈલમાં જબરદસ્ત જવાબ આપ્યો.

એક યુઝરે શાહરૂખ ખાનને કહ્યું: “ભાઈ હવે ઉંમર થઈ ગઈ છે, રિટાયર થઈ જાઓ. બીજાને આગળ આવવા દો.” તેના જવાબમાં શાહરૂખ ખાને લખ્યું: “ભાઈ, જ્યારે તારા સવાલોનું બાળપણ જતું રહેશે ત્યારે કંઈક સારું પૂછજે. ત્યાં સુધી તું ટેમ્પરરી રિટાયરમેન્ટમાં રહેજે, પ્લીઝ.”

સેશન દરમિયાન એક બીજા યુઝરે પૂછ્યું કે નેશનલ એવોર્ડ મળતાં કેવી લાગણી થઈ? શાહરૂખે જવાબ આપ્યો: “મને લાગે છે જાણે હું આખા દેશનો કિંગ છું. આટલું સન્માન, આટલી જવાબદારી… હવે વધુ મહેનત કરવી મુશ્કેલ છે પણ પ્રયત્ન ચાલુ રહેશે.”

શાહરૂખે પોતાના 33 વર્ષના કારકિર્દીમાં અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. છતાં, આ પહેલી વાર તેણે નેશનલ એવોર્ડ જીત્યો છે. ફિલ્મ  ‘જવાન’માં પોતાના શાનદાર પરફોર્મન્સ માટે તેને આ સન્માન મળ્યું છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલ શાહરૂખ ફિલ્મ ‘કિંગ’ માટે વ્યસ્ત છે, જેમાં તેની દીકરી સુહાના ખાન, દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, બોબી દેઓલ અને અરશદ વારસી જેવા કલાકારો પણ નજર આવશે. ઈજાને કારણે શૂટિંગ અટકાવાયું હતું, પરંતુ ટૂંક સમયમાં શાહરૂખ સેટ પર પરત ફરશે.

 

Leave a Reply

Your email address will not be published.