Image Source: IANS
Asia Cup 2025: એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત હજુ સુધી થઈ નથી. આ ટુર્નામેન્ટ માટે ટીમ ઇન્ડિયાનો સ્ક્વોડ 19 ઑગસ્ટના રોજ સામે આવી શકે છે. ટીમ પસંદગી માટે પસંદગી સમિતિની બેઠક મુંબઈમાં યોજાશે. ત્યાર બાદ જ જાણવા મળશે કે એશિયા કપ 2025 માટે ભારતીય ટીમમાં કયા-કયા ખેલાડીઓ રમશે.જણાવી દઈએ કે સેલેક્શન પેનલની બેઠકમાં ટી20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ હાજર રહેશે.
ટીમ ઈન્ડિયાનો વિકેટ કીપર કોણ?
સંજૂ સેમસન: ભારતીય ટીમના વિકેટ કીપર તરીકે પહેલું નામ રાઇટહેન્ડ બેટર સંજૂ સેમસનનું હોઈ શકે છે પણ સિલેક્ટર્સ પાસે તેની સામે બીજા વિકલ્પ પણ ઉપલબ્ધ છે. સંજૂએ અમુક સમય પહેલા ટી20 ઇન્ટરનેશનલમાં સારું પ્રદર્શન કર્યું હતું. સંજૂએ ભારત માટે 42 T20 ઇન્ટરનેશનલ મેચમાં 25.32ની એવરેજથી 861 રન બનાવ્યા છે, જેમા તેણે ત્રણ સદી અને બે અર્ધસદી પણ સામેલ છે. સંજૂએ T20 માં જે ત્રણ સદી ફટકારી હતી, તે ગયા વર્ષની યાદીમાં છે. જેમા સંજૂએ સાઉથ આફ્રિકા સામે બે અને બાંગ્લાદેશની ટીમ સામે એક સદી ફટકારી હતી.
સંજૂ સેમસને T20Iમાં ઓપનર તરીકે સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ મિડલ ઓર્ડરમાં તેનુ ખાસ પ્રદર્શન રહ્યું નથી. સંજૂની મિડલ ઓર્ડરમાં 18.83ની એવરેજ રહી રહી છે અને તેણે માત્ર 1 અર્ધસદી જ ફટકારી છે. જો શુભમન ગિલને એશિયા કપ માટે પસંદ કરવામાં આવે તો તે ઓપનિંગ જ કરશે, જ્યારે બીજા ઓપનર તરીકે અભિષેક શર્માનો દાવો ખૂબ મજબૂત છે. અભિષેકે હાલમાં ICC T20ની બેટિંગ રેન્કિંગમાં પહેલા નંબર પર છે. એટલે આવી સ્થિતિમાં સંજૂ માટે પ્લેઇંગ-11માં જગ્યા બનાવવી પણ મુશ્કેલ બની શકે છે.
![]() |
Image Source: IANS
રિષભ પંત: ભારતીય ટીમ માટે T20I ક્રિકેટમાં રિષભ પંતે કઈ ખાસ કર્યું નથી, તેમ છતાં તે એક મજબૂત દાવેદાર છે. એવી જાણકારી પણ મળી રહી છે કે પંત એશિયાકપમાં રમી શકે છે. નોંધનિય છે કે ઈંગ્લેન્ડ સામેની મેનચેસ્ટર ટેસ્ટ મેચમાં રિષભ ઇજાગ્રસ્ત થયો હતો અને તેનો જમણો પગ ફ્રેકચર થયો હતો. પણ હાલના રિપોર્ટ પ્રમાણે તે એશિયા કપ સુધી ફિટ થઈ શકે છે કે નહીં, એ પણ મોટી વાત રહેશે. જણાવી દઈએ કે સિલેક્ટર્સ પંતની પસંદગી પર ઘણુ વિચારી શકે છે કારણકે પંતનો T20I માં હાલનો ફોર્મ પણ ખરાબ રહ્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં પંતે 14 મેચોમાં માત્ર 269 રન બનાવ્યા હતા. તે દરમિયાન પણ તે સાત વખત 10થી ઓછા રન પર ઑઉટ થયો છે.
