નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રપતિએ બિલોને મંજૂરી આપવા માટેની સમય મર્યાદા નક્કી કરવાનો અધિકાર ન્યાયપાલિકાનો નથી. કેન્દ્રનું માનવું છે કે ન્યાયપાલિકા અને સંસદ બન્નેની સત્તા અલગ છે અને રાષ્ટ્રપતિને બંધારણ દ્વારા આપવામાં આવેલ સ્વતંત્રતા પર કોઈ હસ્તક્ષેપ કરી શકાતો નથી.
તમિલનાડુના રાજ્યપાલ દ્વારા વિધાનસભામાં પાસ થયેલા બિલોને લંબાવી રાખવા સામે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. આ કેસની સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટએ અગાઉ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ બંનેને બિલ અંગે નિર્ણય લેવા માટે સમય મર્યાદા નક્કી કરી હતી.
પરંતુ કેન્દ્ર સરકારે દલીલ કરી કે બંધારણના આર્ટિકલ ૨૦૦ અને ૨૦૧માં રાજ્યપાલ અથવા રાષ્ટ્રપતિ માટે બિલને મંજૂરી આપવા કોઈ સમય મર્યાદાનો ઉલ્લેખ નથી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આર્ટિકલ ૧૪૩માં સ્પષ્ટ છે કે રાષ્ટ્રપતિ પોતાની રીતે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે અને સુપ્રીમ કોર્ટ તેમને કહી શકે નહીં કે બિલો અંગે ક્યારે નિર્ણય લેવો.
મામલો હાલ મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઈની અધ્યક્ષતામાં પાંચ ન્યાયાધીશોની બેંચ સમક્ષ ચાલી રહ્યો છે.

Leave a Reply