દિલ્હી CM રેખા ગુપ્તા પર જાહેર સુનાવણી દરમિયાન હુમલો, 35 વર્ષીય આરોપીની ધરપકડ

દિલ્હી CM રેખા ગુપ્તા પર જાહેર સુનાવણી દરમિયાન હુમલો, 35 વર્ષીય આરોપીની ધરપકડ

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર આજે તેમના સિવિલ લાઈન્સ સ્થિત કેમ્પ ઓફિસમાં સાપ્તાહિક જાહેર સુનાવણી દરમિયાન એક વ્યક્તિએ હુમલો કર્યો હતો. મળતી માહિતી અનુસાર, આરોપી 35 વર્ષીય શખ્સ ફરિયાદ લઈને CM સુધી પહોંચ્યો અને અચાનક તેમણે રેખા ગુપ્તાને થપ્પડ મારી. આ ઘટનાથી સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. સુરક્ષા કર્મચારીઓએ તરત જ હુમલાખોરને કાબૂમાં લઈ કસ્ટડીમાં લીધો હતો. હાલમાં પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે, જોકે હુમલાનું મોટે ભાગે કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

આ બનાવની નિંદા કરતા દિલ્હીના ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે મુખ્યમંત્રીના વિરોધીઓ જાહેર સુનાવણી જેવી મહત્વપૂર્ણ પ્રક્રિયાને ખંડિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકરે જણાવ્યું કે આરોપીએ પહેલા મુખ્યમંત્રીને કેટલાક દસ્તાવેજો આપ્યા અને પછી એકાએક બૂમો પાડી હુમલો કર્યો. ભાજપ નેતા રમેશ બિધુરીએ આ ઘટનાને પૂર્વનિયોજિત પ્રયાસ ગણાવ્યો અને કહ્યું કે રેખા ગુપ્તા પરનો હુમલો સામાન્ય નાગરિકોની સુરક્ષા સામે પણ પ્રશ્ન ઊભો કરે છે.

Leave a Reply

Your email address will not be published.