આ પણ વાંચો: એશિયા કપ માટે પાકિસ્તાને ટીમ કરી જાહેર, બાબર-રિઝવાન બહાર ફેંકાયા, જુઓ કોણ કેપ્ટન
કે.એલ. રાહુલ: IPL 2025માં કે.એલ. રાહુલે દિલ્હી કેપિટલ્સ (DC)ની ટીમ માટે 13 મેચોમાં 149.72ના સ્ટ્રાઈક રેટથી 539 રન બનાવ્યા. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં પણ રાહુલનું સારું પ્રદર્શન રહ્યું છે. IPL 2025 માં રાહુલે મોટાભાગની મેચોમાં ચોથા નંબર પર બેટિંગ કરી હતી, પરંતુ ભારત પાસે પહેલેથી જ ટોપ 5માં ઘણા વિકલ્પો છે. આવી સ્થિતિમાં રાહુલ માટે પ્લેઇંગ-11માં જગ્યા બનાવવી સરળ નથી.
જિતેશ શર્મા: વિકેટ કીપર તરીકે જિતેશ શર્મા પણ એક ઉત્તમ વિકલ્પ હોઈ શકે છે. તેણે IPL 2025માં રૉયલ ચાલેન્જર્સ બેંગલુરુ (RCB) માટે ફિનિશરની ભૂમિકા બખૂબી નિભાવી.જિતેશે IPL 2025માં 176.35ના સ્ટ્રાઈક રેટથી 261 રન ફટકાર્ય હતા. ભારતીય ટીમ માટે જિતેશ માત્ર એશિયા કપ 2025 માટે જ નહીં પણ આવનારી T20 વિશ્વ કપ 2026માં પણ ફિનિશર તરીકે ટીમને એક મજબૂત વિકલ્પ આપી શકે છે.
ધ્રુવ જુરેલ: ભારતીય ટીમ માટે ધ્રુવ જુરેલે માત્ર 4 T20I મેચ રમી છે, પરંતુ તે મિડલ ઓર્ડરમાં વિકેટ કીપર બેટ્સમેન તરીકે એક સારો વિકલ્પ હોઈ શકે છે. IPL 2025માં રાજસ્થાન રૉયલ્સ (RR) માટે જુરેલે 14 મેચોમાં 156.33ના સ્ટ્રાઈક રેટથી 333 રન બનાવ્યા. જણાવી દઈએ કે જુરેલ ઇંગ્લેન્ડ સામેની છેલ્લી ટેસ્ટ મેચ પણ રમી હતી.
પ્રભસિમરન સિંહ અને ઇશાન કિશન પણ રેસમાં
વિકેટ કીપર બેટ્સમેન તરીકે પ્રભસિમરન સિંહ અને ઈશાન કિશન પણ દાવેદારની રેસમાં છે.જોકે બંને ટૉપ ઓર્ડર બેટ્સમેન છે, તેથી તેમનો દાવો થોડો નબળો દેખાઈ રહ્યો છે. ઈશાને IPL 2025માં તેની પહેલી જ મેચમાં સદી ફટકારી હતી, પરંતુ પછીની મેચોમાં તે સારું પ્રદર્શન આપી ન શક્યા.ઈશાન કિશને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) માટે IPL2025માં કુલ 14 મેચોમાં 35.40ની એવરેજથી 354 રન બનાવ્યા. બીજી બાજુ પ્રભસિમરન સિંહે IPL 2025માં પંજાબ કિંગ્સ (PBKS) માટે 17 ઇનિંગ્સમાં 160.52ના સ્ટ્રાઈક રેટથી 549 રન બનાવ્યા.


Leave a Reply